જેનાથી ટોઇલેટના વિભિન્ન પાસાઓમાં બ્રાન્ડની શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે – જે દરેક ઘરમાં શ્રેષ્ઠ ટોઇલેટ સ્વચ્છતાનું^ વચન આપે છે
રાષ્ટ્રીય ૦૧ મે ૨૦૨૫: ભારતની નંબર 1 ટોઇલેટ અને બાથરૂમ ક્લિનર બ્રાન્ડ અને 100 મિલિયનથી વધુ પરિવારો~ દ્વારા વિશ્વસનીય ઘરેલુ સ્વચ્છતા ઉકેલોમાં અગ્રણી હાર્પિકે બોલીવૂડના કિંગ શાહરૂખ ખાનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરીને પોતાના વારસામાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણની ગર્વથી જાહેરાત કરી છે. આ શક્તિશાળી ભાગીદારી હાર્પિકની શ્રેષ્ઠ સફાઇના^ વિશ્વસનીય વારસાને શાહરૂખ ખાનની સ્થાયી અપીલ, સહિયારા મૂલ્યો અને ભારતીય પરિવારોમાં અપાર પ્રભાવને જોડે છે.
એક સદીથી પણ વધુ સમયથી હાર્પિકે સ્વચ્છતા અને સફાઇના ધોરણોને ફરીથી પરિભાષિત કરવામાં વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવી છે. આજે, 3માંથી 1 ભારતીય પરિવાર~ સુધી પહોંચીને હાર્પિકે શહેરી અને ગ્રામીણ ભારતમાં પરિવારોને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને એક શક્તિશાળી, પ્રભાવી અને વિશ્વસનીય સફાઇ ઉકેલ પૂરો પાડે છે. તેની શાહરૂખ ખાન સાથેની ભાગીદારી દરેક ભારતીય ઘરમાં ગૌરવ, સંભાળ અને વધુ સારી સ્વચ્છતાને પ્રેરિત કરવાની તેની સફરમાં એક નવું સિમાચિહ્ન છે.
બ્રાન્ડ સાથે પોતાના જોડાણ વિશે જણાવતા શાહરૂખ ખાને જણાવ્યું હતું કે “સફાઇની શરૂઆત નાના, પરંતુ અર્થસભર કાર્યો સાથે શરૂ થાય છે. મને હાર્પિકની સાથે ભાગીદારી કરીને ગર્વ થાય છે, આ એક એવી બ્રાન્ડ છે, જેણે દાયકાઓથી ભારતીય ઘરોમાં સ્વચ્છતા અને ગૌરવને સમર્થન આપ્યું છે. હું એવા અજાણિતા નાયકો – ગૃહિણીઓનો ખૂબ આદર કરું છું, જેઓ પરિવારોના સ્વાસ્થ્ય અને ખુશીને સુનિશ્ચિત કરે છે. તેઓ શ્રેષ્ઠને પાત્ર છે. હાર્પિક હૈ નાની સાથે, દરેક ઘર શ્રેષ્ઠ સ્વચ્છતા અને સફાઇની પ્રક્રિયા^ અને લાંબા ગાળાની તાજગી પર વિશ્વાસ મૂકી શકે છે – જે માત્ર પાંચ મિનિટમાં મળી જાય છે. જીવનની મહત્ત્વપૂર્ણની ક્ષણોમાં જે રીતે આશ્વાસનની જરૂર હોય છે એવી જ રીતે હાર્પિક હૈ ના ઘરમાં એક વિશ્વસનીય સાથી તરીકે ઊભું છે.”
આ પ્રતિષ્ઠિત ભાગીદારીની શરૂઆતને ચિહ્નિત કરવા માટે હાર્પિક શાહરૂખ ખાનને દર્શાવતી એક નવી ટીવીસી “હાર્પિક હૈ ના” જારી કરશે, જે હાર્પિક ટોયલેટ ક્લિનરની શ્રેષ્ઠતાને સામે લાવે છે, જે 10 ગણી વધુ સારી સફાઇ, 5 મિનિટમાં શક્તિશાળી ડિસઇન્ફેક્શન અને લાંબા સમય સુધીની ચાલતી સુગંધ^ પૂરી પાડે છે. આ ઝુંબેશ હાર્પિકની સ્થિતિને મજબૂત રીતે દૃઢ બનાવે છે કે તે માત્ર ડિટર્જન્ટ માટેનો એક સારો વિકલ્પ જ નથી, પરંતુ ટોઇલેટની સંપૂર્ણ સ્વચ્છતા માટેનો અંતિમ ઉકેલ છે.
આ ઝુંબેશનો વિચાર “હાર્પિક હૈ ના” ભારતીય ઘરો માટે આશ્વાસન આપતું વચન બન્યું છે, જે જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે શક્તિશાળી, વિશ્વસનીય સ્વચ્છતા ઉકેલો ઓફર કરે છે. આ ભાવનાત્મક સ્વર, હાર્પિકને વધુ સારા પ્રદર્શનની^ સાથે મળીને દરેક પરિવારના વિશ્વસનીય સ્વચ્છતા ભાગીદાર બનવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધત્તાને મજબૂત બનાવે છે.
