ગુજરાત, આણંદ ૦૨ મે ૨૦૨૫: અમે વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડેસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદ્ઘાટનની ધોષણા કરતા ખૂબ આનંદ થાય છે. આ સ્ટોરનું ઉદ્ધાટન 2 મેના રોજ ગુજરાતના આણંદમાં આવેલા આકાર સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે.
હોમ એન્ડ મોર આધુનિક ભારતીય પરિવારો માટે એક વ્યાપક વન-સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલ ઉચ્ચ-ગુણવત્તાવાળા ફર્નિચર અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ શોધી રહ્યા છે. આ સ્ટોરમાં સ્ટાઇલિશ લિવિંગ કોન્સેપ્ટ્સની વિશાળ રેન્જ છે, જેમાં મોડ્યુલર ફર્નિચર, સ્ટેટમેન્ટ ડેકોર પીસ અને ફંક્શનલ હોમ એસેસરીઝનો સમાવેશ થાય છે, જે બદલાતી શહેરી જીવનશૈલીને અનુરૂપ છે.
આ પ્રસંગે ઇન્ડી રિટેલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સ્વાતિએ કહ્યું કે, “આણંદમાં હોમ એન્ડ મોરના લોન્ચ સાથે અમે પરિવારોને તેમની આકાંક્ષાઓને ખરેખર પ્રતિબિંબિત કરતા ઘરો બનાવવા માટે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વિસ્તૃત કરી રહ્યા છીએ. આ શરૂઆત ઉદ્યોગ કુશળતા, આધુનિક માળખાગત સુવિધાઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓની ઊંડી સમજ દ્વારા સમર્થિત પ્રીમિયમ રિટેલ અનુભવો પ્રદાન કરવાના અમારા વ્યાપક વિઝન સાથે સુસંગત છે.”
ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઇન્ડી રિટેલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હોમ એન્ડ મોર માટે મહત્વાકાંક્ષી વિકાસની કલ્પના કરી છે, જેમાં આગામી બે વર્ષમાં ભારતના મુખ્ય શહેરોમાં વિવિધ સ્ટોર્સ ઓપન કરવાની યોજના છે. આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય સ્ટાઇલિશ, હાઇ ક્વોલિટી અને સ્થાનીય રૂપથી તૈયાર કરવામાં આવેલા હોમ સોલ્યુશનને દેશભરના ઘરો સુધી પહોંચાડવાનો છે, જે “વોકલ ફોર લોકલ” પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરનું ઉદઘાટન શ્રી મિતેશભાઈ પટેલ (સંસદ સભ્ય, આણંદ) અને શ્રી યોગેશભાઈ પટેલ (વિધાનસભા સભ્ય, આણંદ) દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં આણંદના વ્યાપારી અને કલ્ચરલ કોમ્યુનિટીના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમે આણંદ અને પડોશી શહેરોના લોકોને હોમ એન્ડ મોરનો અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. કેમ કે, અમે ગર્વથી ઇન્ડિયન ક્રાફ્ટમેનશિપ અને ઇનોવેશનની ઉજવણી કરીએ છીએ. વિશેષ ઉદ્ઘાટન ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ઑફર્સ અમારા પ્રથમ ગ્રાહકોની રાહ જોઈ રહ્યું છે!
ચાલો, ભારતની સાથે મળીને ગર્વથી અને જુસ્સાની સાથે ખૂબસૂરત ઘર બનાવીએ.