ફેન્ઝા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડીકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ- 2024 3જી જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

0
35
અમને જણાવતા આનંદ થાય છે કે,  લેબોરેટરી, એનાલિટીકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન એશિયા લેબેક્સ એ ૩  થી ૫ જુલાઈ સુધી ગાંધીનગરના  હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે શરૂ થશે. અમારા ગેસ્ટ ઓફ ઓનર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં એફડીસીએ ગુજરાતના કમિશનર ડૉ. એચ.જી કોશિયા, ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ ડૉ  મુકુલ જૈન,  આઈડીએમએ ઇન્ડિયના પ્રેસિડેન્ટ  ડો.  વિરાંચી શાહ, ઈન્ડિયા ફાર્માસ્યુટિકલ એલાયન્સના સિનિયર ટેકનિકલ એડવાઈઝર શ્રી  શિરીષ જી બેલાપુરે,  એમનીલ ફાર્માસ્યુટિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિતેન્દ્ર કુમાર જૈન ,  કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ, CRO ડો.  અરણી ચેટર્જી , બેંગ્લોરના રેસિપહામના  વાઇસ પ્રેસિડેન્ટ ડો.  રમેશ જગદીસન તેમજ કાશિવ બાયોસાયન્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઓમ નારાયણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા શો વિશે માહિતી આપતા એશિયા લેબેક્સના ડિરેક્ટર શ્રી જસપાલ સિંઘ કહ્યું કે, “લેબોટીકાની થીમ ‘એન્ગેજ, એનલાઈટન અને એમ્પાવર’ છે. લેબોટિકા સમિટમાં  રેગ્યુલેટરી, ક્વોલિટી કલ્ચર, પ્રીક્લિનિકલ અને ક્લિનિકલ રિસર્ચ,  ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સંશોધન, બાયોસિમિલર્સ અને પેપ્ટાઇડ વિશ્લેષણ, સંશોધન સંસ્થાઓ CRO’ માં નવા પડકારો નું પ્રદર્શન કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન  તેમની સૌથી વધુ અપડેટ કરેલી સંશોધન સિદ્ધિઓ રજૂ કરે છે અને ગુણવત્તા નિયંત્રણના નવીનતમ વલણો અને નવીનતાઓ પર વિશેષ ભાર મૂકશે અને સંબંધિત ક્ષેત્રના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે.

આ શોમાં ફોકસ એરિયા અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્યરૂપથી વિશ્લેષણાત્મક સાધન, ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી, બાયોટેકનોલોજી, લેબોરેટરી ટેક્નોલોજી, લાઈફ સાયન્સ,  પ્રયોગશાળા ઉપભોક્તા અને રસાયણો, લેબોરેટરી ફર્નિચર, મોલેક્યુલર અને ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ, નેનોટેકનોલોજી, પરીક્ષણ અને માપન, એજ્યુકેશન લેબ ઇન્સ્ટ્રુમેન્ટસનનો સમાવેશ થાય છે.

આ લેબોટિકા સમિટ એ ઇન્સ્પાયરીંગ સ્પીકર અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટને સાંભળવા અને મળવા તેમજ ઈન્ટ્રેક્ટ કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

ઇન્ડસ્ટ્રીમાં અમારી પેનલનો સમાવેશ થાય છે એ આ  મુજબ છે.

1) ઝાયડસ લાઇફસાયન્સમાંથી કૈલાશ અસતી

 2)   FDCA ગુજરાત તરફથી ડૉ મનોજ ગઢવી

 3)   એમ્નેલ ફાર્મા તરફથી ડૉ જીતેન્દ્ર કુમાર જૈન

 4)  IPC તરફથી ડૉ ગૌરવ પ્રતાપ સિંહ

 5)  પિરામલ ફાર્મામાંથી ડૉ સંદીપ આર. રાણા

 6) મક્કુર લેબોરેટરીઝમાંથી ડૉ સંદીપ દિવાકર*

 7) વીદા ક્લિનિકલ રિસર્ચમાંથી ડૉ વિકાસ ત્રિવેદી*

8)   ક્લિયાન્થા રિસર્ચમાંથી ડો ધર્મેશ દોમડિયા

 9)   ઝાયડસ લાઇફસાયન્સમાંથી કુમારી અંજલિ નારખેડે

 10).  કેડિલા ફાર્મમાંથી ડૉ અરણી ચેટર્જી

 11) લેમ્બડા થેરાપ્યુટિસમાંથી શ્રી  ચિરાગ પટેલ

 12)  શ્રી ધનંજય દ્વિવેદી

 13) ઓર્ટિવ q3 રિસર્ચમાંથી ડૉ આશિષ ગુપ્તા

 14)  કાશિવ બાયોસાયન્સમાંથી શ્રી ઓમ નારાયણ

 15)  ઝાયડસ લાઇફસાયન્સમાંથી ડૉ સુજાતા હલદર

હવે અમારા મોડરેટર

1)   યુનિકેમ લેબોરેટરીઝ- બદ્દી  તરફથી શ્રી મનોજ શર્મા

 2)  કાશિવ બાયોસાયન્સ અમદાવાદમાંથી ડૉ વૈભવ દુબે

 3)  એન્થમ બાયોસાયન્સ  બેંગલોરના ડૉ શ્રીનિવાસ સીકલ્લુ

ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ, CRO, કેમિકલ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચરમાં ગુજરાત ભારતમાં અગ્રેસર છે અને છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય હિસ્સાના 35% – 44% વચ્ચેનો હિસ્સો ધરાવે છે.  અમદાવાદ, બરોડા, સુરત, દહેજ, રાજકોટ, મહેસાણા, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ ગુજરાતના આ ખૂબ જ સમૃદ્ધ રાજ્યમાં એવા કેટલાક રત્નો છે જે અલગ દેખાય છે અને તકની આભા બનાવે છે.

તેમણે કહ્યું કે, ” આ તમામની સાથે સાથે પડોશી રાજ્યોને સામેલ કરનાર આ એક્ઝિબિશનની પહોંચ નિશ્ચિત રૂપથી વધુ હશે અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવશે”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here