ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

0
3

ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે ઇલેક્રામા 2025માં ભારતની ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીના ભાવિનું અનાવરણ કર્યું

IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવીએ ઇલેક્રામા 2025માં વૈશ્વિક ઊર્જા રૂપાંતરણમાં ભારતની અગ્રણી સ્થિતિ પર પ્રકાશ પાડ્યો

IEEMAના પ્રમુખ (ઇલેક્ટ્રિકલ) અને ઇલેક્રામા 2025ના ચેરમેન વિક્રમ ગંડોત્રાએ ઇલેક્રામાના જબરદસ્ત વ્યાપ અને ભવિષ્યના ઇલેક્ટ્રિફિકેશન પર તેના પ્રભાવને દર્શાવ્યો

શ્નાઇડર ઇલેક્ટ્રિક અને સિમેન્સ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્લોબલ સીઇઓએ ભારતના ઇલેક્ટ્રિફિકેશનના લક્ષ્યોને આગળ વધારવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી

ગ્રેટર નોઇડા (ઉત્તર પ્રદેશ) [ભારત] 22 ફેબ્રુઆરી 2025: ભારત ‘વિકસિત ભારત 2047’ બનવા તરફ અગ્રેસર છે અને આત્મનિર્ભર ભારત હેઠળ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક હબ તરીકેની પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યો છે, ત્યારે ઊર્જા ક્ષેત્ર આર્થિક વિકાસ, ઊર્જા સુરક્ષા અને સ્થિરતાને આગળ વધારવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. બદલાઈ રહેલા પરિદ્રશ્યમાં IEEMA (ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન)એ આજે ગ્રેટર નોઇડામાં આવેલા ઇન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિકલ શૉ ઇલેક્રામા 2025નો શુભારંભ કર્યો છે. 

ઇલેક્રામાની આ 16મી આવૃત્તિમાં ઇલેક્ટ્રિકલ અને પાવર ટેકનોલોજિઓમાં ભારતની ક્ષમતાઓને પ્રદર્શિત કરીને એક વિશ્વસનીય વૈશ્વિક સહયોગી તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવવામાં આવી છે. ભારત સરકારના માનનીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ભારતના ઊર્જા આંતરમાળખાંને સુદ્રઢ બનાવવાની અને આ ક્ષેત્રમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવાની સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. 

આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના દૂરંદેશી ધૂરંધરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમ કે, શ્નાઇડર ઇલેક્ટ્રિકના સીઇઓ શ્રી ઓલિવર બ્લમ, સિમેન્સ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીઇઓ શ્રી મેથાયસ રેબેલિયસ, IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવી, IEEMAના પ્રમુખ (ઇલેક્ટ્રિકલ) અને ઇલેક્રામા 2025ના ચેરમેન શ્રી વિક્રમ ગંડોત્રા તથા IEEMAના ઉપપ્રમુખ અને ઇલેક્રામા 2025ના ઉપાધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ ભુટોરિયા, જેમણે ઇલેક્ટ્રિકલ અને ઊર્જા ક્ષેત્રના ભવિષ્ય અંગે ઊંડી જાણકારી પૂરી પાડી હતી.

આ કાર્યક્રમને સંબોધતા ભારત સરકારના માનનીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે ઊર્જા સુરક્ષા, ગ્રિડના આધુનિકીકરણ અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જે વિકસિત ભારત @2047ના દેશના લાંબાગાળાના વિઝનની સાથે બિલકુલ સુસંગત છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત વર્ષ 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર અને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે અને ઊર્જા ક્ષેત્ર આ પરિવર્તનને આગળ વધારી રહ્યું છે. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનો ઉદ્યોગ સ્વચ્છ ઊર્જાનો વ્યાપ વધારવામાં, ગ્રિડના આધુનિકીકરણને આગળ વધારવામાં અને ટ્રાન્સમિશનના નેટવર્કને સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 200 ગીગાવૉટથી વધારેની ઇન્સ્ટોલ થયેલી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટના લક્ષ્યાંકની સાથે ભારત સસ્ટેનેબલ ઊર્જાના સ્વીકરણમાં નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. ઇવીના આંતરમાળખાંને વિસ્તારવાથી અને વ્હિકલ-ટુ-ગ્રિડ (વી2જી) ટેકનોલોજી ઈ-મોબિલિટી પરના પરિવર્તનને વધુ ઝડપી બનાવશે. વર્ષ 2030 સુધીમાં ભારતનો ઉદ્દેશ્ય રીન્યૂએબલ્સમાંથી 50%ની સાથે 800 ગીગાવૉટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી સ્વચ્છ ઊર્જાના વૈશ્વિક અગ્રણી તરીકેની તેની ભૂમિકા બળવત્તર બનાવવાનો છે. ઇલેક્રામા 2025નું આયોજન કરવા બદલ હું IEEMAને બિરદાવું છું, જે ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ, નવપ્રવર્તકો અને નીતિ ઘડનારાઓને એકઠાં કરવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે, જેથી કરીને તેઓ ડિજિટલ પરિવર્તન અને સસ્ટેનેબિલિટીને આગળ વધારી ઊર્જા નવીનીકરણ અને આર્થિક વિકાસ માટેના હબ તરીકેની ભારતની સ્થિતિ મજબૂત બનાવી શકે.’

