- સ્પ્લિટ એસીની શ્રેણી ત્રણ વેરિઅન્ટ્સઃ 1.5 ટકન ઇન્વર્ટર, 1 ટન ઇન્વર્ટર અને 1.5 ટકન ફિક્સ્ડ સ્પીડમાં ઉપલબ્ધ છે
- એલિસ્ટા ઇએલ-એસએસી 4-ઇન-1 એર કન્ડિશનર્સની શ્રેણીમાં લાંબી આવરદા માટે 100 ટકા કોપર કન્ડેન્સર્સ
24 જૂન, 2024: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, આઇટી અને મોબાઇલ એસેસરિઝના અગ્રણી નિર્માતા એલિસ્ટાએ દેશભરમાં ભીષણ ગરમીની સ્થિતિમાં ગ્રાહકોની કૂલિંગની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેની વાજબી અને ઉર્જા-કાર્યક્ષમ એર કન્ડિશનર્સની શ્રેણી રજૂ કરવાની જાહેરાત કરી છે. આ ગર્વથી ‘મેડ ઇન ઇન્ડિયા’ 4-ઇન-1 કન્વર્ટિબલ ઇન્વર્ટર અને ફિક્સ્ડ સ્પીડ સ્પ્લિટ એસીની શ્રેણી ઇનોવેશન અને ટેક્નોલોજીને એકીકૃત કરે છે, જે આકરી ગરમીની પરિસ્થિતિમાં ઇનડોર કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવે છે.
એલિસ્ટાના ઇએલ-એસએસી એર કન્ડિશનર્સ ટર્બો કૂલિંગ પાવર ચીલ મોડથી સજ્જ છે, જે ઝડપી કૂલિંગ સુનિશ્ચિત કરીને વધતા તાપમાન અને વધુ પડતા ભેજમાં રાહત આપે છે. એલિસ્ટાના એર કન્ડિશનર્સમાં 100 ટકા કોપર મેડ કન્ડેન્સર્સ છે અને તે ઇનોવેટિવ સી-શેપ ઇવોપરેટર ડિઝાઇન છે, જે સામૂહિક રીતે હીટ ટ્રાન્સફરની કાર્યક્ષમતા વધારો છે તેમજ કૂલિંગ ટેક્નોલોજીમાં નવા ધોરણો સ્થાપિત કરે છે.
આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં એલિસ્ટાના સીઇઓ પવન કુમારે જણાવ્યું હતું કે, એલિસ્ટાના ઇએલ-એસએસી એર કન્ડિશનર્સની રજૂઆત મહત્વપૂર્ણ સમયે થઇ રહી છે કે જ્યારે ભારત 46-48 ડિગ્રી તાપમાન સાથે અતિશય ગરમીનો સામનો કરી રહ્યું છે. અમારા સ્પ્લિટ એસીની શ્રેણી પ્રતિકૂળ હવામાનમાં રાહત પ્રદાન કરવા વિશેષરૂપે ડિઝાઇન કરાયા છે, જે ભારતીય ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત ગર્વથી નિર્માણ દ્વારા અમારું માનવું છે કે આ રજૂઆત નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં રૂ. 1500 કરોડના કુલ વેચાણ લક્ષ્યાંકમાં 20 ટકા એટલે કે અંદાજે રૂ. 300 કરોડનું યોગદાન આપશે.
એલિસ્ટાની એસી શ્રેણી ત્રણ એરકન્ડિશનર્સ ઓફર કરે છે – EL-SAC18-3INVBP (1.5 ટન), EL-SAC12-3INVBP (1 ટન)અને EL-SAC18-3FSBP (1.5 ટન), જે એર કન્ડિશનિંગ શ્રેણીમાં અદ્યતન ટેક્નોલોજી સાથે આધુનિક ડિઝાઇનનું ઉત્તમ મિશ્રણ છે. EL-SAC18-3INVBP અને EL-SAC12-3INVBPઇન્વર્ટર સ્પ્લિટ-ટાઇપ એસી છે, જે ઝડપી, ચોક્કસ અને ઉર્જા-કાર્યક્ષમ કૂલિંગની સાથે ભારતીય પરિવારો માટે સ્ટેબિલાઇઝર-ફ્રી કામગીરી સુનિશ્ચિત કરે છે. એક અલ્ટ્રા-મોર્ડન ચિપસેટથી આ એસી સ્ટેન્ડબાય મોડમાં માત્ર 0.5Wનો વપરાશ કરે છે તથા તાપમાન જાળવવામાં અને ઉર્જાની બચત વચ્ચે ઉત્તમ સંતુલન સાધે છે. સી-શેપ ઇવેપોરેટર અને આર-32 રેફ્રિજરન્ટ ખર્ચ-કાર્યક્ષમતા તેમજ ભીષણ ગરમીમાં મજબૂત કુલિંગ ઓફર કરે છે.