ઘણી ગૃહિણીઓ ડિટર્જન્ટ જેવા સામાન્ય ઉકેલોનો ઉપયોગ કરવાનું જારી રાખે છે, તેઓ એ વાતથી અજાણ છે કે તેઓ અસરકારક ટોઇલેટ સ્વચ્છતા માટે ઓછા યોગ્ય છે. હાર્પિકની નવી ઝુંબેશનો ઉદ્દેશ નિર્ણાયક વ્યવહારમાં પરિવર્તન લાવવાનો છે – ગ્રાહકોને ડિટર્જન્ટથી આગળ વધીને ઉદ્દેશ-નિર્મિત, વૈજ્ઞાનિક રીતે શ્રેષ્ઠ ઉકેલ તરફ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ જાહેરાત પર વાત કરતા રેકિટ – દક્ષિણ એશિયાના માર્કેટિંગ ડિરેક્ટર, હાઇજીન ગૌતમ ઋષિએ જણાવ્યું હતું કે, “અમે શાહરૂખ ખાનનું હાર્પિક પરિવારમાં સ્વાગત કરીને રોમાંચિત છીએ. લાખો ભારતીયોની સાથે તેમનું ગહન જોડાણ છે અને તેમના મૂલ્યો હાર્પિકની વિશ્વાસ, પ્રદર્શન અને સંભાળની પોતાની સફળ સાથે પૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. હાર્પિકના વિજ્ઞાન-સમર્થિત નવીનતાના વારસા અને શ્રેષ્ઠ સ્વચ્છતાના ઉક્લો પ્રત્યે તેની પ્રતિબદ્ધત્તાએ ભારતમાં સ્વચ્છતાની આદતો બદલી છે. પાછલા 2 દાયકામાં અમે દેશના 1/3 પરિવારોનો~ વિશ્વાસ જીતવામાં સક્ષમ રહ્યા છીએ, અને હવે અમારી મહત્ત્વકાંક્ષા તેને દેશમાં દર બીજા ઘર સુધી લઈ જવાની છે. શ્રેષ્ઠ^ હાર્પિક પ્રોડક્ટ અને આ અવિશ્વસનીય ભાગીદારીની સાથે અમારો લક્ષ્યાંક સમર્પિત ટોઇલેટ સફાઇના ઉકેલોનાં મહત્ત્વને દૃઢ બનાવવાનો છે અને હાર્પિકને ભારતીય પરિવારોનો અનિવાર્ય ભાગ બનાવવાનો છે.”
હવાસ ક્રિએટિવ ઈન્ડિયા દ્વારા પરિકલ્પિત શાહરૂખ ખાન અભિનીત તાજેતરમાં લોન્ચ થયેલી ટીવીસી ઘરની આસપાસના પરિદૃશ્યોને જીવંત કરે છે – બિનઅસરકારક સફાઇ ઉકેલોની સાથે દૈનિક સંઘર્ષ પર પ્રકાશ પાડે છે અને દર્શાવે છે કે હાર્પિક ટોઇલેટ ક્લિનર કૈવી રીતે ઝડપી અને વધુ સારી સ્વચ્છતા^ પૂરી પાડે છે. ભાવનાત્મક વાર્તા, શક્તિશાળી પ્રોડક્ટ પ્રદર્શનની સાથે મળીને, આ સંદેશ મોટેથી અને સ્પષ્ટ રૂપથી આપે છેઃ હવે જ્યારે અસરકારક ટોઇલેટ સફાઇની વાત આવે ત્યારે ડિટર્જન્ટ યોગ્ય પસંદગી નથી – હાર્પિક હૈ ના.
હવાસ ઈન્ડિયાના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ક્રિએટિવ ઓફિસર અનુપમા રામાસ્વામીએ જણાવ્યું હતું કે “જ્યારે બજારમાં અગ્રણી હાર્પિક અમને પહેલાથી જ પ્રાપ્ત નંબર એકની સ્થિતિથી આગામી સ્તર સુધી લઈ જવા માટે જણાવે છે ત્યારે હવાસ ક્રિએટિવ શું કરે છે ? અમે મોટું નહીં, પરંતુ કિંગ સાઇઝ વિચારીએ છીએ. અમે કિંગ ખાનને લાવવાનું સૂચન આપ્યું હતું ! અમે એક એવી સંબંધિત અને આકર્ષક ઝુંબેશ વિકસિત કરી છે, જેમાં શાહરૂખ ખાન દરેક ગૃહિણીનો સાથી બની જાય છે અને હાર્પિકની શ્રેષ્ઠતાને^ લીધે તેમનું જીવન સરળ બનાવે છે. અને તેમની આગવી શૈલીમાં આકર્ષક રીતે જણાવે છે – હાર્પિક હૈ ના !”
આ ભાગીદારી હાર્પિકના સફરમાં એક નવા બોલ્ડ પ્રકરણને ચિહ્નિત કરે છે – તેના વિશ્વસનીય વારસાને આધુનિક સુસંગતતાની સાથે મિશ્રિત કરીને ભારતીય પરિવારોને વધુ અસરકારક સ્વચ્છતા ઉકેલો^ પસંદ કરવા માટે પ્રેરિત
કરે છે.
ટીવીસીની લિંક: https://www.youtube.com/watch?v=J_tOwxCHxeo
એજન્સી ક્રેડિટ્સ:
ક્રિએટિવ એજન્સી – હવાસ ક્રિએટિવ ઈન્ડિયા
ચીફ ક્રિએટિવ ઓફિસર – અનુપમા રામાસ્વામી
પ્રોડક્શન હાઉસ – કરમન લાઇન
પ્રોડ્યુસર – સાના પટેલ
ડિરેક્ટર – વિવેક દાસચૌધરી અને રીમા
સંગીત – હારૂન અને ગાવિન
^સામાન્ય ડિટર્જન્ટની તુલનામાં 10 ગણા વધુ લાઇમસ્કેલ (ક્ષાર) દૂર કરવા અને પાણીમાં ઓગાળ્યા વિનાની પ્રોડક્ટ સાથે સંપર્કમાં આવવાની 5 મિનિટ પછી 99.99% જંતુઓને મારે છે.
~બેસિસ કેન્ટર હાઉસહોલ્ડ પેનલ ડેટા ડિસેમ્બર 2024
********