ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

0
25

ગ્રીવ્ઝ કોટન લિમિટેડનો ઈ-મોબિલિટી વેપાર ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી (જીઈએમપીએલ) દ્વારા તેની એમ્પિયર રેન્જ (નેક્સસ, મેગ્નસ, ઝીલ, પ્રાઈમસ) માટે ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) પાસેથી ઈએમપીએસ ઈન્સેન્ટિવ મંજૂરી પ્રાપ્ત થયા પછી ભારતભરમાં તેની વૃદ્ધિની ગતિ વધારી દીધી છે. આ વિસ્તરણને ટેકો આપવા માટે એમ્પિયર રાષ્ટ્રભરમાં ડીલર ભાગીદારોને તેના નેટવર્કમાં જોડાવા અને ઈલેક્ટ્રિક મોબિલિટીની વધતી માગણી પહોંચી વળવા માટે આમંત્રિત કરે છે.

400 મોજૂદ ડીલરશિપ સાથે એમ્પિયર હર ગલી ઈલેક્ટ્રિકના ધ્યેયને હાંસલ કરવા તેની હાજરી વિસ્તારવા માટે કેન્દ્રિત છે. ડીલરોને એમ્પિયરના અનુભવ પ્રેરિત રિટેઈલ મોડેલ અને વ્યાપક ટેકામાંથી લાભ થશે. 3,00,000થી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે એમ્પિયર બ્રાન્ડે વિશ્વાસ નિર્માણ કર્યો છે અને તેનું લોકપ્રિય મેગ્નસ સ્કૂટર હવે રૂ. 84,900ની ઘટતી કિંમતે ઉપલબ્ધ હોઈ ઉત્તમ મૂલ્ય પરિમાણ પ્રદાન કરે છે.

આ વિસ્તરણ ઝુંબેશ નવી રજૂઆત સહિત ઈલેક્ટ્રિક સ્કૂટરોની એમ્પિયરની નાવીન્યપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરવાની તક ડીલરોને પૂરી પાડીને ગ્રાહકોનો અનુભવ બહેતર બનાવવા કેન્દ્રિત છે.

 

એમ્પિયર નેટવર્કમાં જોડાનારા એમ્પિયર નેક્સસ ડીલરોને નિમ્નલિખિત પ્રાપ્ત થશેઃ

  • આસાન ડીલરશિપ અનુભવ માટે વ્યાપક તાલીમ અને ટેકો.
  • ઈવી બજારને અનુકૂળ સિદ્ધ વેપાર મોડેલ.
  • કિફાયતી, વિશ્વસનીય ઈલેક્ટ્રિક વાહનો સાથે ભારતના હરિત પરિવર્તનમાં યોગદાન આપવાની તક.

ઈચ્છુક ભાગીદારો પૂછપરછ માટે સંપર્ક કરેઃ 080-45560700 અથવા ઈમેઈલ કરેઃ marketing@greaveselectricmobility.com.

LinkedIn: https://www.linkedin.com/posts/greaves-electric-mobility_emps-hargullyelectric-ampere-activity-7241362915931398144-UNDX/?utm_source=share&utm_medium=member_desktop

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here