હીરો મોટોકોર્પ દ્વારા નવી ડેસ્ટિની 125 સાથે અર્બન મોબિલિટીમાં પ્રગતિ સેગમેન્ટમાં અવ્વલ માઈલેજ અને ઉદ્યોગના પ્રથમ ફીચર્સ ઓફર કરે છે

0
12

મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ નવી ડેસ્ટિની 125ના લોન્ચ સાથે 125cc સ્કૂટર સેગમેન્ટમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે.

અર્બન મોબિલિટીને અપગ્રેડ કરવા માટે ઘડવામાં આવેલી નવી ડેસ્ટિની 125 બેજોડ માઈલેજ અને મજબૂત વિશ્વસનીયતા સાથે અત્યાધુનિક ટેકનોલોજીને જોડે છે. તે પરફોર્મન્સ અને પ્રેક્ટિકાલિટીનું શક્તિશાળી સંમિશ્રણ પ્રદાન કરીને રાઈડરની અપેક્ષાઓની નવી કલ્પના કરવા સાથે રોજબરોજની શહેરી રાઈડ્સ માટે નવું ધોરણ સ્થાપિત કરે છે.

નવી હીરો ડેસ્ટિની 125 ત્રણ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છેઃ

  • ડેસ્ટિની 125 VX – Rs.80,450
  • ડેસ્ટિની 125 ZX – Rs. 89,300
  • ડેસ્ટિની 125 ZX+ – Rs. 90,300

(દિલ્હીમાં આરંભિક એક્સ-શોરૂમ કિંમત)

નવી ડેસ્ટિની 125 30 પેટન્ટ એપ્લિકેશન્સ અને સુધારિત રાઈડર સુવિધા અને સુરક્ષા માટે ઉદ્યોગ અવ્વલ ફીચર્સ, જેમ કે, ઈલ્યુમિનિટેડ સ્ટાર્ટ સ્વિચ અને ઓટો- કેન્સલ રિંકર્સ સાથે ઈનોવેશન પ્રત્યે હીરો મોટોકોર્પની સમર્પિતતા દર્શાવે છે.

નવી ડેસ્ટિની 125 સેગમેન્ટમાં અવ્વલ 59 kmpl માઈલેજ, ઉદાર લેગરૂમ અને મોકળાશભર્યા ફ્લોરબોર્ડ સાથે પરિવારો માટે આદર્શ પસંદગી છે. ડેસ્ટિની 125માં સીટ લાંબી છે, જે રાઈડર માટે આરામદાયક અને એર્ગોનોમિક અનુભવની ખાતરી રાખે છે.

વધુ સ્માર્ટ, વધુ સ્મૂધ અને વધુ કિફાયતી રાઈડ માટે ઘડવામાં આવેલા આ સ્કૂટરમાં નવું ડિજિટલ સ્પીડોમીટર, 190mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક, અપગ્રેડેડ 12/12 પ્લેટફોર્મ અને પહોળા રિયર વ્હીલનો સમાવેશ થાય છે. તે બહેતર કાર્યક્ષમતા માટે હીરોની ઈનોવેટિવ i3S (આદર્શ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) ટેકનોલોજી પણ ધરાવે છે, જે ઉત્કૃષ્ટ રાઈડિંગ અનુભવની ખાતરી રાખે છે.

આ લોન્ચ વિશે બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બિઝનેસ યુનિટના ચીફ બિઝનેસ ઓફિસર રણજીવજિત સિંહે જણાવ્યું હતું કે, “અમે સ્ટાઈલ, સુવિધા અને આધુનિક ટેકનોલોજીનું પ્રતીક નવી હીરો ડેસ્ટિની 125 રજૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ, જે આધુનિક રાઈડર માટે તૈયાર કરવામાં આવી છે. આ ઈનોવેટિવ 125cc સ્કૂટર ઉદ્યોગનાં ધોરણોનો નવો દાખલો બેસાડે છે અને હીરો મોટોકોર્પનું સ્થાન મજબૂત બનાવે છે. આકર્ષક સેગમેન્ટમાં અવ્વલ 59 kmpl સાથે આ પરિવાર મૈત્રીપૂર્ણ સ્કૂટર ગ્રાહકો માટે ઈનોવેટિવ, વેલ્યુ અને અસમાંતર રાઈડિંગ અનુભવ પ્રત્યે કંપનીની કટિબદ્ધતાનો દાખલો છે.”

સંપૂર્ણ નવી ડેસ્ટિની 125

માઈલેજ અને પરફોર્મન્સમાં આગેવાન

અપવાદાત્મક સુવિધા 

બેજોડ આરામ

વિશિષ્ટતાઓ ડેસ્ટિની 125 VX ડેસ્ટિની 125 ZX

ડેસ્ટિની 125 ZX+

વ્હીલ ટાઈપ કાસ્ટ ડ્રમ કાસ્ટ ડિસ્ક કાસ્ટ ડિસ્ક
સ્પીડોમીટર ડિજી એનાલોગ સંપૂર્ણ ડિજિટલ સંપૂર્ણ ડિજિટલ
ફીચર્સ ·         મોકળાશભર્યો લેગરૂમ

·         ફ્રન્ટ ગ્લવ બોક્સ

·         બૂટ લેમ્પ

·         ક્રોમ એસ્સેન્ટ્સ

·         બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ડિજિટલ સ્પીડોમીટર

·         ઓટો- કેન્સલ વિંકર્સ ડાયમંડ- કટ એલોય વ્હીલ્સ

·         ઈલ્યુમિનેટેડ સ્ટાર્ટ સ્વિચ

·         ક્રોમ એસ્સેન્ટ્સ

·         સર્વ VX ફીચર્સ સાથે

·         કોપર ક્રોમ એસ્સેન્ટ્સ

·         કુશન્ડ સીટ બેકરેસ્ટ

·         ટર્ન-બાય-ટર્ન નેવિગેશન

·         સર્વ ZX ફીચર્સ સાથે.

 

**********

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here