ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન”

0
13

અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, તે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાશે.

હાર્મની હોસ્પિટલ, નિકોલ અને માઉન્ટલિટેરાઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત, પ્રથમ પૂર્વ અમદાવાદ હાફ મેરેથોનમાં21 કિમી, 10 કિમી અને 5 કિમી શ્રેણીઓમાં 2,800થી વધુ હેલ્થ-કોન્સિયસ પાર્ટિસિપન્ટ્સએ નોંધણી કરાવી છે.પાર્ટિસિપન્ટ્સઓમાં કલાપ્રેમી અને વ્યાવસાયિક દોડવીરોનો સમાવેશ થાય છે.

હાર્મની હોસ્પિટલના ડૉ. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનનું આયોજન કરીને ખૂબ જ રોમાંચિત છીએ, જે ફક્ત દોડ જ નહીં, પરંતુ નાગરિકોને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય પડકારોનેરોકવા અને તેને મેનેજ કરવામાં ફિટનેસના મહત્વ વિશે શિક્ષિત અને પ્રેરિત કરવાનું પ્લેટફોર્મ છે.”

ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉ. શૈશવ સોનીએ જણાવ્યું હતું કે, “તેનો ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ જીવનશૈલીના વિકલ્પો બનાવવા અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપવાનો છે.”

ઉદ્યોગ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ.હસમુખ પટેલ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, નરોડાના ધારાસભ્ય ડૉ.પાયલકુકરાણી, ટ્રાફિક DCP (પૂર્વ ઝોન) સફીનહસન, CDHO ડૉ. શૈલેષપરમાર, AMA પ્રમુખ ડૉ. ધીરેન. મહેતા, AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અશ્વિનખરાડી, AHNAના પ્રમુખ ડૉ. ભરત ગઢવી અને નિકોલ અને નરોડાના મ્યુનિસિપલ કાઉન્સિલરો ઇવેન્ટના ફ્લેગઓફ અને ઇનામ વિતરણ સમારોહમાં હાજરી આપશે.

માઉન્ટ લિટરાઝી સ્કૂલના ચેરમેન ડો.પરેશ ગોહેલે જણાવ્યું હતું કે, “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન નાગરિકોમાં ફિટનેસ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.”

પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક્સના ડો.ઇશાન રુદાનીએ જણાવ્યું હતું કે, “અમે આ ઇવેન્ટ માટે લોકોના જબરદસ્ત પ્રતિસાદથી ખૂબ જ ખુશછીએ અને હેલ્થ કેરપ્રોફેશનલ્સ, ફિટનેસ ઉત્સાહીઓ અને વ્યાપક સમુદાયને ભાગ લેવા અને વધુ સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે તેમનો ટેકો આપવા આમંત્રણ આપીએ છીએ.”

રિધમ ગ્રુપના શ્રી પાર્થ પટેલે જણાવ્યું હતું કે, “પૂર્વ અમદાવાદના તંદુરસ્ત સમાજ માટે રવિવારે નિકોલ ખાતે ખોડલધામ મેદાનથી સવારે 5:00 કલાકે મેરેથોનનો પ્રારંભ થવાનો છે.”

આ ઇવેન્ટ હાર્મની હોસ્પિટલ અને માઉન્ટ લિટરા ઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી અને પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રિનેય ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા સંચાલિત હતી, જેને ટાઇટલ સ્પોન્સર તરીકે રિધમ ગ્રુપ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જેમાં કાકા પીવીસી, શ્રીધર ગ્રૂપ અને રિશવ ગ્રૂપ સહ-પ્રાયોજક તરીકે સામેલ હતા. આખી ઇવેન્ટનું સંચાલન આસ્થા માર્કેટિંગ દ્વારા કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here