હાયર ઈન્ડિયાએ ઘરના સૌંદર્યશાસ્ત્રને પુનઃવ્યાખ્યાયિત કર્યું: આકર્ષકરસોડાને અપગ્રેડ કરવા મેટ ફિનિશ સ્ટીલ ડોર્સ સાથે ગ્રેફાઈટ રેફ્રિજરેટર્સ રજૂ કર્યા

0
24
PR Graphite
  • ગ્રેફાઇટ રેન્જ ડાયરેક્ટ કૂલ, ટોપ-માઉન્ટેડ, બોટમ-માઉન્ટેડ, 2-ડોર સાઇડ-બાય-સાઇડ અને 3-ડોર સાઇડ-બાય-સાઇડ વાઇફાઇ સક્ષમ સ્માર્ટ રેન્જમાં ઉપલબ્ધ હશે.
  • Haier India આ સીરીઝ પર 10-વર્ષની કોમ્પ્રેસર વોરંટી અને 2-વર્ષની પ્રોડક્ટ વોરંટી ઓફર કરે છે
  • 205L થી 602L ક્ષમતામાં ઉપલબ્ધ નવી શ્રેણી અગ્રણી રિટેલ ચેનલમાં 24,690 રૂપિયાની વેચાણ કિંમતથી શરૂ થશે

ભારત2024: સતત 15 વર્ષથી નંબર વન વૈશ્વિક મુખ્ય એપ્લાયન્સીસ બ્રાન્ડહાયર એપ્લાયન્સીસ ઇન્ડિયા એતેની ગ્રેફાઈટ સીરીઝનું અનાવરણ કર્યું, જે સ્ટીલ ડોર રેફ્રિજરેટર્સની એક પ્રીમિયમ રેન્જ છે, જેમાં મેટ ફિનિશ અને આધુનિક ભારતીય ઘરોના સૌંદર્ય શાસ્ત્રને ઉન્નત કરતી સમકાલીન ડિઝાઇન દર્શાવવામાં આવી છે. આ શ્રેણી 205 થી 602 લીટરસુધીની ક્ષમતામાં ઉપલબ્ધ હશે, જે વિવિધ સ્ટોરેજ જરૂરિયાતોને પૂરી કરે છે, જે તેને દરેક ભારતીય ઘર માટે યોગ્ય બનાવશે.

પ્રીમિયમાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરીનેરેફ્રિજરેટર્સની નવી રેન્જમાં આકર્ષક મેટ ફિનિશ ડિઝાઇન છે, જે આધુનિક ભારતીય ઘરોમાં સહજતાથી ભળી જાય છે અને સમકાલીન ભવ્યતા સાથે રસોડાની જગ્યાને ઉન્નત બનાવે છે. આ શ્રેણી ડાયરેક્ટ કૂલ, ટોપ-માઉન્ટેડ, બોટમ-માઉન્ટેડ, 2-ડોર સાઇડ-બાય-સાઇડ અને 3-ડોર સાઇડ-બાય-સાઇડ સહિત કોન્ફિગરેશનની વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે. Haier એ પોતાની ક્રાંતિકારી 3-ડોર વાઇ-ફાઇ કન્વર્ટિબલ સાઇડ બાય સાઇડ રેફ્રિજરેટર્સ રેન્જમાં મેટ ફિનિશ સીરિઝ પણ રજૂ કરી છે, જે વપરાશકર્તાઓને HaiSmartએપનો ઉપયોગ કરીને ગમે ત્યાંથી ફ્રીઝર સેક્શનને ફ્રીજમાં કન્વર્ટ કરવાનોઅધિકાર આપે છે.

લોંચ અંગેહાયર એપ્લાયન્સીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી એન.એસ. સતીષે જણાવ્યું હતું કે, “હાયરમાંઅમારી કાયમી પ્રતિબદ્ધતા ગ્રાહક પ્રેરિત નવીન ઉકેલો પહોંચાડવાની આસપાસ ફરે છે જે સમગ્ર દેશમાં રોજિંદા જીવનને સમૃદ્ધ બનાવે છે. અમારું વ્યૂહાત્મક ધ્યાન સંપૂર્ણ સંશોધન, અત્યાધુનિક તકનીકો અને ઉચ્ચ કાર્યક્ષમ ઉત્પાદન પ્રક્રિયાઓના આધારે વિવિધ શ્રેણીઓમાં સર્વોત્તમ શ્રેણીના ઉત્પાદનોને રજૂ કરવા પર કેન્દ્રિત છે. બે દાયકાથી પણ વધુ સમયથી ભારતીય બજારમાં મજબૂત હાજરી સ્થાપિત કર્યા બાદઅમારી ગ્રેફાઇટ સિરીઝનું લોન્ચિંગ પ્રીમિયમ ઇનોવેશન અને ડિઝાઇનના સંપૂર્ણ સંયોજનની ઓફર કરીને ગ્રાહકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને ઓળખીનેઅમે સૌંદર્યલક્ષી ઉત્કૃષ્ટતા સાથે કાર્યક્ષમતાને જોડતા ઉપકરણો પ્રદાન કરવાના અમારા પ્રયાસમાં અડગ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી નવી શ્રેણી અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતો સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થઈને એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડશે.”

