H&M એ કમ્ટેટરરી ઇન્ડિયન સ્ટાઇલ અને ક્રાફ્ટને ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચાડવા અનામિકા ખન્નાની સાથે કોલોબ્રેટ કર્યું

0
41

અનામિકા ખન્નાની સાથે એચ એન્ડ એમનો નવો સહયોગ ભારતીય ડિઝાઇનરોની વિશિષ્ટ ઉદારતા તેમજ ગ્લેમર અને ક્રાફ્ટમેનશિપને કમ્ટેટરરી ટેલરિંગ અને શાનદાર લાઉન્જવેર સાથેની પ્રતિભાનું સેલિબ્રેશન છે. ભારતના કપડાની ડિઝાઇનને ઇન્ટરનેશનલ કસ્ટમર સુધી પહોંચાડવા માટે અનામિકા ખન્ના પારંપારિક સિલ્હૂટ કલેક્શનને ન્યૂ અને કમ્ટેટટરીની સાથે ફરી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં વુમનવેર, મેન્સવેર, જ્વેલરી અને એસેસરીઝનો સમાવેશ થાય છે. આ ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ પસંદગીના સ્ટોર્સ તેમજ ઓનલાઇન એચએમ.કોમ (hm.com) અને Myntra પર લોન્ચ થશે.

આ અંગે વાત કરતા અનામિકા ખન્નાએ કહ્યું કે, “હું હંમેશાથી એવું અનુભવી રહી છું કે, જ્યારે દુનિયા ભારતીય ફેશનને વ્યાખ્યાયિત કરે છે ત્યારે તેની ફેશન બદલાઇ જાય છે. ઘણી વાર સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણી ફેશન, હસ્તકલા અને કાપડ ભરતકામનો વારસો કોસ્ચ્યુમ તરીકે ગણવામાં આવે છે અથવા પહેરવા યોગ્ય નથી અથવા પૂરતો માડર્ન નથી એવું માનવામાં આવે છે. હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે અને એચ એન્ડ એમ સાથેનું આ કલેક્શન મને કંઈક ભારતીય અને વૈશ્વિક અને સમકાલીન બનાવવાનો અવસર આપે છે.,”

આ કલેક્શન આબેહૂબ રંગ, પેટર્ન અને હાથથી ભરતકામ કરેલા શણગાર સાથે જીવંત અને આકર્ષક શૈલીઓથી ભરપૂર છે. વિમેન વિયરમાં ડ્રેપ્ડ સ્કર્ટ અને એરી કફ્તાન્સની સાથે હાઇ લો હેમલાઇન અને સિલ્ક પાયજામાંની સાથે સરળ લાવણ્ય છે. મેન્સ માટે પરંપરાગત કટ ગ્રાફિક પ્રિન્ટ સાથે નવીન કરવામાં આવ્યું છે, જ્યારે પેઇન્ટરલી મોટિફ્સ શાનદાર અને સ્પોર્ટસવેરના શેપને વધારે છે.

એચ એન્ડ એમ.ના ક્રિએટર એડવાઇઝર એન.સોફી જોહાનસન કહે છે કે, “અનામિકા એવા કપડા ડિઝાઇન કરે છે, જે પહેરનારને પોતાને અભિવ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સિલુએટ્સ પ્રવાહી હોય છે અને ઘણીવાર વ્યક્તિગત કરી શકાય તે રીતે દોરવામાં આવે છે. પ્રિન્ટ પણ રસપ્રદ છે. તે ઘણા પ્રકારે પ્રિન્ટેડ લુકને એકીકૃત કરે છે, પારંપારિક કલર એલિમેન્ટ્સને પણ વધુ ગ્રાફિકની સાથે જોડે છે.

ચમકદાર શણગાર માટે અનામિકા ખન્નાની ઓળખ પણ જટિલ આભૂષણોની રેન્જમાં પ્રદર્શિત છે, જેમાં પુનઃપ્રાપ્ત ધાતુમાંથી તેમજ ભારતમાં સ્થાનિક રીતે નિર્મિત ઇયરિંગ્સ, કફ અને નેકલેસનો પણ સમાવેશ થાય છે.

પ્રાઇઝ રેન્જ: એપેરલ – રૂ. ૨૯૯૯થી શરૂ | એસેસરીઝ – રૂ. ૧૪૯૯થી શરૂ

સ્ટોરનું સરનામુ:

  • એચ એન્ડ એમ સ્ટોર, નેક્સસ અમદાવાદ વન મોલ, પ્લોટ નંબર- ૨૦૧૬, T.P સ્કીમ-૧, વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્રાપુર ૩૮૦૦૫૪, અમદાવાદ, ગુજરાત
  • એચ એન્ડ એમ સ્ટોર, પીએમસી પેલેડિયમ મોલ, થલતેજ, ૩૮૦૦૫૪ અમદાવાદ, ગુજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here