ટકાઉપણું અને સુખાકારી એલિસ્ટા એસીના મૂળમાં છે. એન્ડી-રસ્ટ ડિઝાઇન અને ડ્યુ પ્રિવેન્શનની વિશેષતાઓ સાથે આ યુનિટ વર્ષો સુધી વિશ્વસનીય સેવાની ખાતરી આપે છે. EL-SAC18-3INVBP અને EL-SAC12-3INVBP ઇન્વર્ટર સ્પ્લિટ એસી 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી આપે છે તેમજ EL-SAC18-3FSBP સ્પ્લિટ એસી સ્પીડ મોડલ 5 વર્ષની વોરંટી આપે છે. આરોગ્યને પ્રાથમિકતા આપતાં નવી એસી 8ણીમાં હેલ્થમેક્સ ટેક્નોલોજી સાથે સ્વચ્છ ઇનડોર એર માટે 3-ઇન-1 એન્ટી-વાયરસ એચડી ફિલ્ટર સામેલ છે.
વધુ કમ્ફર્ટ માટે સ્લીપ મોડ હવાની ઝડપ ધીમી કરે છે તથા ગાઢ નિંદ્રા માટે એલઇડી ડિસ્પ્લેને બંધ કરે છે, જ્યારે કે ઓટો મોડ ઉત્તમ નિંદ્રા માટે રૂમના તાપમાન સાથે એજસ્ટ થાય છે. આ ઉપરાંત આ એસી બહુવિધ કૂલિંગ મોડ, ઓટો રિસ્ટાર્ટ, 24 કલાક ટાઇમર, એરર એલાર્મ, સેલ્ફ-ડાયગ્નોસિસ અને ઓટો પ્રોટેક્શન જેવી વિશેષતાઓ પણ ધરાવે છે, જે વપરાશકર્તાને ઉત્તમ અનુભવ અને સરળ કામગીરી પ્રદાન કરે છે.
એલિસ્ટા રેસિડેન્શિયલ એર કન્ડીશનર્સની કિંમત અને ઉપલબ્ધતા
- The EL-SAC18-3INVBP 1.5 Ton Split AC Inverter Air Conditioner comes at an MRP of Rs. 49,990.
- The EL-SAC12-3INVBP 1 Ton Split AC Inverter Air Conditioner comes at an MRP of Rs. 44,490.
- The EL-SAC18-3FSBP 1.5 Ton Split AC-Fixed speed Air Conditioner comes at an MRP of Rs. 52,990.
એલિસ્ટા કન્વર્ટિબલ એર કન્ડિશનર્સની નવી શ્રેણી સમગ્ર ભારતમાં 20,000થી વધુ આઉટલેટ્સ અને 400 ડિસ્ટ્રિબ્યુટર્સના વિશાળ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે. આ એર કન્ડિશનર્સ ઓનલાઇન Amazon.in ઉપર પણ ઉપલબ્ધ છે.
એલિસ્ટા તેની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે એર કન્ડિશનર સેગમેન્ટમાં તેના પ્રવેશના પ્રથમ વર્ષમાં રૂ. 50 કરોડના વેચાણનું લક્ષ્ય રાખે છે. એલિસ્ટાએ તેના પ્રારંભથી જ “મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ”નું લક્ષ્ય રાખ્યું છે. કંપની મજબૂત વૃદ્ધિની દિશામાં આગળ વધી રહી છે તથા તાજેતરમાં યુએઇ માર્કેટમાં વિસ્તરણ કર્યાં બાદ સીઆઇએસ અને એમઇએનએ રિજનમાં ટૂંક સમયમાં પ્રવેશ કરવાની તેની યોજના છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોની વધતી માગને પૂર્ણ કરવા એલિસ્ટા આ વર્ષે ભારતમાં નવા ઉત્પાદન એકમની સ્થાપના કરશે.