LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ
ગુજરાત, અમદાવાદ ૧૬ એપ્રિલ ૨૦૨૫: તાજેતરમાં (12-13 April) Turning Point Community દ્વારા શહેરની નામાંકિત LJ University ખાતે અત્યાર સુધીના સૌથી મોટી મેગા યૂથ પાર્લામેન્ટ (Model Youth Parliament) નું આયોજન કરાયું.
આ આયોજનમાં અમદાવાદની 25 થી વધારે શાળાઓના યુવા વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ.
જેના સફળ આયોજનમાં Secretary-General તરીકે pdeu યુનિવર્સિટિના હ્યુયુમાનીટીસના વિદ્યાર્થી શાશ્વત પડ્યા એ જણાવેલ કે આજની યુવા પેઢીને કૂટનીતિ(Diplomacy) તથા રીલેશનશીપ મેનેજમેંટ જેવા કૌશલ્યો કેળવવાની તાતી જરુરીયાત છે. જે માટે શિક્ષકો એ તથા વાલીઓએ પણ સંતાનોને પ્રેરણા આપવી જોઈએ.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે કર્ણાવતી યુનિવર્સિટિના વિદ્યાર્થી આદિત્ય ભટ્ટ એ ફરજ બજાવેલ.
યુથ પાર્લામેન્ટમાં વિવિધ ટોપિક્સ પર વાદ-વિવાદ, સ્પીચ અને નિર્ણય લેનાર પ્રક્રિયાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના દૃષ્ટિકોણ રજૂ કર્યા, અને સંસદીય વ્યવસ્થાનું અનુભવો મેળવ્યો. આવાં માધ્યમોથી યુવાનોમાં નેતૃત્વ ગુણો વિકસાવવા અને સમાજ પ્રત્યે વધુ જવાબદારીનો ભાવ જગાડવાનો પ્રયાસ કર્યો છે.
આ કાર્યક્રમ શિક્ષણ જગત અને યુવા વિકાસ માટે એક મીલનો પથ્થર સાબિત થયો છે.