ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: જો તમારી પાસે એક આરામદાયક નોકરી હોય, એક સુખદાયી જીવન જીવતા હો અને દરેક મહિને ખાતામાં નક્કી પગાર આવે, તો શું તમે એ બધું છોડી અનિશ્ચિત ભવિષ્ય તરફ આગળ વધશો? ઘણાં લોકો માટે આ વિચાર પણ અશક્ય લાગે, પણ ધ્રુવમ ઠાકર માટે આ એક મોટો અને જરૂરથી ભરેલો નિર્ણય હતો.
જ્યાં બધાએ જોખમ જોયું, ત્યાં ધ્રુવમે તક જોઈ
૨૦૧૬માં, જ્યારે ધ્રુવમ એક મેકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો હતો અને મહિને રૂપિયા ૪૨૦૦૦ કમાતો હતો, ત્યારે પણ તેના મનમાં હંમેશાં એક વિચાર હતો કે તે કંઈક પોતાનું કરી શકે, કંઈક એવું જે તેના વ્યક્તિત્વ અને મૂલ્યો સાથે સુસંગત હોય.
આ વિચાર સાથે, તેણે એક એવું પગલું ભર્યું જે મોટાભાગના લોકો માટે અનેક લોકો માટે પ્રેરણારૂપ બને. તેણે પોતાની સુખદાયી નોકરી છોડી અને એક વ્યવસાયનું સપનુ સાકાર કરવા એકલવ્યાસી સફર શરૂ કરી.
કોઈ મૂડી નહીં, કોઈ સહાય નહીં – માત્ર એક દૃઢ ઇચ્છા
નવા વ્યવસાય માટે બેંકે લોન મંજૂર કરી નહીં. પરિવાર અને મિત્રો પણ શંકાસ્પદ નજરે જુએ. પણ ધ્રુવમે હાર માની નહીં. તેણે પોતાની બચત એકઠી કરી, પત્ની અને પરિવારજનોની મદદથી એક કાર ખરીદી અને ધ સ્માર્ટ ટેક્સીની શરૂઆત કરી.
તેણે પોતે જ ટેક્સી ડ્રાઈવર બની કાર ચલાવવાનું શરૂ કર્યું.તેના માટે આ વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટે ન હતો, પણ તે એક દ્રષ્ટિ અને જવાબદારી સાથે આગળ વધતો હતો.
સૌથી અઘરી પરીક્ષા: ૫૦૦ રાતો કારમાં
દરેક ઉદ્યમી માટે પ્રારંભિક દિવસો મુશ્કેલ હોય છે, પણ ધ્રુવમ માટે તે કપરા પરિસ્થિતિઓનો પડકાર હતો.
- તેણે ઘણી બધી રાતો કારમાં જ ઊંઘી કાઢી
- રોજિંદા ખર્ચ માટે પૈસા બચાવવા, પબ્લિક પે એન્ડ યુઝ નો ઉપયોગ કર્યો
- પરિવારથી દૂર રહી, રોજ રાત સુધી અને તહેવારો માં પણ કામ કર્યું
- કારની ઈએમઆઈ ભરવી મુશ્કેલ બની, પણ હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરતો રહ્યો
એક ટેક્સી સર્વિસ કે વ્યવસાય કરતા વધારે
ધ સ્માર્ટ ટેક્સી એક સાધારણ ટેક્સી સેવા ન રહેતા એક ગુણવતા યુક્ત અને વિશ્વાસ પાત્ર કંપની બની. ધ્રુવમે જાતે ટેક્સી ચલાવી બજાર અને ગ્રાહકોની જરૂરિયાતો સમજવી શરુ કરી. આજે ધ સ્માર્ટ ટેક્સી માત્ર ટેક્સી સર્વિસ પૂરતી મર્યાદિત ન રહી, એકદમ વ્યાજબી ભાવે ફ્લાઈટ ટિકિટ, હોટેલ બુકિંગ અને હોલિડે પેકેજ જેવી સેવાઓ પણ શરૂ કરી.
આજે, ધ સ્માર્ટ ટેક્સીનું નેટવર્ક ભારતના ૪૨થી વધુ શહેરોમાં ૧૦૦૦થી વધુ ગાડીઓ સુધી ફેલાઈ ગયું છે. દેશભરમાં ૩૫થી વધુ કોર્પોરેટ કંપનીઓ અને ૧૦૦૦૦થી વધુ ગ્રાહકો આ સેવા પર ભરોસો રાખે છે.
ક્યારેય એક પણ રાઈડ કેન્સલ ન કરનાર કંપની
એક ઉદ્યોગસાહસિક માટે, ગ્રાહકનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વપૂર્ણ હોય છે. ધ સ્માર્ટ ટેક્સી માટે તે એક મુખ્ય સિદ્ધાંત બની ગયો. છેલ્લા આઠ વર્ષમાં એક પણ રાઈડ કેન્સલ થઈ નથી. સરેરાશ ગ્રાહક રેટિંગ ૪.૮ / ૫ છે, જે સાબિત કરે છે કે તે શ્રેષ્ઠ અને વિશ્વસનીય સેવા પ્રદાન કરે છે.
યુવાનો માટે પ્રેરણાદાયક નામ
ધ્રુવમ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક નથી, પણ યુવાનો માટે પ્રેરણાનું સ્તંભ પણ છે. ખ્યાતનામ ઈજનેર અને મેનેજમેન્ટ કોલેજો જેવીકે IIM, IIT માં ધ્રુવમ 70 થી વધુ સેસન્સ દ્વારા ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા પર માર્ગદર્શન આપી ચૂક્યો છે.
તેનું જીવન સાબિત કરે છે કે “મન હોય તો માળવે જવાય”.
તમારા શ્રેષ્ઠ યાત્રા સહયોગી – ધ સ્માર્ટ ટેક્સી