ગુજરાત, અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: ડ્રોપઓન (માયઝેક લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ) ને “સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ” કેટેગરીમાં કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત LEAPS 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે “લોજિસ્ટિક્સ એક્સેલન્સ, એડવાન્સમેન્ટ્સ એન્ડ પરફોર્મન્સ શીલ્ડ (LEAPS)” એવોર્ડ સમારોહ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માનનીય શ્રી પીયૂષ ગોયલ અને રાજ્ય મંત્રી માનનીય શ્રી જિતિન પ્રસાદ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા આયોજિત, LEAPS 2024 એવોર્ડ્સ વિવિધ કેટેગરીમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે.
આલાપ પંડ્યા – ડ્રોપઓન ના કો-ફાઉન્ડરે જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત LEAPS એવોર્ડ મેળવવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નવીનતમ તકનીકો અને અભિગમો અપનાવીને, સખત સ્પર્ધા અને જ્યુરીના મૂલ્યાંકન પછી અમે વિજેતા તરીકે ઉભરી આવ્યા છીએ. આ એવોર્ડ અમારી ટીમ ની સખત મહેનત નું પરિણામ છે જે અમને અમારા મિશન માં પ્રેરણા આપશે..”
અમદાવાદ સ્થિત ડ્રોપઓને પર્યાવરણને અનુકૂળ ડિલિવરી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના મહત્તમ ઉપયોગ ને લઈને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં પોતાને અગ્રણી તરીકે સ્થાપિત કર્યા છે. ડ્રોપઓનનો નવીન અભિગમ, સસ્ટેનેબિલિટી, ટેક્નોલોજી અને કાર્યક્ષમતા પર ફોકસ તેને અત્યંત સ્પર્ધાત્મક કેટેગરીમાં અલગ પાડે છે.