ફેડરલ બેંક, ન્યૂઝ18 નટેવર્કની ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ દ્વારા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા, સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન માટે રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન

0
18

આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ‘#TimeNikaaleinScreenKarein’ કેમ્પેઈન દ્વારા કેન્સરના વહેલીતકે સ્ક્રીનિંગ પર પુનઃભાર મુકાયો

મુંબઈ 23 ઓક્ટોબર 2024: ફેડરલ બેંક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશન અને ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા નોલેજ પાર્ટનર તરીકે ટાટા ટ્રસ્ટના સહયોગથી ‘સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પ્રોગ્રામના બીજા તબક્કા હેઠળ કેન્સર જાગૃતિ વિશે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું હતું. તેમાં ચાવીરૂપ હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને ટોચના બ્યૂરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના વહેલીતકે નિદાન વિશે ચર્ચા કરી હતી.

ભારતમાં, કેન્સરના દર વર્ષે આશરે 15 લાખ કેસ આવે છે, જેના થકી યુએસ અને ચીન બાદ કેસની કુલ સર્વોચ્ચ સંખ્યાની દૃષ્ટિએ તે ત્રીજા સ્થાને આવે છે. ભારતમાં કેન્સરની વ્યાપક મહામારીને નિયંત્રિત કરવા, સંજીવનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભાગીદારી સાથે વિવિધ કાર્યો કરીને આ અસાધ્ય રોગ વિશે ચર્ચાને આમંત્રિત કરી છે, જે વિશ્વભરમાં મૃત્યુનું બીજું સર્વ સામાન્ય કારણ છે.

આ પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી તથા સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર પહેલની નેશનલ એમ્બેસેડર વિદ્યા બાલને જણાવ્યું હતું કે, “મોટાભાગના લોકોની જેમ કેન્સરે મને પણ હંમેશા ડરાવી છે. મારા અત્યંત નજીકના સ્વજનને બે વર્ષ પહેલાં કેન્સરનું નિદાન થયું તે પહેલાં મેં આ દિશા તરફ કદી જોવા ધાર્યું જ નહોતું. ત્યારબાદ મને સમજાયું કે તેનું વહેલીતકે નિદાન થયું હતું માટે જ તે સ્વજનને તાત્કાલિક સારવાર મળી શકી અને આ કારણે જ આજે તેમની તંદુરસ્તી સારી છે. કેન્સરને લગતો ડર જ એટલો બધો છે કે તે મોટાભાગે આપણને એ હકીકત તરફ જોવા સંબંધે એવા આંધળા બનાવી દે છે કે નિયમિત સ્ક્રીનિંગ અને આ કારણથી થતું વહેલીતકે નિદાન ઘણો તફાવત સર્જી શકે છે. માટે, નેટવર્ક 18 મારી પાસે આ કેમ્પેઈન લઈને આવ્યું ત્યારે મને લાગ્યું કે આ તો એવું કાંઈક છે કે જે મારે કરવું જોઈએ. ત્યારબાદ મેં મારા અવાજનો ઉપયોગ કરીને લોકોને નિયમિત સ્ક્રીનિંગ કરાવવા અને આ રીતે તેમના જીવનમાં પરિવર્તન આણવા પ્રેરિત કરવાનો નિર્ણય લીધો હતો.”

તેમણે ઉમેર્યું હતું કે: “કેન્સર સામેની લડત હકીકતમાં કરૂણા અને પ્રતિરોધની એક સફર છે, જ્યાં જાગૃતિનું દરેક કદમ અને સમર્થનની દરેક પહેલ આશાની મશાલરૂપ બને છે અને દર્દીઓ તથા તેમના પરિવારોને રાહત પહોંચાડે છે. સંજીવનીઃ યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સરની સાથે, આપણે કેન્સર સ્ક્રીનિંગ તથા વહેલીતકે નિદાન પરત્વે વધુ જાગૃતિ ફેલાવવા પરત્વેની આપણી સફરને ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવીએ છીએ.”

ફેડરલ બેંકના સીઈઓ, કેવીએસ મણિયને જણાવ્યું હતું કે, “સ્વસ્થ ભારત વિના કદી ભારત વિકસિત ન બની શકે. માટે, હેલ્થકેર એ ચોક્કસપણે એવું ક્ષેત્ર છે જ્યાં આપણા દેશે ખૂબ રોકાણ કરવાની જરૂર છે. આ માટે વધુને વધુ લોકો આગળ આવે તે જરૂરી છે, અને આમાં સામેલ થવાનો ફેડરલ બેંકને ખૂબ આનંદ છે. અમારા સીએસઆરનું ફોકસ હેલ્થકેર અને હેલ્ધી લિવિંગ સ્પેસમાં 60%થી વધુ છે. ઉપચાર-સંબંધિત ખર્ચમાં અમે અત્યંત સહાયરૂપ રહ્યા છીએ, પરંતુ આગળ જતાં, એ પણ મહત્ત્વનું બની જાય છે કે વધુને વધુ માળખાગત પ્રકારનો ખર્ચ કરવામાં આવે જેનાથી સમાજને એકંદરે વધુ સાતત્યપૂર્ણ લાભો સાંપડશે. જાગૃતિ એ એવી મહત્ત્વપૂર્ણ બાબત છે જેને હાંસલ કરવી ખૂબ અઘરી છે. કેન્સરનું વહેલીતકે નિદાન થાય એ મહત્ત્વપૂર્ણ છે અને આ કારણથી જ આવા કેમ્પેઈન સતત જરૂરી છે.”

