તૈયાર થઈ જાવ Amazon.inના ‘ગેટ ફેસ્ટિવ રેડી સ્ટોર’ની આગામી ઉજવણી માટે

0
23
  • ગ્રોસરી, બેબી એન્ડ પર્સનલ કેર, પેટ કેર, અને ક્લિનિંગની વસ્તુઓ જેવી વિવિધ કેટેગરીમાં પ્રિ-ફેસ્ટિવ ચીજવસ્તુઓની વ્યાપક પસંદગીમાં શોધો, જેમાં બીજી ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સ મળશે વેલ્યુ પ્રાઈસ પર અને તે પણ ઝડપી અને આધારભૂત ડિલિવરીની સુગમતા સાથે
  • પિડિલાઈટ, કેડબરી, હિમાલયા, બે બોડીવાઈઝ અને તેના જેવી બીજી ઘણી ટોપ બ્રાન્ડ્સ પર ફેસ્ટિવ ઓફર

બેંગાલુરુ 16 સપ્ટેમ્બર 2024: ઉત્સવોની સિઝન હવે નજીકમાં જ છે, અને વાત જ્યારે આવે છે સ્વાદિષ્ટ વાનગીઓને જમવા અને વહેંચવાની તેમજ પ્રિયજનો સાથે આનંદની પળો વિતાવવાની. તમે ભવ્ય ફેમિલિ ગેધરિંગનું આયોજન કરી રહ્યા હોવ અથવા તો તમારા ઘરને ઉત્સવો-માટે તૈયાર કરી રહ્યા હોવ, તેવા સમયે એમેઝોનના ‘ગેટ ફેસ્ટિવ રેડી’ સ્ટોર તમને બધું જ વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તમારા ઘરની ઊંડાણપૂર્વકથી સાફસફાઈ કરવાની હોય કે પછી તમારા રસોડામાં મોઢામાં પાણી લાવી દેનારી મિઠાઈઓ, અને સ્વાદિષ્ટ વ્યંજનોનો ઢગલો કરવાનો હોય, પ્રિમિયમ-કેર બ્રાન્ડ્સ વડે તમારા પેટ્સની કાળજી રાખવાથી માંડીને તમારા તથા તમારા શિશુ માટે શ્રેષ્ઠતમ બેબી કેર પ્રોડક્ટ્સ ખરીદવાની હોય, બધા માટે એમેઝોન ઈન્ડિયા હાજર છે.

ઉત્સવોની ઉજવણીની શરૂઆત કરવા, એમેઝોનના ‘ગેટ ફેસ્ટિવ રેડી’ સ્ટોર, ને શોધો અને મેળવો 60% સુધીની છૂટ ફેસ્ટિવ ક્લિનિંગની વસ્તુઓ પર, રૂ. 150 સુધીની કેશબેક, પહેલા ઓર્ડર પર મફત ડિલિવરી અને સબસ્ક્રીપ્શન, કૂપનો અને બીજા ઘણા પર 10% વધારાની છૂટ. તમે પિડિલાઈટ, કેડબરી, હિમાલયા, બે બોડીવાઈઝ અને તેના જેવી બીજી ઘણી પ્રિમિયમ બ્રાન્ડ્સની વ્યાપક પસંદગીમાં આ ઓફર્સને માણી શકો છો, જેની શરૂઆત થાય છે 13મી સપ્ટેમ્બર 2024થી અને તેમાં માણો ઝડપી અને આધારભૂત ડિલિવરી, તમારી બધી જ ફેવરિટ ફેસ્ટિવ એસેન્શિયલ્સ પર. એક જ સ્થળે તમારી જરૂરની બધી જ વસ્તુઓ હોય તો તેનો મતલબ એ થયો કે હવે તમે આરામ કરીને છેલ્લી ઘડીની દોડાદોડ વિના ઉત્સવોનો આનંદ માણી શકો છો. તમને શરૂઆત કરવામાં મદદરૂપ થવા, અમે ફરજિયાત-હોવી જોઈએ તેવી આવશ્યક ચીજોને સાથે ગોઠવી છે જેથી તમારી ઉત્સવોની અનુભૂતિને ઉન્નત બનાવી શકાય.

તો, પછી રાહ શેની જુઓ છો? જાવ સીધા ગેટ ફેસ્ટિવ રેડીસ્ટોરમાં અને ઉમેરો ફેસ્ટિવ-ફેવરિટ પિક્સને તમારા કાર્ટમાં.

