ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ભારતમાં બેસુમાર વૃદ્ધિ થઈ રહી છેઃ સેમસંગના મોબાઈલ બિઝનેસ હેડ ટી એમ રોહ

0
39

ગુરુગ્રામ, ભારત, 19 જુલાઈ, 2024: ભારત દુનિયામાં સૌથી મોટી સ્માર્ટફોન બજારમાંથી એક છે અને સેમસંગ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહી છે, એમ સાઉથ કોરિયન અગ્રણી સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. ભારતમાં વેચાતા લગભગ 80 ટકા સ્માર્ટફોન રૂ. 30,000થી નીચે છે, પરંતુ વધુ ને વધુ ગ્રાહકો પ્રીમિયમ સ્માર્ટફોન્સ અપનાવી રહ્યા છે, જે ફોલ્ડેબલ્સ જેવી અનોખી પ્રોડક્ટોની વૃદ્ધિ પ્રેરિત કરે છે.

ભારતીય બજાર એવી એક બજાર છે, જ્યાં ફોલ્ડેબલ્સની અદભુત વૃદ્ધિ થઈ રહી છે. તેના હાર્દમાં ગેલેક્સી ફોલ્ડેબલ્સ રહ્યા છે. અમારી ધારણા છે કે આ વર્ષે બજારમાં માગણી ઓર વધશે અને અમે ફોલ્ડેબલ્સ માટે મહત્તમ ગેલેક્સી AIના સમાવેશ સાથે નવા ગેલેક્સી Z Flip6 અને ગેલેક્સી Z Fold6 અપનાવતા ગ્રાહકો પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ છે,એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના મોબાઈલ એક્સપીરિયન્સ બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ટી એમ રોહે જણાવ્યું હતું.

સેમસંગે તાજેતરમાં ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ રજૂ કર્યા હતા, જેને ભારતમાં ઉત્તમ શરૂઆત મળી છે. ફોલ્ડેબલ્સની ગત પેઢીની કુલનામાં ફક્ત 24 કલાકમાં તેને 40 ટકાથી વધુ પ્રી-ઓર્ડર્સ પ્રાપ્ત થયા છે. સિક્સ્થ જનરેશન ગેલેક્સી ફોલ્ડેબલ્સ ગેલેક્સી AI દ્વારા પાવર્ડ હોઈ સેમસંગની AI ટૂલ્સની શ્રેણી સંદેશવ્યવહારના અવરોધોને દૂર કરવામાં અને ગ્રાહકોની ક્રિયાત્મકતા અને ઉત્પાદકતા ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે.

ટી એમ રોહે જણાવ્યું કે સેમસંગ મોબાઈલ AIનું મોટે પાયે લોકશાહીકરણ કરી રહી છે અને વર્ષાંત સુધી 200 મિલિયન ગેલેક્સી ડિવાઈસીસમાં ગેલેક્સી AI સમાવવાની યોજના છે. ગેલેક્સી Z Fold 6 અને ગેલેક્સી Z Flip 6 રિફાઈન્ડ ફોલ્ડેબલ ડિઝાઈન્સ અને ઓપ્ટિમાઈઝ્ડ ગેલેક્સી AI સાથે સૌથી શક્તિશાળી ગેલેક્સી AI ફોલ્ડેબલ્સ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સેમસંગે નવા ફોલ્ડેબલ્સમાં ડિસ્પ્લે અને હિંજ પર વધુ ભાર આપ્યો છે, જેથી તેનું ટકાઉપણું વધુ ઉચ્ચ બન્યું છે. તેમાં બહેતર ગેમિંગ અનુભવ માટે હીટ ડિસિપેશન માળખું પણ સુધર્યું છે અને બેટરી આયુષ્ય વધ્યું છે, જેતથી નવા Z Flip6 એક ચાર્જ પર વધુ દીર્ઘ સમય ટકી શકે છે.

સેમસંગે નવા સ્માર્ટવોચીસ અને ટીડબ્લ્યુએસ ડિવાઈસીસ પણ રજૂ કર્યું છે, જમાં નવી ડિઝાઈન સાથે ગેલેક્સી બડ્સ 3 અને ગેલેક્સી બડ્સ 3 પ્રોનો સમાવેશ થાય છે.

આ વર્ષે પહેલી વાર અમે ગેલેક્સીનો અનુભવ AI હેલ્થકેરમાં પણ વિસ્તાર્યો છે. નવા ગેલેક્સી વોચ અલ્ટ્રા અને વોચ 7 નવીનતમ બાયોએક્ટિવ સેન્સરથી સમૃદ્ધ છે, જેથી ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્ય સંબંધી સંકેતકોની દેખરેખ રાખી શકે છે, જેથી સ્વસ્થ અને બહેતર જીવન જીવી શકાય,એમ ટી એમ રોહે જણાવ્યું હતું.

તેમણે ભારતીય એન્જિનિયરોએ ગેલેક્સી AI અને ફ્લેગશિપ પ્રોડક્ટ્સના વિકાસમાં યોગદાન આપ્યું છે એમ કહીને સેમસંગના નોઈડા અને બેન્ગલોર આરએન્ડડી સેન્ટરોની સરાહના પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here