ફર્ટિવિઝન 2024માં ફર્ટિલિટી કેરમાં ઇનોવેશન અને કુશળતાની રજૂઆત કરાશે

0
11

અમદાવાદ 03 ડિસેમ્બર 2024: ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી (આઇએફએસ) દ્વારા ગાંધીનગરમાં તેની 20મી વાર્ષિક કોન્ફરન્સ ફર્ટિવિઝન 2024નું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં નવા સંશોધનો, નીતિગત પહેલો અને વ્યવહારું રણનીતિ વિશે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ટેઇલરિંગ, ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન ઇન એઆરટી થીમ આધારિત કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને Dr.અભિજાત શેઠ, પ્રેસિડેન્ટ તથા ચેરમેન, NBE  ઉપસ્થિતિ રહેશે.

આ ત્રણ-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી અને આંતર રાષ્ટ્રીય નિષ્ણાંતો એકત્રિત થશે તથા તેઓ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી) અને ફર્ટિલિટી કેરમાં નવા યુગની શરૂઆત કરશે. વ્યક્તિગત જરૂરિયાતો મૂજબ ફર્ટિલિટી સારવાર તૈયાર કરવી, ઉભરતી ટેક્નોલોજી સાથે વર્તમાન પદ્ધતિઓમાં પરિવર્તન લાવવું તથા ભાવિ પેઢીઓ માટે રિપ્રોડક્ટિવ હેલ્થની જાળવણી કરવા જેવાં મત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

જાણીતા વિશેષજ્ઞો મૂલ્યવાન માહિતી રજૂ કરવાની સાથે ડેલિગેટ સાથે ચર્ચા કરશે. લેક્ચર્સ અને વર્કશોપ દ્વારા ઉત્તમ અનુભવની સાથે-સાથે તેમાં નવા સંશોધનો માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here