આ ઉત્સવોની સિઝનમાં તમારા ઘરને ચકચકાટ બનાવવા ક્લિનિંગ એસેન્શિયલ્સ

  • પિડિલાઈટ ડી-ક્લોગ ડ્રેઈન ક્લિનર પાઉડર: ડી-ક્લોગ એ સંભવિત ડ્રેઈન અને સિન્ક ક્લિનર છે જે સહેલાઈથી વોશબેઝિન, સિંક, બાથરૂમ, અને પાઈપ્સમાં રહેલા બ્લોકેજને 30 મિનિટમાં જ દૂર કરી દે છે. તે અસરકારક રીતે ચિકાશવાળા ખોરાક, વાળ અને તેલને દૂર કરે છે અને તીવ્ર દુર્ગંધને દૂર કરવાની સાથે બધા ગઠ્ઠા દૂર કરે છે. તદુપરાંત, ડી-ક્લોગ બેક્ટેરિયા, કીટાણુ અને જીવાતને પણ નાબૂદ કરીને હાઈજીનિક અને તાજી ડ્રેઈન સિસ્ટમ સુનિશ્ચિત કરે છે.
  • લાઈઝોલ કિચન ક્લિનર સ્પ્રે: લાઈઝોલ કિચન પાવર ક્લિનરનો ઉપયોગ કરીને તમારા પરિવારનું રક્ષણ કરો ખોરાકજન્ય રોગોથી, જે કઠણ ગ્રીસનો સામનો કરે અને તરોતાજા કરનારી સુગંધ ફેલાવવાની સાથે દુર્ગંધ દૂર કરીને 9% કીટાણુઓને મારે છે. કાઉન્ટરટોપ્સ, સિંક, સ્ટોવટોપ્સ, કેબિનેટ અને એપ્લાયન્સ એક્સટિરિયર્સ માટે સર્વોત્તમ.
  • સર્ફ એક્સેલ વોશિંગ ડિસ્કેલર ડ્રમ: સર્ફ એક્સેલ વોશિંગ મશીન ડ્રમ ક્લિનિંગ ટેબ્લેટ્સ, જે ફ્રન્ટ અને ટોપ લોડિંગ મશીન માટે અનુકૂળ છે, જે ચૂનાના ગઠ્ઠાને ઓગાળે અને સાફ કરે અદ્યતન નેનો બ્લૂમ ટેકનોલોજી વડે. તાજગીપૂર્ણ લેમન ફ્રેગરન્સ સાથે, આ ટેબ્લેટ બેક્ટેરિયા દૂર કરીને મશીનની કામગીરી સુધારે, જેથી ઓછી મહેનતે સ્વચ્છ ડ્રમ સુનિશ્ચિત કરી શકાય.

મિઠાઈઓ અને નાસ્તા ઉત્સવની મજા માણવા

  • સ્નેકીબલ હેલ્ધી હેબિટ્સ રિઝોલ્યુશન બોક્ષ: તમારા તંદુરસ્તીના સંકલ્પોને સાચા કરવા અઘરા હોય છે, ખાસકરીને તહેવારોની સિઝનમાં, પણ સ્નેકીબલ અહીં તમને મદદ કરશે! સ્નેકિબલ હેલ્ધી હેબિટ્સ રિઝોલ્યુશન બોક્ષ કોઈને ગિફ્ટ આપવા તેમજ તહેવારોમાં કટક-બટક કરવા માટેનો સર્વોત્તમ નાસ્તો છે, જેનાથી તમારી તંદુરસ્તી સાથે કોઈ સમાધાન નથી થતું. તેને અત્યારે જ મેળવો in પર
  • હલ્દીરામ નાગપુર કાજુ કતલી: હલ્દીરામ નાગપુર કાજુ કતલીનો સ્વાદ ઉત્સવોના આરંભની શ્રેષ્ઠ રીત છે. તમે તેને મિત્રો અને પરિવારને ગિફ્ટ કરી શકો છો, અથવા તો મિઠાશ સાથે ઉત્સવોને આવકારો, અને તેની ઉજવણીને યાદગાર બનાવો.
  • કેડબરી ડેરી મિલ્ક ચોકોલેટ હોમ ટ્રીટ્સ: કેડબરી ડેરી મિલ્ક સિલ્ક ચોકોલેટની રીચનેસ અને ક્રીમીનેસનું બીજું નામ છે. સ્વાદથી ભરપૂર અને ક્રીમી ઉજવણીમાં તરબોળ થઈ જાવ. આ મિલ્ક ચોકોલેટ બાર તમે એકલા હોવ અથવા તો તમામ ઉજવણીઓ માટે કોઈને ચોકોલેટ ગિફ્ટ પેક આપવાનું હોય તેમાં સર્વોત્તમ મિઠાઈ છે. તમારા તહેવારોની શરૂઆત કરો કેડબરી વડે, અને તેને મેળવો in પર

