ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો જાહેર કર્યા, ચોખ્ખો નફો 4,500% વધ્યો

0
8
  • નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન, કંપનીએ અસાધારણ કામગીરી દર્શાવી હતી. કંપનીની આવક 36.96 લાખથી વધીને રૂ. 1,480.86 લાખ થઈ હતી, જે 2,007% વધારો તેમજ ચોખ્ખો નફો રૂ. 4.48 લાખથી વધીને રૂ. 94.40 લાખ થયો હતો, જે 3,906% વધારો દર્શાવે છે.
  • કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 ના અંતે નવ મહિનાનો ચોખ્ખો નફો રૂ. 94.40 લાખ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2023-24 ના ચોખ્ખા નફા કરતા 11 ગણો વધારે છે.
  • કંપનીએ ડિસેમ્બર-2024 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં ઉલ્લેખનીય 4,500% નો વધારો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 0.46 લાખની સરખામણીમાં રૂ. 21.16 લાખ સુધી પહોંચ્યો હતો.
  • ડિસેમ્બર-2024 ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં પણ નોંધનીય વૃદ્ધિ જોવા મળી હતી, જે 1,360% વધીને રૂ. 315.23 લાખ થઈ, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 21.59 લાખ હતી.

    વડોદરા ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫: BSE-લિસ્ટેડ, ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) લિમિટેડ (BSE: 524238) દેશમાં કૃષિ ઉત્પાદોના ક્ષેત્રમાં જાણીતી અગ્રણી કંપની છે. આ કંપનીએ 2024-ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના ચોખ્ખા નફામાં 4500% નો નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.

આ કંપની જથ્થાબંધ શાકભાજી અને ફળોના વેપારમાં વિશેષજ્ઞતા ધરાવે છે. તે ખેડૂતો પાસેથી સીધી તાજી પેદાશો મેળવે છે અને ગુણવત્તા, તાજગી અને ખામીરહિત સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરીને તેને દુકાનદારો સુધી પહોંચાડે છે.
ડિસેમ્બર-2024 ત્રિમાસિક ગાળામાં ગુજરાત ઇન્જેક્ટ (કેરલ)નો ચોખ્ખો નફો રૂ. 21.16 લાખ હતો, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 0.46 લાખના નફા કરતાં 45 ગણો વધારે છે. આ ઉપરાંત, ડિસેમ્બર-2024 ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. 315.23 લાખ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 21.59 લાખ હતી, જે 1,360% ની વૃદ્ધિ દર્શાવે છે.

ડિસેમ્બર-2024 માં પૂરા થયેલા નવ મહિના માટે, ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) ની આવક રૂ. 1,480.86 લાખ હતી. જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 36.96 લાખ રહી હતી, જે 3,906% ની વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે જ, આ નવ મહિનાના સમયગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 94.40 લાખ હતો, જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 4.48 લાખના ચોખ્ખા નફા કરતા 2,007% વધુ છે.

ગુજરાત ઇન્જેક્ટ (કેરલ) ના શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે અને શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેનો બંધ ભાવ રૂ. 27.13 હતો. છેલ્લા 52 અઠવાડિયામાં શેર રૂ. 28 ની ઊંચી અને રૂ. 8.74 ની નીચી સપાટીએ જોવા મળ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 38.04 કરોડ છે. પાછલા વર્ષોમાં ખાસ નોંધનીય પ્રવૃત્તિના અભાવ પછી, કંપનીએ છેલ્લા બે વર્ષ દરમિયાન, તેની કામગીરીમાં શાનદાર સુધારો દર્શાવ્યો છે.

કંપનીની સુધારેલ કામગીરી તેના શેરના ભાવમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેમાં ગયા મહિનામાં 35% વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ટ્રેડિંગ વોલ્યુમમાં પણ વધારો થયો છે, જે શેરમાં સકારાત્મક ગતિનો સંકેત આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here