તેમણે ઉમેર્યું હતું કે: “‘સંજીવની: યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ એ માત્ર એક કેમ્પેઈન નથી – તે તો એક ચળવળ છે જેનો હેતુ લોકોને સશક્ત બનાવવાનો છે જેથી તેઓ પોતાના આરોગ્યની કમાન હાથમાં લઈને એ સમજી શકે કે શા માટે સમયસર સ્ક્રીનિંગ ફરજિયાત છે. આ દિશામાં ઘણું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે અમારો ઉદ્દેશ વધુ સ્ક્રીનિંગ અને વહેલીતકે નિદાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્સરની કાળજી માટેનો માપદંડ ઊંચો કરતા રહેવાનો છે. આ કોન્ક્લેવ એ દર્દીઓ અને પારિવારિક કાળજી તથા આ રોગ માટે પ્રતિરોધાત્મક જાગૃતિ અને નિદાન પરત્વેના અમારા પ્રયાસોનું ઉદભવ બિંદુ છે. આપણે મહત્ત્વની જાગૃતિ દ્વારા એકબીજાને સશક્ત બનાવતા રહેવું તેમજ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે દરેક વ્યક્તિને કયાં પગલાં ભરવા તેની માહિતી મળી જ હોય. જેટલું વધુ તેટલું ઓછું છે, કારણ કે અહીં વાત તો કેન્સરની છે.”

ટાટા ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સિદ્ધાર્થ શર્માએ ટિપ્પણી કરી હતી કે, “ટાટા ટ્રસ્ટ દેશમાં કેન્સરના વધતા બોજા સામેની લડતમાં હંમેશા શિરમોર રહ્યું છે. અમારું મુખ્ય ફોકસ વિશ્વ-સ્તરીય કેન્સર ઉપચારને પોષાય તેવો અને સર્વને ઉપલબ્ધ કરાવવાનો છે. સંજીવની વિશે નોલેજ પાર્ટનર તરીકે, અમે કેન્સર વિશે તેના વિવિધ સ્વરૂપો અને પરિમાણો સાથેની માહિતી અને વર્તમાન પ્રણાલી વિશે અમારી ઓડિયન્સને માહિતી પૂરી પાડવા મથી રહ્યા છીએ. અમારું માનવું છે કે આ ભગીરથ કાર્યમાં અમારા બધા ભાગીદારોના સહિયારા પ્રયાસોથી લોકોમાં વહેલીતકે નિદાન માટે જવાની પ્રેરણા જગાવશે અને આ રીતે દેશ પરથી કેન્સરના વધી રહેલા ભારણને ખાળી શકાશે “.

નેટવર્ક18ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને A+E નેટવર્ક્સના મેનેજિંગ ડાયરેક્ટર, અવિનાશ કોલે ઉલ્લેખ કર્યો હતો કે, “ભારતના અગ્રણી ન્યૂઝ નેટવર્ક તરીકે, અમે અમારી ઓડિયન્સના આરોગ્ય અને સુખાકારી પરત્વેની અમારી જવાબદારીને સારી રીતે ઓળખીએ છીએ. સંજીવની એ અમારું ફ્લેગશીપ કેમ્પેઈન છે, જેની રચના ફેડરલ બેંક અને ટાટા ટ્રસ્ટની ભાગીદારીમાં કરાઈ છે. હકીકતની વાર્તાકથની દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે નોંધપાત્ર અસર છોડી છે અને કેન્સર સ્ક્રીનિંગ માટે હાકલ કરી છે. આ કન્વેન્શન અમારી સફરમાં સીમાચિહ્નરૂપ બન્યું છે, જેણે આશા અને સારા આરોગ્યના સંદેશ સાથે દેશના દરેક ખૂણે લોકો સુધી પહોંચવાની અમારી વચનબદ્ધતાને પ્રસ્થાપિત કર્યું છે. અમારો ઉદ્દેશ ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન્સ, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ, અને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પ્લેટફોર્મ સાથે ભાદીગારી સહિતનાવિવિધ હસ્તક્ષેપો દ્વારા આ મહત્ત્વની ચર્ચાને આગળ ધપાવતા રહેવાનો છે. અમારું મિશન આ આવશ્યક ચર્ચાને આગળ ધપાવીને અર્થપૂર્ણ યોગદાન આપવાનો છે.”

‘સંજીવની: યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર’ પહેલ આજે ન્યૂઝ 18ના ટીવી નેટવર્ક દ્વારા 600 મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચી છે અને 13 મિલિયનથી વધુ સોશિયલ મીડિયા ચર્ચાનું સર્જન કર્યું છે. આ પહેલ તેના મિશન પરત્વે કટિબદ્ધ છે, જે છે વધુને વધુ લોકો સુધી પહોંચવું અને કેન્સર જાગૃતિ તથા સ્ક્રીનિંગમાં લાંબા સમય સુધીના હકારાત્મક પરિવર્તનનું ચાલન કરવું.

સંજીવની- યુનાઈટેડ અગેઈન્સ્ટ કેન્સર વિશે વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here