તમારા રૂંવાટીવાળા મિત્રોને તહેવારો માટે તૈયાર કરવા પેટ કેર

  • બુરાક પેટ ડોગ ટક્સીડો બન્ડાના: આ તહેવારોની મૌસમ શરૂ થઈ રહી છે ત્યારે, તમારા પેટ્સને આ ફોર્મલ ડોગ કોસ્ચ્યુમ વડે સજાવીને તમારા તહેવારના વસ્ત્રો સાથે મેચ કરો. આ ઉત્સવોની સિઝનને તમારા રૂંવાટીવાળા મિત્રો સાથે યાદગાર બનાવો, ફક્ત બુરાક પેટ ડોગ ટક્સીડો બન્ડાના સાથે.
  • ડોગ્સ અને કેટ્સ માટે હિમાલયા વેલનેસ કંપની એરિના એપ શેમ્પૂ: હિમાલયા એરિના-એપ શેમ્પૂ એ એક્ટોપેરાસાઈટ રિપેલન્ટ શેમ્પૂ છે જેને ખાસ પેટ્સ માટે બનાવાયું છે જે લીખો, ખોડો અને જૂને દૂર કરે છે. લેમનગ્રાસની મહેક ધરાવતું આ શેમ્પૂ પેટ્સના શરીર પરની દુર્ગંધને દૂર કરીને તેને તરોતાજા અને સ્વચ્છ રાખે છે.
  • ડિપેટ્સ સેલ્ફ ક્લિનિંગ સ્લિકર બ્રશ: તમારા પેટ્સ પણ ફેસ્ટિવ મેકઓવરને હકદાર છે! ડિપેટ્સ સેલ્ફ ક્લિનિંગ બ્રશ અસરકારક રીતે તમારા રૂંવાટીદાર મિત્રોને તૈયાર કરે છે અને તેમની રૂંવાટીને ગૂંચ-મુક્ત રાખે છે, જેથી તેમને આ ઉત્સવોની સિઝનમાં તમામ ઉજવણી માટે ચમક મળે.

પર્સનલ એન્ડ બેબી કેર પિક્સ ઉત્સવોની તૈયારી માટે

  • ટેડીબાર બેબી બાથિંગ બાર: ટેડીબાર બેબી બાથિંગ બાર ત્વચાના pHને રક્ષણ આપે અને ચકામા તથા સૂર્યપ્રકાશમાં ચામડી સુકાઈ જવા જેવી સમસ્યા સામે ત્વચાનું રક્ષણ કરે છે. મુલાયમ સ્વચ્છતા માટે આ પરફેક્ટ પ્રોડક્ટ છે, જેથી તમારું શિશુ રહે સ્વચ્છ અને તરોતાજા, અને તૈયાર થઈ જાય તમામ ઉત્સવોની ઉજવણી માટે એક તંદુરસ્ત અને મુલાયમ ત્વચા સાથે.
  • વેલબિયમ બોનાટોના પ્રોબાયોટિક ગમીસ અસરકારક પાચન માટે: વેલબિયમ બોનાટોના પ્રોબાયોટિક ગમીસ તમારા તથા તમારા શિશુના પેટના આરોગ્યને સારું રાખવા માટે ઉત્તમ ભાગીદાર છે, માટે તમે બંને પોતપોતાની ફેવરિટ વાનીઓને ભરપેટ જમીને કોઈ પણ મુશ્કેલી કે તકલીફ વિના તેને પચાવી શકો. આ યમ્મી ગમીસ તમારા પેટની એકંદર તંદુરસ્તીને જાળવી રાખે છે અને પેટને ખુશ અને ઠંડુ રાખે છે.
  • બી બોડીવાઈઝ બાયોટિન હેર ગમીસ: આ હેર ગમીસ વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈ જેવા હેર મલ્ટિવિટામીન્સ ધરાવે છે જે તમારા વાળને ફ્રી-રેડિકલ હાનિથી બચાવે છે, જે ઉત્સવોના તમામ મેકઓવરને લીધે આવતા હોય છે. માટે તમારા વાળને તમામ ઉત્સવોની ઉજવણીમાં રાખો ચમકદાર અને શ્રેષ્ઠ, બી બોડીવાઈઝ હેર ગમીસની સાથે.
  • કપિવા ડાયા ફ્રી જ્યુસ: હવે શા માટે ઉત્સવોમાં ભોજનની ભરપૂર મજા ન માણવી? કપિવા ડાયા ફ્રી જ્યુસમાં છે 11 આયુર્વેદિક જડીબૂટ્ટીઓનું મિશ્રણ, જે બ્લડ સુગરના લેવલમાં અચાનક આવતા અનિયંત્રિત ઉછાળાનું સંચાલન કરે અને અપચા, ઓછી ઊર્જા તથા નબળી રોગપ્રતિકારકતા જેવી ડાયાબિટીસની સમસ્યાઓને દૂર કરે.

Amazon.in પર ‘ગેટ રેડી ફેસ્ટિવ સ્ટોર’ને શોધવા અહીં ક્લિક કરો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here