પ્રીમિયમ, મોર્ડન ડિઝાઇન અને WIFI સક્ષમ સ્માર્ટ રેફ્રિજરેટર

તાજેતરના વર્ષોમાંભારતીય ગ્રાહકોમાં તેમના ઘરના સૌંદર્ય શાસ્ત્રને વધુ મહત્વ આપતાતેમને તેમના વ્યક્તિત્વના પ્રતિબિંબ તરીકે જોવામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ વિકસતા ચલણ અને વધતી માંગને સ્વીકારીનેહાયરએ ગ્રેફાઇટ સીરીઝ રજૂ કરી છે, જે આધુનિક ભારતીય ઘરોના સૌંદર્ય શાસ્ત્રને ઉન્નત કરતી નવીન સુવિધાઓ અને પ્રીમિયમ ડિઝાઇનનું સંપૂર્ણ સંયોજન છે. ગ્રેફાઇટ શ્રેણીમાં WIFI સક્ષમ સ્માર્ટ રેફ્રિજરેટર્સનો પણ સમાવેશ થાય છે, જેને તમે ગમે ત્યાંથી કનેક્ટ અને નિયંત્રિત કરી શકો છો

પાવરફુલ ઠંડક

રેફ્રિજરેટર્સની નવી રેન્જમાં ટર્બો આઈસિંગ ફીચર છે, જે તમામ મોડલ્સ પર ઉપલબ્ધ છે, જે ઝડપથી ઠંડક અને ફ્રીજીંગ પૂરુંપાડે છેઅને બદલામાં ખોરાક, શાકભાજી અને ફળોની તાજગી અને સ્વાદને સાચવીને સમય બચાવે છે. વધુમાંબોટમ-માઉન્ટિંગ મૉડલ્સ 1-કલાકની આઈસિંગ સુવિધાથી સજ્જ છે, જે વધારાની સગવડતા માટે ઝડપી ફ્રીઝિંગની ખાતરી આપે છે અને પરિવારોને ઝડપથી ઠંડાં પીણાં અને ફ્રોઝન વસ્તુઓનો આનંદ માણવાની અનુમતિઆપે છે.

ટ્રિપલ ઇન્વર્ટર અને ડ્યુઅલ ફેન ટેક્નોલોજી

હાયરની અદ્યતન ટ્રિપલ ઇન્વર્ટર ટેક્નોલોજી વધુ ઉર્જા બચત અને અવાજ ઘટાડે છે. નવીન ડ્યુઅલ ફેન ટેકનોલોજી રેફ્રિજરેટરમાં વિવિધ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા અને તેમના મૂળ સ્વાદ, ગંધ અને ટેક્સચરને જાળવી રાખવા માટે મલ્ટીપલ હવાના પ્રવાહને મંજૂરી આપે છે. રેફ્રિજરેટર્સની નવી સીરીઝમાં સ્માર્ટ ડિસ્પ્લે છે જે ઓપરેટ કરવામાં અને તાપમાન અને મોડ્સને બદલવા માટે સરળ છે. વધુમાં ‘કનેક્ટ હોમ ઇન્વર્ટર’ સુવિધા સતત ઠંડકને સુનિશ્ચિત કરવા માટે પાવર કટ દરમિયાન આપમેળે હોમ ઇન્વર્ટર સાથે કનેક્ટ થાય છે.

સ્ટેબિલાઇઝર ફ્રી ઓપરેશન

નવી લૉન્ચ કરાયેલી સીરીઝમાં સ્ટેબિલાઇઝર-ફ્રી ઑપરેશન છે, જે ખાતરી કરે છે કે ઉપકરણો વોલ્ટેજની વધઘટ સામે સ્થિતિસ્થાપક રહે છે. આ સુવિધા કોમ્પ્રેસરને સુરક્ષિત કરે છે, ટકાઉપણું અને વિશ્વસનીયતા વધારે છે. ગ્રાહકો વીજળી વધવાની ચિંતા કર્યા વિના અથવા બાહ્ય સ્ટેબિલાઇઝરની જરૂર વગર સતત ઠંડકનો આનંદ માણી શકે છે. આ સુવિધા ટોપ માઉન્ટિંગ અને બિગ ટોપ માઉન્ટિંગ મોડલ્સ બંનેમાં ઉપલબ્ધ છે.

ડીઓ ફ્રેશ ટેકનોલોજી

વધુમાંહાયરરેફ્રિજરેટર્સ ડીઓ ફ્રેશ ટેકનોલોજીથી સજ્જ છે, જે ગ્રાહકોને 360° ઠંડક આપે છે, ગંધ અને અશુદ્ધિઓને શોષી લે છે અને 21 દિવસ સુધી તાજગી જાળવી શકે છે. તે શાકભાજીને સ્વચ્છ અને લીલી રાખે છેઅને ફળોને અન્ય વસ્તુઓની સાથે ઠંડા રાખે છે.

  • The Graphite series will be available across both offline and online retail channels at a starting price of INR 24,690
  • The side-by-side range will be available at a starting price of INR 1,13,990
  • Haier India is offering a 2-year product warranty and a 10-year compressor warranty on all models, ensuring long-term reliability and customer satisfaction.

કિંમત, ઉપલબ્ધતા અને વોરંટી

  • ગ્રેફાઈટ રેન્જ 24,690 રૂપિયાની પ્રારંભિક કિંમત પર ઓફલાઈન અને ઓનલાઈન રીટેલ બંને ચેનલો પર ઉપલબ્ધ થશે
  • સાઇડ-બાય-સાઇડ રેન્જ 1,13,990રૂપિયાની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ થશે
  • હાયર ઇન્ડિયાતમામ મોડલ્સ પર 2-વર્ષની પ્રોડક્ટ વોરંટી અને 10-વર્ષની કોમ્પ્રેસર વોરંટી ઓફર કરે છે, જે લાંબા ગાળાની વિશ્વસનીયતા અને ગ્રાહક સંતોષને સુનિશ્ચિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here