ઇલેક્રામા 2025એ તેની 16મી આવૃત્તિમાં ઊર્જાના સંગ્રહ, ઇલેક્ટ્રિક પરિવહન, ઑટોમેશન અને એઆઈથી સંચાલિત થતી પાવર સિસ્ટમ્સમાં અત્યાધુનિક નવીનીકરણો રજૂ કર્યા છે. આ કાર્યક્રમમાં જબરદસ્ત પ્રભાવ પાડનારી બી2બી બેઠકો, વિચારવંત અગ્રણીઓના સેશનો અને નીતિ સંબંધિત સંવાદો પણ યોજવામાં આવશે, જે વૈશ્વિક અને ભારતીય હિતધારકોની વચ્ચે સહયોગ સાધવાને પ્રોત્સાહન આપશે.

ઇલેક્રામા 2025ના લૉન્ચ સંબંધે શ્નાઇડર ઇલેક્ટ્રિકના સીઇઓ શ્રી ઓલિવર બ્લમે વૈશ્વિક ઊર્જા પરિદ્રશ્યમાં ભારતની વધતી જઈ રહેલી ભૂમિકા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ‘એઆઈ, ડેટા સેન્ટરોનું ઝડપથી થઈ રહેલું વિસ્તરણ તથા ઔદ્યોગિક વિકાસને કારણે ઊર્જાના આધુનિક ઉકેલો માટેની અભૂતપૂર્વ જરૂરિયાત પેદા થઈ છે. પોતાના ઉત્પાદનના સક્ષમ આધાર, કૌશલ્યવાન કાર્યબળ અને સસ્ટેનેબિલિટી પર અડગ ફૉકસની સાથે ભારત ઊર્જા રૂપાંતરણના આગામી તબક્કાનું નેતૃત્વ કરવાની બિલકુલ યોગ્ય સ્થિતિમાં છે. IEEMA દ્વારા આયોજિત ઇલેક્રામા 2025 નવીનીકરણોને રજૂ કરવા માટેનું એક મહત્વનું પ્લેટફૉર્મ બની રહેશે, તે ઇન્ડસ્ટ્રીના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે તથા ઇલેક્ટ્રિફિકેશનના ભવિષ્યને નિર્ધારિત કરનારા વૈશ્વિક સહયોગો સ્થાપશે.’

સિમેન્સ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીઇઓ શ્રી મેથાયસ રેબેલિયસે ભારતના નિરંતર વિકસી રહેલા ઊર્જા ક્ષેત્ર પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ‘ભારત એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં ડિજિટાઇઝેશન અને ક્લીન એનર્જીની સ્વીકૃતિ મારફતે તેના ઊર્જા ક્ષેત્રનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. સ્માર્ટ ગ્રિડ્સ, ઑટોમેશન અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં વ્યૂહાત્મક રોકાણ તેની પ્રગતિને વેગવંતી બનાવી રહ્યું છે અને તેણે આ દેશને સસ્ટેનેબલ ઇલેક્ટ્રિફિકેશનમાં એક અગ્રણી તરીકેની સ્થિતિમાં લાવી દીધો છે. IEEMA દ્વારા આયોજિત ઇલેક્રામા 2025 નવીનીકરણને આગળ વધારવા, સહયોગ સાધવા અને અત્યાધુનિક ઊર્જા ઉકેલોને ઉપયોગમાં લેવા માટે ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓને એક સાથે લાવી રહ્યું છે, જે વધુ સ્થિતિસ્થાપક અને કાર્યક્ષમ ભવિષ્યનું નિર્માણ કરશે.’

