હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ સાથે સમગ્ર ભારતમાં ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

0
30

અમદાવાદ જુલાઈ 2024: હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડાયાફ્રેમ વોલ કન્સ્ટ્રક્શન અને ડીપ બેઝમેન્ટ કામોમાં વિશેષતા ધરાવતી અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની, 15 રાજ્યોના 35 શહેરોમાં વધતી જતી હાજરી સ્થાપિત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નવા માપદંડો સ્થાપિત કરતા નોંધપાત્ર પ્રોજેક્ટ્સ સાથે, કંપની નવીન અને ટકાઉ બાંધકામ ઉકેલો આપવામાં મોખરે છે.

હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ હાલમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થઈ રહેલા નવા વિકાસના ભાગરૂપે 900 મીટરમાં ફેલાયેલ ડાયાફ્રેમ વોલ પ્રોજેક્ટના નિર્માણમાં રોકાયેલ છે. તે 550 મીટર ટ્રોગનની ચાલી રહેલ ડાયાફ્રેમ વોલનું પણ નિર્માણ કરી રહ્યું છે, જે એસજી હાઈવે પર આવી રહેલી 127-મીટર ઉંચી 32 માળની કોમર્શિયલ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટમાં ચાર બેઝમેન્ટ છે. એ જ રીતે, હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ ગિફ્ટ સિટીમાં એક પ્રોજેક્ટ માટે છ-બેઝમેન્ટ ડાયાફ્રેમ દિવાલ પ્રોજેક્ટ અને ડીએલએફ માટે ગુડગાંવમાં સાત બેઝમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે.

નવી દિલ્હીમાં, જ્યાં હેરિટેજ ઈન્ફ્રાસ્પેસે નવી સંસદ ભવન અને દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તે તેની કુશળતા દર્શાવતા ત્રણ, ચાર અને છ બેઝમેન્ટની ડાયાફ્રેમ દિવાલોને એક્ઝિક્યુટ કરવામાં સામેલ છે. અમદાવાદ સ્થિત કંપની કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ત્રણ મેટ્રો સ્ટેશનો માટે ડાયાફ્રેમ વોલ બનાવીને પણ યોગદાન આપી રહી છે.

“અમે ડીપ બેઝમેન્ટ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કરવામાં અમારી તકનીકી કુશળતા અને સ્કિલ્સ સફળતાપૂર્વક દર્શાવી છે. અમે ચેન્નાઈ, બેંગ્લોર, દિલ્હી NCR, કોલકાતા અને અન્ય કેટલાક શહેરોમાં પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છીએ. આ શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્પેસમાં અભૂતપૂર્વ તકો પ્રદાન કરે છે. અમે સૌથી વધુ પડકારરૂપ ડીપ બેઝમેન્ટ અને ડાયાફ્રેમ વોલ પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ અને આ ડાયનામિક માર્કેટ્સમાં અમારી ફૂટપ્રિન્ટને વિસ્તારવા અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ આપવા માટે પ્રતિબદ્ધ છીએ,” હેરિટેજ ઈન્ફ્રાસ્પેસના મેનેજિંગ ડિરેક્ટર ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું.

હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ આંતરરાષ્ટ્રીય વિસ્તરણ પર પણ નજર રાખી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં બાંગ્લાદેશની એસોસિએટેડ બિલ્ડર્સ કોર્પોરેશન લિમિટેડ (ABC) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને ભાગીદારો સમગ્ર બાંગ્લાદેશમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ જેવા મોટા પાયે બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે તેમની સ્ટ્રેન્થનો ઉપયોગ કરશે.

“આ અમારી ઇન્ટરનેશનલ ફૂટપ્રિન્ટ્સની માત્ર શરૂઆત છે. અમે ગલ્ફ પ્રદેશ અને અન્ય માર્કેટ્સમાં તકોની શોધમાં છીએ,” શ્રી ગોસ્વામીએ ઉમેર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here