વિડિઓની લિંક: https://youtu.be/lypisKZEcdQ?si=DLYwHTsgxmzM2vRZ
નેશનલ ૦૬ મે ૨૦૨૫: વૈવિધ્યપૂર્ણ સંગીત શૈલીઓના સંગમની ઉજવણી કરતું પ્રતિકાત્મક મંચ કોક સ્ટુડિયો ભારતે પંજાબ વેખ કેની તેની ત્રીજી સીઝનનું ત્રીજું ગીત રજૂ કર્યું છે. જસ્સા ધિલ્લોં, ગુલાબ સિધુ અને રાગિંદર અને થિયારાજેક્ટની શક્તિશાળી ચોકડીના અવાજ સાથે આ સલામી પંજાબના સ્વર્ણિમ અંતરમાં લઈ જાય છે, જે ધરતી ગર્જના કરતા જોશની છે. મિટ્ટી દી ખુશ્બૂમાં ગળાજૂબ દરેક તાલ સાથે ગીત પંજાબના અમીટ જઝબાની અંતરપ્રિય ઉજવણી છે, જે તેના ગૌરવમાં નક્કર છે, તેની ખૂબીમાં શ્રદ્ધાપૂર્ણ છે અને સ્થિતિસ્થાપકતામાં સમકાલીન છે.
પંજાબ વેખ કે પંજાબનો જોશ, ગૌરવ અને સમકાલીન પરંપરાઓ જેમનું જીવન પ્રદર્શિત કરે તે રોજબરોજના નાગરિકો- લોકને હૃદયસ્પર્શી સલામી છે. આ ગીતાત્મક પ્રવાસ મનોહરતા અને હિંમત સાથે સંસ્કૃતિ, સમુદાય અને ઓળખની ઉજવણી કરે છે. પંજાબ વેખ કે વારસો અને અભિવ્યક્તિના ક્રોસરોડ્સ ખાતે ઊભું છે, જે પોતીકાપણાના શક્તિશાળી ભાન સાથે કાવ્યાત્મક ગૌરવને સંમિશ્રિત કરે છે. પંજાબના સમકાલીન માર્ગમાં સ્થાપિત, જ્યાંની હવા એકતાની છાંટને વહન કરે છે અને ઘઉંની દાંડીઓ પ્રેમથી ખીલે છે ત્યાં આ ગીત લોક અને સમકાલીન રિધમનું સુરીલું સંમિશ્રણ છે, જે ભાવનાઓ, સાહસ અને માનવતા સાથે ધબુકે છે. ગીત સુંદર રીતે ધરતીનું વૈવિધ્યપૂર્ણ ચિત્ર રંગે છે, જ્યાંની માટી ગૌરવની વાર્તાઓ ધરાવે છે અને હવા આશા અને ભાઈચારાના જોશ સાથે વહે છે. જોકે તેની પાર ગીત કશુંક પાછું આપવાની પંજાબી ખૂબીનું સન્માન કરે છે, જેમાં માનવતા પ્રત્યે અડીખમ ઊભા રહેવું, સમાનતાને અંગીકાર કરવી અને જાતિ, દરજ્જો અને ડરની પાર જોડાણ નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.
તુંબી પ્રેરિત ટેક્સ્ચર્સ, ઊંડા પર્ક્યુસન અને ધારદાર ગીતાત્મક વાર્તાકથનના સંમિશ્રણ સાથે કોક સ્ટુડિયો ભારત મૂળમાં લઈ જતી ક્ષિતિજ નિર્માણ કરે છે.
કોકા-કોલા ઈન્ડિયાના આઈએમએક્સ લીડ શાંતનુ ગંગાણે કહે છે, “કોક સ્ટુડિયો ભારતની આ સીઝન સમકાલીન સાથે પરંપરાનું અંતર દૂર કરવાના વિચારમાં મૂળ ધરાવે છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાને આજની ધ્વનિની ક્ષિતિજમાં લાવે છે. આ ગીત સાથે અમે પંજાબના અંતરમાં ડોકિયું કર્યું છે, જે ધરતી હંમેશાં શક્તિ, જોશ અને વાર્તાકથનના પડઘા પાડે છે. ગુલાબ સિધુ, જસ્સા ધિલ્લોં, રાગિંદર અને થિયારજેક્ટ્સ જેવા કલાકારોને મંચ પૂરું પાડીને અમે ભાવિ પેઢી સાથે વાત કરે તે રીતે વારસાનું નવું અર્થઘટન કરવા અવાજની નવી લહેર અભિમુખ બનાવી છે.’’
જસ્સા ધિલ્લોં કહે છે, “કોક સ્ટુડિયો ભારતનો હિસ્સો બનવું તે ખરેખર વિશેષાધિકાર છે અને અમને આગળ અને કેન્દ્રમાં અસલ પ્રાદેશિક અવાજ એવા મંચ પર અમારી વાર્તા આગળ લાવવાનું અત્યંત સન્માનજનક લાગી રહ્યું છે. આ વાર્તા જોરદાર છે, તે પંજાબી છે, જે સીધી મનમાંથી આવી છે, જેમાં દરેક તાલ અને બોલ આપણે કોણ છીએ તેમાં ગળાડૂબ છે.’’
ગુલાબ સિધુ કહે છે, “મને ગમતી ધરતી વિશે ગીત હંમેશાં મારા મનની નજીક રહ્યું છે અને પંજાબ વેખ કે સાથે મને અતુલનીય પ્રતિભાશાળી કલાકારો સાથે આ કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. કોક સ્ટુડિયો ભારત અમને વૈશ્વિક સ્તરે અમારાં મૂળને લઈ જવામાં મદદ કરી રહ્યો છે અને તે અમારે માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.’’
રાગિંદર કહે છે, “કોક સ્ટુડિયો ભારત ક્રિયાત્મક રીતે પરિપૂર્ણ છે. ધ્વનિને આગળ લઈ જઈને પરંપરાનું શ્વસન કરવા દેતી જગ્યા શોધવાનું દુર્લભ છે.’’
થિયારાજેક્ટ્સ કહે છે, “આ સંગીત બનાવવાથી પણ વિશેષ છે અને સમુદાય, લાગણીનું પ્રતિનિધિત્વ કરવા બરાબર છે. અને કોક સ્ટુડિયો ભારતે અમને તે જ કરવા જગ્યા આપી છે અને તે ખરેખર આશીર્વાદરૂપ છે.
કોક સ્ટુડિયો ભારત સીઝન 3 શરૂ થઈ રહી છે ત્યારે જોડાણો સર્જતી, સૂર, પ્રદેશો અને પેઢીઓને આ સતત ઉત્ક્રાંતિ પામતા ધ્વનિના અવકાશમાં એક છત હેઠળ એકત્ર લાવતી વધુ વાર્તાઓની અપેક્ષા રાખી શકાય.