ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

0
18

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, તે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાઈ હતી.

હાર્મની હોસ્પિટલ, નિકોલ અને માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત, પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનમાં 21 કિમી, 10 કિમી અને 5 કિમી શ્રેણીઓમાં મોટી સંખ્યામાં હેલ્થ-કોન્સિયસ પાર્ટિસિપન્ટ્સએ ભાગ લીધો હતો

હાર્મની હોસ્પિટલના ડૉ. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “અમે સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન યોજીને ખૂબ જ રોમાંચિત છીએ, જેણે ફક્ત દોડ જ નહીં, પરંતુ નાગરિકોને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય પડકારોને રોકવા અને તેને મેનેજ કરવામાં ફિટનેસના મહત્વ વિશે શિક્ષિત અને પ્રેરિત કરવાનું પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું.”

ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉ. શૈશવ સોનીએ જણાવ્યું હતું કે, “તેનો ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ જીવનશૈલીના વિકલ્પો બનાવવા અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપવાનો હતો.”

ટ્રાફિક DCP (પૂર્વ ઝોન) સફીન હસન, AMA પ્રમુખ ડૉ. ધીરેન મહેતા અને દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ઇવેન્ટના ફ્લેગઓફ અને ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતાં.

માઉન્ટ લિટરા ઝી સ્કૂલના ચેરમેન ડો.પરેશ ગોહેલે જણાવ્યું હતું કે, “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન નાગરિકોમાં ફિટનેસ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું.”

પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક્સના ડો.ઇશાન રુદાનીએ જણાવ્યું હતું કે, “અમે આ ઇવેન્ટ માટે મળેલા લોકોના જબરદસ્ત પ્રતિસાદથી ખૂબ જ ખુશ છીએ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ, ફિટનેસ ઉત્સાહીઓ અને વ્યાપક સમુદાય ની હાજરી જોઈને ખુબ જ આનંદિત છીએ.

આ ઇવેન્ટ હાર્મની હોસ્પિટલ અને માઉન્ટ લિટરા ઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી અને પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રિનેય ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા સંચાલિત હતી, જેને ટાઇટલ સ્પોન્સર તરીકે રિધમ ગ્રુપ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જેમાં કાકા પીવીસી, શ્રીધર ગ્રૂપ અને રિશવ ગ્રૂપ સહ-પ્રાયોજક તરીકે સામેલ હતા. આખી ઇવેન્ટનું સંચાલન આસ્થા માર્કેટિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here