વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

0
22
  • હાર્વી પટેલે પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 715 મેળવ્યા

વડોદરા, 4 જૂન, 2024: વડોદરા બ્રાન્ચના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવીને AESL માટે ખૂબ જ ગૌરવ વધાર્યું છે. હાર્વીએ આ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 715નો સ્કોર હાંસલ કર્યો, જે તેની સખત મહેનત અને સમર્પણનો પુરાવો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

હાર્વીએ NEET ની તૈયારી કરવા માટે AESL ના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો, જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. તેઓ તેમની નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમના કોન્સેપ્ટ્સની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યૂલના કડક પાલનને આપે છે.”હું આભારી છું કે AESL તરફથી કન્ટેન્ટ અને કોચિંગ બંને માટે આકાશે મને મદદ કરી છે, હું ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ્સ ન સમજી શકી હોત,” તેણીએ કહ્યું હતું.

હાર્વીને અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતાં, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીને દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. NEET 2024 માટે દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.. તેની સિદ્ધિ તેની મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા-પિતાના સમર્થનની વાત કરે છે. અમે અમારા વિદ્યાર્થીઓને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”

ભારતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ (એમબીબીએસ), ડેન્ટલ (બીડીએસ) અને આયુષ (બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, વગેરે) અભ્યાસક્રમો કરવા માંગતા વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવવા ઇચ્છતા હોય તેમના માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET વાર્ષિક ધોરણે લેવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here