ઈડીઆઇઆઇના ૨૩માં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE)ના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
કુલ ૭૮ વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઇ
અમદાવાદ, 19 જૂન, 2024: ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અમદાવાદ દ્વારા ૧૯ મી જૂન ૨૦૨૪ના રોજ એકેડમિક પ્રોગ્રામ અંતર્ગત ૨૩માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિક્ષાંત સમારોહમાં કુલ ૭૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમાં અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૭૪ પોસ્ટ ગ્રેજ્યુએક્ટ ડિપ્લોમાં અને ૪ ફેલોનો સમાવેશ થાય છે. આ ભવ્ય દિક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના એમ.ડી. અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આશિષકુમારે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધિત પણ કર્યું હતું.
આ દિક્ષાંત સમારોહમાં ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમારોહની અધ્યક્ષતા ઈડીઆઈઆઈના પ્રેસિડન્ટ તેમજ આઈડીબીઆઈ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી. આ સમારોહમાં ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉ. સુનિલ શુક્લા, ઈડીઆઈઆઈના બોર્ડના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર (SME અને સપ્લાય ચેઇન ફાઇનાન્સ) શ્રી અનિંદ્ય સુંદર પોલ, દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડર ચેરમેન શ્રી ડૉ. મિલિંદ કાંબલે, ફેડરેશન ઓફ ઈન્ડિયન માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ (FISME)ના સેક્રેટરી જનરલ શ્રી અનિલ ભારદ્વાજ તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના એડવાઇઝર ડૉ. ઓ.પી ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચીફ ગેસ્ટ શ્રી આશિષકુમાર ચૌહાણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને વર્તમાન સમયમાં તેમની રાહ જોઈ રહેલી અવિશ્વસનીય તકો વિશે માહિતગાર પણ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, “ આજે ભારત દેશ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ઘરાવે છે. એટલું જ નહીં, ભારત ચોથું સૌથી મોટું કેપિટલ માર્કેટ અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના ફક્ત બિઝનેસ શરૂ કરવા અને ફક્ત તેને ચલાવવાને લઇને નથી, પણ હવે એવી માનસિકતાની સાથે આગળ વધવાની છે, જે પડકારોનું સ્વાગત કરે છે, સર્જનાત્મકતાને મૂલ્ય આપે છે અને સમાજ પર સકારાત્મક પ્રભાવ નાખવાનો એક પ્રયાસ કરે છે. મને વિશ્વાસ છે કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનું વિઝન ‘’વિકસીત ભારત’’ને હાંસલ કરવામાં ઉદ્યોગસાહસિકતા ભારત માટે એક ઉત્પ્રેરકના રૂપમાં કામ કરશે. હું વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતામાં કારકિર્દી બનાવવા બદલ અભિનંદન આપું છું. આ સાથે તમામ સ્નાતકોને તેમના આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું.” ચીફ ગેસ્ટે વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠની સાથે બેંચમાર્ક કરવાની તેમજ બદલાતા પ્રવાહો પ્રત્યે સંવેદનશિલ થવાની સલાહ આપીને સમાપન કર્યું હતું.
આ અવસરે ઇડીઆઇઆઇના પ્રેસિડન્ટ શ્રી રાકેશ શર્માએ કહ્યું કે, “સંસ્થાએ વૈશ્વિક સ્તરે સફળતાપૂર્વક ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા ઉદ્યોગસાહસિકતાને પ્રાધાન્ય આપવા માટે પોતાના સમય કરતાં આગળ હતી. રાષ્ટ્રીય વિકાસ હાંસલ કરવા માટે આ શિસ્ત કેવી રીતે ગેમ ચેન્જર બનશે તેની આગાહી પણ કરી હતી. આજે આપણે તમામ શૈક્ષણિક મંચોમાં એમએસએમઇને મજબૂત કરવા અને સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓને આગળ ધપાવતા ઉદ્યોગસાહસિકતા વિકાસ પર નિયમિત ચર્ચા, વિચાર-વિમર્શ સત્રો અને સેમિનારના સાક્ષી છીએ. હું વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા પસંદ કરવા અને યોગ્ય સમયે સાહસ કરવા બદલ અભિનંદન પાઠવું છું.”
