હાર્પિક દ્વારા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી ઇનોવેશન રજૂ – રસોડાના ગંદા પાણી માટે ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*

0
11

માત્ર 15 મિનિટમાં રસોડાના ડ્રેઇનમાં જામેલો કચરો સાફ કરે^, સુવિધા અને શ્રેષ્ઠતા ફરી પરિભાષિત

નવી દિલ્હી ૧૪ મે ૨૦૨૫ અગ્રણી વૈશ્વિક કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજીન કંપની રેકિટ દ્વારાતેના ડ્રેઇન ક્લિનર શ્રેણીમાં સંપૂર્ણપણે નવા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સાથે એક ક્રાંતિકારી નવું ફોર્મ્યુલેશન લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવતર ઉત્પાદન ગ્રાહકોને ભારતનું સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર*પૂરું પાડીને સગવડતાને ફરી પરિએભાષિત કરે છે, જે ફક્ત 15 મિનિટમાં રસોડાના ડ્રેઇનમાં જામેલો કચરોસાફ કરી નાખે છે^.

ભારતની સૌથી વિશ્વસનીય સ્વચ્છતા બ્રાન્ડ્સમાંની એક તરીકે, હાર્પિક હંમેશા લાખો પરિવારોને તેમના રોજિંદા જીવનના સંઘર્ષો માટે અત્યાધુનિક ઉકેલો પૂરા પાડવા પર ધ્યાન આપે છે. નવા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટની મદદથી આબ્રાન્ડ હવે બજારમાં રસોડામાં જામી જતા કચરા માટે ભારતની સૌથી શ્રેષ્ઠ અને ઝડપી* ડ્રેઇન ક્લિનિંગ ઇનોવેશન લાવી છે. ડ્રેઇનમાં કચરો જામી જવો એલગભગ બધા ઘરોએ સામનો કરવો પડતો પડકાર છે જેના કારણે રોજિંદા જીવનમાં વિક્ષેપ પડી શકે છે. પ્લંગર્સ, વાયરો અને બેકિંગ સોડા અથવા ગરમ પાણી જેવા ઘરેલું ઉપાયો જેવા પરંપરાગત ઉકેલો અવ્યવસ્થિત, બિનઅસરકારક અને સમય માંગી લે તેવા છે. પ્લમ્બરને બોલાવવાથી વધુ વિલંબ થાય છે અને અસુવિધા પણ થાયછે, જેના કારણે હતાશા વધે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, હાર્પિક ડ્રેઇનએક્સપર્ટનું અદ્યતન ફોર્મ્યુલેશનમાત્ર 15 મિનિટમાં રસોડાની ડ્રેઇનને સામાન્ય બનાવી દેતું હોવાથી ગ્રાહકોને ડ્રેઇનની સફાઈનો શક્તિશાળી, ઝડપી અને ઝંઝટ-મુક્ત અનુભવ પૂરો પાડે છે^ અનેકામગીરીતેમજસવલતમામલે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.

રેકિટ – દક્ષિણ એશિયાના હાઇજીન માર્કેટિંગ ડિરેક્ટર ગૌતમ ઋષિએ જણાવ્યું હતું કે, “નવા હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ દ્વારા, અમે ભારતના લોકોના ઘરોમાં રસોડામાં જામી જતા કચરાના નિકાલ માટે એક શક્તિશાળી ઇનોવેશન લાવી રહ્યા છીએ –આ એક એવો ઉકેલ છે જે શ્રેષ્ઠ, ઝડપી, અસરકારક અને ઉપયોગમાં સરળ છે. આ ઉત્પાદન ફક્ત 15 મિનિટમાં રસોડામાં જામી જતા સૌથી મુશ્કેલ કચરાને પણ દૂર કરીને ગ્રાહકોને એક ઝડપી અને કાર્યક્ષમ ઉકેલ પૂરો પાડે છે^. નવું હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ ભારતમાં રોજિંદા જીવનને સરળ બનાવવાની અને સ્વચ્છતાના ધોરણોને વધારવા માટે શ્રેષ્ઠ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.”

