એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

0
3

રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ ખાતે વર્લ્ડ હિયરિંગ ડેની નિમિત્તે પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં ENT સર્જન ડૉ. પાર્થ હિંગોળએ, જેમણે 1000થી વધુ શસ્ત્રક્રિયાઓ કરી છે, કાનની સંભાળ અને કાનને નુકસાન પહોંચાડતા કારણો ટાળવા અંગે વ્યાખ્યાન આપ્યું.આ કાર્યક્રમમાં 40થી વધુ દર્દીઓ હાજર રહ્યા અને તેમણે પોતાની સફળ ઓપરેશનની માહિતી આપેલ હતી.

આ કાર્યક્રમનો હેતુ બાળકો, યુવાનો તથા વૃદ્ધોએ પોતાના કાનની કાળજી રાખવી તથા કાનના ઘણા બધા રોગની સમસ્યાથી કઈ રીતે બચી સકાય તેની માહિતી આપવામાં આવેલ હતી..એચસીજી હોસ્પિટલ્સના ડો પાર્થ હિંગોળ દ્વારા માર્ગદર્શન આપ્યું કે લાઉડ નોઇસ ઘોંઘાટ વાળું વાતાવરણ તથા વધારે પડતાં ઈયર ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.કાનમાં કોઈપણ પદાર્થ,પાણી, ટીપાં ડોક્ટરની સલાહ વગર નાખવા નહીં.દર્દીની કાનની નસ સુકાતી હોય અથવા કાનનો સડો,કાણું કે રસી હોયતો કાન નાક ગળાના ડોક્ટરનું અચૂક માર્ગદર્શન લેવું જોઈએ.

HCG હોસ્પિટલ રાજકોટના COO, ડૉ. સુરજ નાથે જણાવ્યું કે કાન એ એક અગત્યનું અંગ છે અને તેની યોગ્ય સંભાળ લેવી ખૂબ જરૂરી છે. HCG હોસ્પિટલ્સમાં, અમે રોગીઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here