આ અવસરે ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉ. સુનિલ શુક્લાએ ઈડીઆઇઆઇની સ્થાપના અને ૪ દાયકાથી વધુ સમયથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાનું વર્ણન પણ કર્યું હતું. ડૉ. શુક્લાએ કહ્યું કે ,“ ડૉ. શુક્લાએ કહ્યું કે ,“ઈડીઆઇઆઇ એ આંત્રપ્રિન્યોરશિપ, રિસર્સ અને પોલિસી એડવોકેસી, સ્કિલિંગ, એસએમઇ ગ્રોથ, લિવરહૂડ એન્ડ ઇન્કલ્યૂસિવિટી અને ઇન્ક્યુબેશનને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. ગર્વમેન્ટ મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ્સ, મલ્ટિપલ એજન્સી તેમજ જાણીતા કોર્પોરેટ્સના સહયોગથી ઇડીઆઇઆઇ સ્કિલ અપગ્રેડેશન, સાહસોની સ્થાપના, રેવન્યૂ જનરેટ તેમજ રોજગાર સર્જનને સુનિશ્ચિત કરીને ભારતમાં ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવાનું કામ પણ કરી રહ્યું છે. પોતાની સ્ટ્રેન્થ અને એક્સપિરિયન્સનો ઉપયોગ કરીને ઇડીઆઇઆઇ એ વ્યાપક આધાર પર ઉદ્યોગસાહસિકતા માટે યૂનિક મોડલ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુને વધુ ક્ષેત્રોમા સફળતાપૂર્વક પોતાની ઓળખ બનાવી છે.
આ દીક્ષાંત સમારોહમાં ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉ. સુનિલ શુક્લાએ સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
…………………………………………………………………………………
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એવોર્ડ રીકોઝનાઈઝેશન
– ડાહ્યાભાઈ છોટાલાલ ચેરિટી ફાઉન્ડેશન (રેમિક)એ ન્યૂ એન્ટરપ્રાઇઝ ક્રિએશનમાં સ્કોલાસ્ટિક પર્ફોર્મન્સ માટે ગોલ્ડ મેડલ પ્રાયોજિત કર્યો – પ્રણવ લોહિયા
– ડાહ્યાભાઈ છોટાલાલ ચેરિટી ફાઉન્ડેશન (રેમિક) ઇન ન્યુ એન્ટરપ્રાઇઝ ક્રિએશનમાં સ્કોલેસ્ટિક પરફોર્મન્સ માટે સિલ્વર મેડલ ફોર પ્રાયોજિત કર્યો – વિનોથિની ચંદ્રકૃષ્ણન
– ડાહ્યાભાઈ છોટાલાલ ચેરિટી ફાઉન્ડેશન (રેમિક) ઇન ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્કોલેસ્ટિક પરફોર્મન્સ માટે સિલ્વર મેડલ ફોર – પ્રાયોજિત કર્યો અનુજ અગ્રવાલ
– બેસ્ટ સ્પોર્ટ્સમેન, 2022-2024: સમીર રિચાવરા
– બેસ્ટ સ્પોર્ટ્સવુમન, 2022-2024: ઉન્નતિ દિલીપ ગોપલાણી
ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ એલ્યુમન્સ એવોર્ડ – 2024
– ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ એલ્યુમન્સ એવોર્ડ – 2024 – બિઝનેસ આંત્રપ્રિન્યોર : શ્રી અભિષેક મોરે (PGDBEM, 1998-1999)
– ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ એલ્યુમન્સ એવોર્ડ – 2024 – સોશિયલ આંત્રપ્રિન્યોર : શ્રી રમેશ ચંદ્ર જેના (PGDBEM-NGO મેનેજમેન્ટ, 1998-1999)
– ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ એલ્યુમન્સ એવોર્ડ – 2024 – ઉભરતા ઉદ્યોગસાહસિક માટે વિશેષ જ્યુરી પુરસ્કાર: શ્રી ગૌરવ અગ્રવાલ (PGDBEM, 2006-2007)
– ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ એલ્યુમન્સ એવોર્ડ – 2024 – ઉભરતા ઉદ્યોગસાહસિક માટે વિશેષ જ્યુરી પુરસ્કાર: શ્રી પૃથ્વીભૂસન ડેકા (PGDMN, 2001-2002)