સ્વતંત્ર સંશોધન દ્વારા સમર્થિત, આ ઉત્પાદન રસોડામાં ગંદા પાણી માટે ભારતના સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર તરીકે ઉભરી આવ્યું છે*, જે સુવિધા અને કાર્યક્ષમતાને ફરીથી પરિભાષિત કરે છે. હાર્પિક ડ્રેઇનએક્સપર્ટરસોડાના ગંદા પાણીને સાફ કરવામાં તેની અજોડ ગતિ અને કાર્યક્ષમતા દ્વારા, ડ્રેઇન ક્લિનિંગ સોલ્યુશન્સ માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે અને ગ્રાહકોને સ્વચ્છતા તેમજહાઇજીન જાળવવા માટે એક શક્તિશાળી સાધન પ્રદાન કરે છે.

આ નવું અભિયાન ગ્રાહકોને પરંપરાગત પદ્ધતિઓના બદલે વિશિષ્ટ ડ્રેઇન ક્લિનરનો ઉપયોગ કરવાના લાભો વિશે લોકોને માહિતગાર કરવા પર કેન્દ્રિત કરે છે. હવાસ ક્રિએટિવ ઇન્ડિયા દ્વારા સંકલ્પિત, આ ફિલ્મ હાર્પિક ડ્રેઇનએક્સપર્ટના નવા અદ્યતન ફોર્મ્યુલેશનને પ્રદર્શિત કરે છે જે અસરકારક રીતે બ્લોકેજને તોડી નાખે છે અનેરસોડામાં જામી ગયેલાકચરા માટે ઝંઝટ-મુક્ત, કાર્યક્ષમ અને ઝડપથી સફાઈનો અનુભવ પૂરો પાડે છે તેમજ ડ્રેઇનની જાળવણી માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે.

હવાસ ક્રિએટિવ ઇન્ડિયાના જોઇન્ટ MD અને ચીફ ક્રિએટિવ ઓફિસર અનુપમા રામાસ્વામીએ જણાવ્યું હતું કે, “આજના ઝડપી જીવનમાં, મોડું થાય તે આપણને પરવડે નહીં. અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, અવગણવામાં આવેલી બ્લોક થયેલી રસોડાની ડ્રેઇન ગમે ત્યારે ત્રાટકીને આપણા જીવનને સ્થગિત કરી શકે છે. અને જો આવું થાય, તો તમને રસોડામાં જામી ગયેલા કચરા માટે સૌથી ઝડપી ડ્રેઇન ક્લિનર – હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ સિવાય બીજું કંઈ ન જોઈએ. અમારું તાજેતરનું અભિયાન હાર્ડ-હિટિંગ અને સંબંધિત વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગઆ જ સંદેશ આપે છે.”

હાર્પિક ડ્રેઇનએક્સપર્ટ, ડ્રેઇન ક્લિનિંગ માટેનો હાથવગો ઉકેલ છે જેઇ-કોમર્સ પ્લેટફોર્મની સાથે-સાથે સેનિટરી/હાર્ડવેર અને કરિયાણાના રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.

TVCની લિંક: https://youtu.be/Ppskb899e2o?si=sqopQYDdsXZmziQX

એજન્સી ક્રેડિટ્સ:

ક્રિએટિવ એજન્સીહવાસ ક્રિએટવ ઇન્ડિયા

ચીફ ક્રિએટિવ ઓફિસરઅનુપમા રામસ્વામી

પ્રોડક્શન હાઉસમોમિતા ફિલ્મ્સ

પ્રોડ્યૂસરપૂજા બોહરા

ડાયરેક્ટરઅંકિત મહેરોત્રા

મ્યૂઝિકઅશ્વિન સેમ

*સામાન્ય ડ્રેઇન ક્લિનર્સ સામેસિમ્યુલેટેડ રસોડામાં જામી ગયેલા કચરા પર લેબમાં કરેલા પરીક્ષણો મુજબ

^સિમ્યુલેટેડ રસોડામાં જામી ગયેલા કચરા પર લેબમાં કરાયેલા પરીક્ષણો મુજબ. બાથરૂમમાં જામી ગયેલા કચરા માટે, ઉત્પાદનનો 30 મિનિટ માટે ઉપયોગ કરો.

******

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here