હિરો મોટોકોર્પો તેના તહેવારમાં સૌથી વધુ વેચાણ સાથે તહેવારની સિઝન દરમિયાન વધ્યું

0
9

32 દિવસના સમયગાળા દરમાયનમાં 16 લાખ યુનિટના વેચાણ સાથે 13% વૃદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હી 04 નવેમ્બર 2024: વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ નવરાત્રિથી શરૂ થતા 32 દિવસના તહેવારના સિઝનના સમયગાળામાં સૌથી વધુ છુટક વેચાણ હાંસલ કર્યુ છે.

15.98 લાખ 1.6 મિલીયન) યુનિટ્સ વેચાણ સાથે કંપનીએ 2023ની તહેવારની સિઝનની તુલનામાં 13%ની અદભૂત વૃદ્ધિ હાંસલ કરી છે.

હિરો મોટોકોર્પની પ્રોડક્ટ્સની તંદુરસ્ત માંગ શહેરી અને ગ્રામિણ ભારતમાં જોવા મળી હતી. 125cc મોટરસાયકલ સેગમેન્ટમાં Xtreme 125R મુખ્ય વૃદ્ધિ ચાલક તરીકે ઉભરી આવી હતી, જ્યારે 100cc સેગમેન્ટે પણ કંપનીના વેચાણ પ્રદર્શનમાં સકારાત્મક રીતે યોગદાન આપ્યુ હતુ.

હિરો મોટોકોર્પની ઇલેક્ટ્રિકલ વ્હિકલ બ્રાન્ડ VIDAએ સમાન ગાળામાં 11,600 છુટક વેચાણનું નોંધપાત્ર સીમાચિહ્ન વટાવ્યું હતુ. VIDA નેટવર્કનું આગળ ધપી રહેલુ વિસ્તરણ, Hero Premia અને Hero 2.0 આઉટલેટ્સનો ટોચના 30 શહેરોમાં સૌથી વધુ ધ્યાન સાથે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી રહ્યુ છે. આગામી પોર્ટફોલિયો વિસ્તરણ બ્રાન્ડમાં વધુ ભાર મુકવા માટે સજ્જ છે.

હારલી-ડેવિડસન X440એ 2800 યુનિટ્સનું વેચાણ હાંસલ કર્યુ હતુ, જે બ્રાન્ડની લોકપ્રિયતાને ઉજાગર કરે છે. કંપની ચાલુ નાણાંકીય વર્ષને અંતે 100થી વધુ સ્થળોએ પ્રિમીયા નેટવર્કમાં વધારો કરવા માગતી હોવાથી, તે આ મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડની પહોંચ અને ઍક્સેબિલીટીમાં વધારો કરશે.

હિરો મોટોકોર્પના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતુ કે “સતત બીજા વર્ષે અમે અમારું સૌથી વધુ તહેવારોનું છુટક વેચાણ હાંસલ કર્યું છે, જે ભારતમાં પ્રિફર્ડબ્રાન્ડ તરીકે હીરો મોટોકોર્પની સ્થિતિનો પુરાવો છે. અમે અમારા લાખો ગ્રાહકોના અતૂટ વિશ્વાસ માટે આભારી છીએ. તહેવારોની સિઝનના ઉત્તરાર્ધમાં શહેરી સેગમેન્ટની સાથે ગ્રામીણ વેચાણમાં વધારો થતાં દેશના મોટાભાગના ભાગોમાં સારી ગતિ અને વૃદ્ધિ જોવા મળી છે. અમે આ વેગ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ અને વર્ષના બાકીના ભાગ વિશે આશાવાદી છીએ.

તહેવારોના સમયગાળા દરમિયાન હીરો મોટોકોર્પના અસાધારણ પ્રદર્શને તેને તેના નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં સક્ષમ બનાવ્યું છે. નવીનતા, ગ્રાહક સંતોષ અને મજબૂત વેચાણ નેટવર્ક પર કંપનીનું સતત ધ્યાન ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવા અને તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સંતોષવા માટેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here