આ કાર્યક્રમના મહત્વ અંગે વાત કરતાં IEEMAના પ્રમુખ શ્રી સુનિલ સિંઘવીએ જણાવ્યું હતું કે, ‘એક સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ, સક્ષમ નીતિગત પહેલ અને ઉદ્યોગજગતના સહયોગને કારણે ભારતનું ઊર્જા ક્ષેત્ર એક જબરદસ્ત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતે પહેલેથી જ 210 ગીગાવૉટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરી લીધી છે અને સ્પષ્ટ રોડમેપની સાથે અમને વિશ્વાસ છે કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવૉટનો લક્ષ્યાંક હાંસલ થઈ જશે. આ ઉપરાંત, ભારત ઇવીના મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગના આંતરમાળખાં માટેના વૈશ્વિક હબ તરીકે પણ ઉભરી રહ્યો છે, જે સસ્ટેનેબલ ઊર્જા ઉકેલો પ્રત્યેની તેની કટિબદ્ધતાને વધુ બળવત્તર બનાવે છે. સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઇનમાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભારત નવીનીકરણ, વિશ્વસનીયતા અને વિશ્વ-સ્તરીય ગુણવત્તા પૂરી પાડીને ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વનો પ્લેયર બનવા માટે સજ્જ છે. કૌશલ્યવર્ધન પર ધ્યાન આપીને, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને અને માર્કેટની સુલભતા વધારીને અમે વૈશ્વિક ઊર્જા ઇકોસિસ્ટમમાં એક વિશ્વસનીય અગ્રણી તરીકે ભારતના ભાવિનું ઘડતર કરી રહ્યાં છીએ. આ વિકાસયાત્રામાં IEEMAનો ઇલેક્રામા 2025 ઉદ્યોગો સાથેના સહયોગ, કૌશલ્યવર્ધન અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટેના એક નિશ્ચિત મંચ તરીકે સેવા પૂરી પાડશે. વૈશ્વિક હિતધારકોને એક સાથે લાવીને તે આ ક્ષેત્રના ભાવિનું ઘડતર કરશે અને વૈશ્વિક ઊર્જા પરિદ્રશ્યમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.’

આ કાર્યક્રમના વ્યાપ અંગે વાત કરતાં ઇલેક્રામા 2025ના ચેરમેન શ્રી વિક્રમ ગંડોત્રાએ જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે અને ભારત નવીનીકરણ, સસ્ટેનેબિલિટી અને મજબૂત સહભાગિતાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અમે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલના 10 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે ઇલેક્રામા 2025માં વૈશ્વિક ઊર્જા પરિદ્રશ્યમાં ભારતના વધી રહેલા પ્રભાવને દર્શાવશે. 1,100+ પ્રદર્શકો, 4 લાખ બિઝનેસ વિઝિટરો, 15,000+ બાયર-સેલર મીટિંગ્સ અને 20 બિલિયન યુએસ ડૉલરની અપેક્ષિત બિઝનેસ પૂછપરછોની સાથે આ આવૃત્તિ વધુ મોટી, વધુ બોલ્ડ અને વધુ સારી બની રહેશે. ઉદ્યોગજગતના વૈશ્વિક અગ્રણીઓ અને નીતિ ઘડનારાઓની હાજરી ઊર્જા ઇકોસિસ્ટમમાં એક વિશ્વનીય સહભાગી તરીકેની ભારતની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. પ્રગતિના ઉત્પ્રેરક તરીકે ઇલેક્રામા 2025 વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિફિકેશન, નવીનીકરણ અને સસ્ટેનેબલ ઊર્જા નેતૃત્વને પ્રોત્સાહન આપશે.’

