ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે.
અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજીંગ ડિરેક્ટર શ્રી આશિષ ચૌહાણ ઉપસ્થિત રેહવાના છે જેઓ શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.
ડૉ. કુમારપાળ દેસાઈની અધ્યક્ષતા હેઠળ રચાયેલ જ્યુરી દ્વારા ચયન પામેલ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગીત સાથે સન્માન કરવામાં આવશે. શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા), શ્રી રાજેશ અદાણી અને શ્રી સમીર મહેતા આ ઉપરાંત શ્રી ઉમંગભાઈ ઠક્કર કે જેઓ અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર છે અને એફોર્ડેબલ હાઉસિંગના પાયોનીયર તથા અમદાવાદમાં બોમ્બેમાં સુરતમાં 125 થી વધારે પ્રોજેક્ટ કરેલ છે તથા અમદાવાદની આનબાન અને શાન પતંગ હોટલના માલિક છે તથા અન્ય નોંધપાત્ર પ્રદાન કરનાર ભુતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના સમકાલીનો, શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીઓની ગરીમામય ઉપસ્થિતિમાં વિશેષ ગૌરવ એનાયત થશે ત્યારે દરેક પુરસ્કૃતની સંક્ષિપ્ત દસ્તાવેજી વિડિયો દર્શાવવામાં આવશે.
અમદાવાદની અગ્રગણ્ય શાળાના આ અભૂતપૂર્વ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે જેથી સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં વસતા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમ માણી શકે.
શાળાના પૂર્વ આચાર્ય શ્રી બી જી પટેલના સંકલન, ભુતપૂર્વ વિધાર્થી શ્રી ઉમંગ ઠક્કર અને એસોસિયેશનની કારોબારી દ્વારા આયોજીત કાર્યક્રમને ભુતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેશ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે.
દિવાન બલ્લુભાઈ એલમનાઇ એસોસિયેશનના આગામી પ્રવૃત્તિઓની કેટલીક મહત્વની જાહેરાતોની સદીના સિતારા કાર્યક્રમ દરમ્યાન થવાની છે.
આપ સૌ મૂલ્યવાન માધ્યમોના સહકાર માટે સંસ્થા આપને નમ્ર વિનંતી કરે છે.