ઇલેક્રામા–2025(ELECRAMA)ના વડોદરા રોડ શૉમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામા(ELECRAMA)એપ લૉન્ચ થશે

0
12

વડોદરા, ગુજરાત 18 ડિસેમ્બર 2024: વિશ્વના સૌથી મોટો ઈલેક્ટ્રિકલ શો અને ઈન્ડિયન ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (આઇઇઇએમએ)ની ફ્લેગશિપ ઈવેન્ટ ઇલેક્રામા – ૨૦૨૫ (ELECRAMA) દ્વારાવડોદરામાં મેગા રોડ શો યોજાયો હતો, જે ફેબ્રુઆરી 2025માં મુખ્ય ઈવેન્ટના માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે.આ રોડ શોમાંઇન્ડસ્ટ્રી લિડર્સ, એક્ઝિબિટર્સ અને સ્ટેકહોલ્ડરને એકસાથે આવ્યા અને ઇલેક્રામા એપ પરમુલાકાતીઓની નોંધણી અને ડિજિટલ નવીનતાઓ પર મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરવામાં આવી છે,જે મુલાકાતીઓ અને પ્રદર્શક બંનેના અનુભવોને વધારશે.

મુલાકાતીઓ, પ્રદર્શકો અને મુખ્ય હિતધારકો માટેઇલેક્રામા એપ ટૂંક સમયમાં આઇઓએસ (iOS)અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી પ્રતિભાગીઓને વિશ્વના સૌથી મોટા એકઝિબિશન માટે પાવર સેક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમ માટે પોતાની જગ્યા વહેલી તકે મેળવી શકશે. આ એપનો ઉદ્દેશ ઇવેન્ટના સમયપત્રક, પ્રદર્શક મેપિંગ, નેટવર્કિંગની તકો, ઇવેન્ટના આંતરિક અને વ્યક્તિગત અનુભવો સુધી સીમલેસ એક્સેસ પ્રદાન કરવાનો છે. એપ્લિકેશનના માધ્યમથી પ્રતિભાગીઓને રજિસ્ટ્રેશન કરવામાં સરળ સુવિધા મળશે.  

IEEMA ગ્લોબ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયર ઇવેન્ટ ઇલેક્રામા- 2025નીમેજબાની માટે તમામ રીતે તૈયાર છે, જે 22 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન આયોજીત થશે. આ એડિશનમાં 1,100 થી વધુ પ્રદર્શકોની ભાગીદારી સાથે,  400,000 બિઝનેસ વિઝટર્સ, 150,000થી વધુબીટુબી બેઠક, ૮૦ દેશોના૬૦૦થી વધુ મેજબાન ખરીદારો અને 10 થી વધુ દેશના પેવેલિયનનો સમાવેશની સાથે  નવા વિક્રમો તોડવાનું વચન આપે છે.

આઇઇઇએમએના પ્રેસિડેન્ટ-ઇલેક્ટઅને ઇલેક્રામા2025ના ચેરમેનવિક્રમ ગંડોત્રા કહ્યું કે, અમે અમારા મુલાકાતીઓ અને પ્રદર્શકો માટે વધુ સારો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી એપના આગામી લોંચ સાથે અમે માત્ર નોંધણીને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી પરંતુ એક સંકલિત પ્લેટફોર્મ પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે પ્રતિભાગીઓનેઇલેક્રામા2025 દરમિયાન પોતાનો સમય અને અવસરોનો મહત્તમ ઉપયોગ કરવાની અનુમતિ આપશે.

આઇઇઇએમએના એનઇસી સભ્ય મહેશ કાબરાએ એ ઉમેર્યું કે, ELECRAMA હંમેશા ઇલેક્ટ્રિકલ ઉદ્યોગના વિકાસમાં મોખરે છે. આ સાથે અમે માત્ર પ્રતિભાગીઓના એક્સિપિરિયન્સને જ સુધારી રહ્યાં નથી પરંતુ પ્રદર્શકોને તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે એક વધુ ગતિશીલ પ્લેટફોર્મ પણ પ્રદાન કરી રહ્યાં છીએ. અમે પરિવર્તન જોવા માટે ઉત્સાહિત છીએ. 

આઇઇઇએમએના એનઇસી સભ્ય સત્યેન મમતોરાએ ઉમેર્યું હતું કે, વડોદરામાં રોડ શો ખૂબ જ સફળ રહ્યો છે અને અમે એ જોવા માટે ઉત્સાહિત છીએ કે આ અનુભવ ELECRAMA 2025ના વિશાળ પ્લેટફોર્મમાં કેવી રીતે પરિવર્તિત થાય છે. ગુજરાતનું ઉર્જા ક્ષેત્ર ઝડપથી વિકસી થઇ રહ્યું છે અને ઇલેક્રામાવીજ ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજ્યની પ્રગતિને પ્રદર્શિત કરવાનો એક અનોખો અવસર પ્રદાન કરશે.

ઇલેક્રામા-2025માંમુલાકાતીઓ માટે રજિસ્ટ્રેશન અને મોબાઇલ એપ્લિકેશનનું સત્તાવાર લોન્ચ જાન્યુઆરી 2025માં થશે. આ ઇવેન્ટ ઇલેક્રામા(ELECRAMA)ની સૌથી વ્યાપક અને ઇન્ટરેક્ટિવ એડિશન બનવાનું વચન આપે છે. આ સાથે સમાવેશ તમામ લોકો માટે એક અદ્રિતિય એક્સપિરિયન્સ પ્રદાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here