ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી – સ્કુલ ઓફ લો દ્વારા IP લેન્ડસ્કેપનું માર્ગદર્શનઃ કાયદાના વ્યાવસાયિકો માટે એક વ્યાપક માર્ગદર્શિકા પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

0
19

ગાંધીનગર 10 ડિસેમ્બર 2024: IP પ્રમોશન અને આઉટરિચ ફાઉન્ડેશન સાથેની ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી (DAU) દ્વારા IP લેન્ડસ્કેપના માર્ગદર્શન પરના એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વિકસતી ટેકનોલોજીઓ પર અને બૌદ્ધિક મિલકત (IP) કાયદા પર તેની અસર પર ભાર મુકવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠિત વક્તાઓમાં માનનીય ન્યાયમૂર્તિ સુબ્રમણ્યીયમ પ્રસાદ, અધ્યાપક શ્રીવિદ્યા રાગવન અને શ્રી પ્રકલ્પ શર્માનો સમાવેશ કરાયો હતો. આ સમયે યુનિવર્સિટી કેમ્પસમાં 15 રાજ્યોના 30થી વધુ શહેરોના 200થી વધુ ઓનલાઇન પાર્ટિસિપન્ટ્સ ઉપરાંત કાયદાના ઉત્સાહી સ્નાતકો, શિક્ષણવિંદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય ન્યાયમૂર્તિ સુબ્રમણ્યીયમ પ્રસાદઃ દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિએ ઉદઘાટન સંબોધનમાં જણાવ્યું હતુ કે “IPના અધિકારોએ શોધકર્તાઓને રક્ષણ આપવું જ જોઇએ, પરંતુ આપણે એ યાદ રાખવુ જોઇએ કે દરેક શોધનું નિર્માણ અગાઉની શોધ પર થયેલુ હોય છે, જે વિવિધ પેઢીઓમાં પાંગરતી માનવીય કૌશલ્યની શ્રૃંખલાનું સર્જન કરે છે. IP અધિકારો સર્જનાત્મકતાને બદલો આપવાની પ્રતિબદ્ધતા છે, જેમાં માનવ કૌશલ્યના ફાયદાના ફળો ફક્ત વ્યક્તિગત અથવા કોર્પોરેશનોને જ નહી પરંતુ સમગ્રતઃ રીતે સમાજને પણ મળે તેની ખાતરી રાખવી જોઇએ. તેની અસરરૂપે, તે દેવી સરસ્વતિના આશિર્વાદને દેવી લક્ષ્મી રજૂ કરે છે તેવી સમૃદ્ધિમાં પરિવર્તિત કરે છે.”

અધ્યાપક અને DAUના ડિરેક્ટર-જનરલ (ડૉ) તથાગત બંદોપાધ્યાયએ એમ કહીને સ્વાગત સંબોધન કર્યુ હતુ કે ” કાયદા, ટેકનોલોજી અને વ્યવસ્થાપનના આંતરવિભાગના પ્રોગ્રામ્સ ઓફર કરતી DA-IICT ખાતેના ICT પ્રોગ્રામની જેમ સ્કુલ ઓફ લો શૈક્ષણિક ક્ષેત્રે એક આગવા સ્થાનની રચના કરશે, જે દરેક વ્યક્તિઓ અને કોર્પોરેશન્સને લાભકારક નીવડશે.”

ટેક્સાસ A&M સ્કુલ ઓફ લોના અધ્યાપક શ્રીવિદ્યા રાગવનએIP વ્યૂહરચનાઓ પર એવુ અવલોકન કરતા ઊંડાણપૂર્વકની આત્મદ્રષ્ટિ પૂરી પાડી હતી કે “IPનો સચોટપણે ઉપયોગ કરવાથી તે શોધોમાં ભારે મૂલ્ય ઉમેરણ કરે છે. આમ એક શોધકર્તા તરીકે, તમારી પ્રોડક્ટ અને સેવાઓ કાયદેસરના અને IP અધિકારોનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરવામાં જ ફક્ત વધારો કરશે. એક વકીલ તરીકે તમારી પ્રતિજ્ઞામાં ક્લાયંટ્સને મદદ કરવાની જરૂર હોય છે જેથી તેઓ તેમના સર્જનોના મૂલ્યનો પણ મહત્તમ લાભ મેળવી શકે.”

IIT કાનપુરના ડેપ્યુટી રજિસ્ટ્રાર (લો) શ્રી પ્રકાશ શર્માએ ટ્રેડમાર્ક લો અને ડેટા ગોપનીયતામાં રહેલા પડકારોની ચર્ચા કરી હતી અને “વકીલો માટે નિરંતર સંશોધન ચાવી છે” તેની અગત્યતા પર ભાર મુક્યો હતો, જે કાયદાઓ, કેસ કાયદાઓ અને વૈશ્વિક શ્રેષ્ઠ આચરણો સાથે વાકેફ રહેવા માટે ક્યારેય નહી અટકતી એક શોધ છે.”

પોતાના સમાપ્તિ સંબોધનમાં સ્કોલ ઓફ લોના સ્થાપક ડિરેક્ટર અને અધ્યાપક ડૉ. અવિનાશ દધિચએ કાયદાકીય સાક્ષરતા અને કાનૂની ક્ષમતા નિર્માણના સંવર્ધન પર પોતાનું વિઝન રજૂ કર્યુ હતું. તેમણે ઉદ્યોગ-શિક્ષણ સહયોગ, જ્ઞાન અને અદ્યતન સંશોધન સાથે ઉદ્યોગને સજ્જ કરવો જોઇએ જેથી વિદ્યાર્થીઓને કાનૂની વૈશ્વિક પડકારો માટે તૈયાર કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here