ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

0
31

ગુજરાત 05 જુલાઈ 2024: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં લેટેસ્ટ અપડેટ સાથે ડિજિટલ જર્નાલીઝમ સુધીના વિષયને આવરી લેવામાં આવશે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોર્સ શરૂ કરી રહી છે. આ કોર્સ એક વર્ષ( બે સેમેસ્ટર)ના છે.

વ્યવસાયે પત્રકાર હોય પણ તેણે જર્નાલીઝમ નથી કરેલું તેવા પત્રકારો માટે આ કોર્સ કરવા માટેની સુવર્ણ તક છે. તેમજ કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ હોય તે આ કોર્સ કરી શકે છે. હાલના ડિજિટલ યુગમાં જર્નાલીઝમે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આથી આ કોર્સમાં લેટેસ્ટ અપડેટ સાથેનું શિક્ષણ આપવાનોઅમારો ધ્યેય છે.

આ અંગે વધુ માહિતી આપતાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પ્રોવોસ્ટ ડૉ. સુનિલ જોશીએ કહ્યું હતું કે આપ પત્રકારત્વમાં કારર્કિદી બનાવવા ઈચ્છો છો તો આપ આ કોર્સમાં જોડાઈ શકો છો. બીજુ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, એન્કર અને ટેકનિકલ પર્સનના લેકચર પણ રહેશે. જેથી આપ પત્રકારત્વમાં વધુ જાણકારી મેળવી શકશો. તેમજ પ્રેકટિકલ કરવા માટે અમો વર્કશોપનું આયોજન કરીશું. ટૂંકમાં આ કોર્સમાં આપ “એ ટુ ઝેડ” શીખવાની તક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here