ઉદ્ઘાટન સત્રનું સમાપન કરતી વખતે IEEMAના ઉપપ્રમુખ અને ઇલેક્રામા 2025ના ઉપાધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ ભુટોરિયાએ તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો તથા પ્રદર્શકો અને મહાનુભાવોને આ કાર્યક્રમનો હિસ્સો બનવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. તેમણે ઊર્જા ક્ષેત્રમાં એક વિશ્વસનીય વૈશ્વિક સહયોગી બનવાના ભારતના વિઝન પર ભાર મૂક્યો હતો અને ઉદ્યોગજગતના અગ્રણીઓને પરિવર્તનની આ યાત્રામાં જોડાવા માટે વિનંતી કરી હતી. ભારતના વિકાસ પ્રત્યે તેમની કટિબદ્ધતા દર્શાવવા બદલ આંતરરાષ્ટ્રીય મહેમાનો તથા ઇલેક્રામા 2025ની કરોડરજ્જુ સમાન 1,100+ પ્રદર્શકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

રીવર્સ બાયરસેલર મીટ (આરબીએસએમ) આફ્રિકા, આસીયાન, સીઆઇએસ, ડબ્લ્યુએએનએ, એનએએફટીએમાંથી 500 આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ભારતીય વિક્રેતાઓ ધરાવતા 80 દેશોના લોકોને જોડશે, જે સૉર્સિંગના વૈશ્વિક હબ તરીકેની દેશની ભૂમિકાને મજબૂત બનાવશે. આ દરમિયાન ડોમેસ્ટિક બાયરસેલર મીટ (ડીબીએસએમ) સહભાગીદારી કરવાની સુવિધા પૂરી પાડીને ભારતીય કંપનીઓ માટે બિઝનેસની નવી તકો પૂરી પાડશે. વધુમાં, વર્લ્ડ યુટિલિટી સમિટ ઊર્જા રૂપાંતરણ અને યુટિલિટીઝના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરશે, જ્યારે ટૅકનેક્સ્ટ ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં એઆઈ, ઑટોમેશન અને ઇન્ડસ્ટ્રી 4.0માં પ્રગતિની શક્યતાઓને ચકાસશે. ઇલેક્ટ્રા વર્ઝ સ્પાર્ક સ્ટાર્ટઅપ ચેલેન્જ સ્ટાર્ટઅપ્સના અભૂતપૂર્વ ઊર્જા ઉકેલો માટેના એક લૉન્ચ પેડ તરીકે કામ કરીને ઉદ્યોગસાહસિકતા અને નવીનીકરણને પ્રોત્સાહન આપશે.

વિવિધ પ્રતિભાઓનું સશક્તિકરણ કરવા માટે વિમેન ઇન પાવર પેવેલિયન ઊર્જા ક્ષેત્રમાં કાર્યરત મહિલા અગ્રણીઓને બિરદાવશે, પ્રોફેશનલો અને યુવા પ્રતિભાઓને જોડાવા અને વિકાસ સાધવા માટે એક મંચ પૂરું પાડશે. સીઇઓ સમિટમાં માર્કેટના વિસ્તરણ અને સસ્ટેનેબિલિટી પર ચર્ચા કરવા માટે ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ અગ્રણીઓને એકઠાં કરવામાં આવશે, જ્યારે ઇનોવેશન એવોર્ડ્સ અને ટૅક શૉકેસમાં આ ક્ષેત્રના ભવિષ્યને ઘડનારી અત્યાધુનિક ટેકનોલોજીને માન્યતા આપવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીમાં રહેલા કૌશલ્યોના અંતરાલને દૂર કરવા માટે સ્કિલ્સ એન્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવિલિયનમાં પ્રોફેશનલોનું કૌશલ્યવર્ધન કરવા પર ભાર મૂકીને ઊર્જા ક્ષેત્રના વિકસી રહેલા પરિદ્રશ્ય માટે ભવિષ્ય માટે સજ્જ હોય તેવું કાર્યબળ તૈયાર થાય તેની ખાતરી કરવામાં આવશે.

ઉદ્ઘાટન બાદ મહાનુભાવોને ઇલેક્રામા 2025 પ્રદર્શનની ટુર કરાવવામાં આવી હતી અને ટેકનોલોજીના મામલે પ્રગતિ સાધવામાં મોરખે રહેલા 51 આશાસ્પદ સ્ટાર્ટઅપ્સનો તેમને પરિચય કરાવવામાં આવ્યો હતો.

ઇલેક્રામામાં 1,000+ પ્રદર્શકો પાસેથી અભૂતપૂર્વ ટેકનોલોજિઓ, ઉકેલો અને ઊંડી જાણકારી પ્રાપ્ત થશે અને ઇન્ડસ્ટ્રીના અગ્રણી પ્લેયરો તેમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં 4,00,000+ બિઝનેસ વિઝિટરો હાજર રહે તેવી અપેક્ષા છે, જે તેને ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલોનો મહાસંગમ બનાવી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here