ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા અમદાવાદમાં 100 ટકા ઈ-કેન્દ્રિત ધિરાણ મંચ “evfin” રજૂ

0
26

અમદાવાદ, June 12, 2024: નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (એનબીએફસી) ગ્રીવ્ઝ ફાઈનાન્સ લિ. દ્વારા તેનું પથદર્શક મંચ “evfin” અમદાવાદમાં રજૂ કરાયું. “evfin” ભારતનું પ્રથમ કન્ઝ્યુમર ફાઈનાન્સ ધિરાણ મંચ છે, જે ઈલેક્ટ્રિક મોબિલિટી અને અન્ય સક્ષમ સમાધાન પ્રત્યે સમર્પિત છે અને તેને આધુનિક ડિજિટલ સ્યુટ અને નાવીન્યપૂર્ણ અસ્કયામત વ્યવસ્થાપન સમાધાનનો ટેકો છે.

ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાનું પ્રમાણ વધી રહ્યા છે ત્યારે તે તરફ ઝડપથી પરિવર્તિત કરવા માટે ગ્રાહકો માટે ઈવી ઉપયોગના સંપૂર્ણ જીવનચક્રના પ્રવાસને પહોંચી વળવાનું મહત્ત્વપૂર્ણ છે. “evfin” નાવીન્યપૂર્ણ અનુભવોની અભૂતપૂર્વ શ્રેણી ઓફર કરે છે, જે પહોંચક્ષમ અને ખર્ચ કિફાયતી ફાઈનાન્સિંગ વિકલ્પો પૂરા પાડે છે. ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રત્યે પરિવર્તિત થવાનું ઝડપી બનાવવા માટે અમદાવાદ આ પરિવર્તનકારી નાણાકીય પહેલ અપનાવવા આગળ રહેલાં શહેરોના ક્રમમાં જોડાયું છે.

અગાઉ આ વર્ષે “evfin” દ્વારા બારતમાં અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકમાંથી એક એથર એનર્જી સાથે ભાગીદારીની ઘોષમા કરાઈ હતી. ઉપરાંત “evfin”ની ઓફરો ગ્રીવ્ઝના એમ્પિયર, હીરો મોટર કોર્પની વિડા, ઓલા ઈલેક્ટ્રિક, બજાજ ચેતક અને ટીવીએસ આઈક્યુબ જેવી તમારા શહેરમાં સર્વ અગ્રણી ઈવી 2-વ્હીલર ઓઈએમ ડીલરશિપમાં પણ ઉપલબ્ધ છે.

“evfin” ગ્રાહકોને તેમની વ્યક્તિગત જરૂરતો અને અગ્રતાઓને પહોંચી વળવા માટે કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિંગ સમાધાનની વૈવિધ્યપૂર્ણ શ્રેણીને ખાસ પહોંચ આપે છે અને તેનું લક્ષ્ય સંભવિત ઈવી માલિકો માટે સુવિધા અને અપીલ વધારીને ઈલેક્ટ્રિક વેહિકલના માલિકી અનુભવમાં ક્રાંતિ લાવવાનું છે.

“evfin”ના ગ્રાહકોને ખાસ તૈયાર કરાયેલી ફાઈનાન્સિંગ યોજનાઓના વિશેષાધિકાર મળશે, જે દરેક બાયબેક અને અપગ્રેડ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વિવિધ શ્રેણીની જરૂરતો અને અગ્રતાઓને સમાવવા માટે વિચારપૂર્વક તૈયાર કરાઈ છે.

“evfin” પાસે ઓછામાં ઓછા વ્યાજ દરોની અપેક્ષા રાખનારા માટે zip.fin, ઈકો-ફ્રેન્ડ્લિનેસ અને એફોર્ડેબિલિટીની કદર કરનારા માટે eco.fin, ખાતરીદાયક બાયબેક વિકલ્પો સાથે ટેક-સાવી વહેલી અપનાવનારા માટે smart.fin, ઓછા ઈએમઆઈ જોતા રોજના પ્રવાસીઓ માટે ride.fin અને બાંયધરી ચાહનારા માટે protect.fin જેવા વિકલ્પો છે. આ પસંદગીઓને કારણે ગ્રાહકો તેમનાં નાણાકીય લક્ષ્યો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધતાં અને મનની સંપૂર્ણ શાંતિ સાથે ઉત્તમ રીતે સુમેળ સાધવા માટે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.

evfin તેની ઈનોવેટિવ અભિગમ અને ઈલેક્ટ્રિક વાહનની ખરીદીનો વિચાર કરે ત્યારે ગ્રાહકોને થતી મૂંઝવણને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલી અજોડ વિશિષ્ટતાઓ અને સેવાઓ થકી પારંપરિક ઈવી ફાઈનાન્સિંગ વિકલ્પથી અનોખી તરી આવે છે. આ મૂંઝવણ દૂર કરવા evfin વ્યક્તિગતની જરૂરતો અને સંજોગોને આધારે ગ્રાહકલક્ષી ભલામણો પૂરી પાડવા માટે આસિસ્ટેડ બાઈંગ ઓફર માટે પ્રસ્તાવ રાખે છે.

ગ્રાહકો ઈવી ખરીદી માહિતગાર પસંદગી કરે છે. રક્ષણ યોજનામાં વિસ્તારિત વોરન્ટી, લોક્ડ-ઈન રિસેલ કિંમતોનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને તેમની ઈવી તેનું મૂલ્ય જાળવી રાખશે એવો વિશ્વાસ આપે છે. evfin અને એથર એનર્જી વચ્ચે ભાગીદારી ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાનું વધારવાની તેમની કટિબદ્ધતાનો દાખલો છે. દેશ હરિત અને વધુ સક્ષમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ જોડાણ ઈવી માલિકીનો માર્ગ મોકળો કરશે અને હરિત પર્યાવરણમાં યોગદાન આપશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here