કૉઇનસ્વિચે ક્રિપ્ટો જાગૃતિ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે 10 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં બિટકોઇન વ્હાઇટપેપર રજૂ કર્યા

0
30

અમદાવાદ 02 ડિસેમ્બર 2024: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે બિટકોઇન (BTC) વ્હાઇટપેપરનું 10 પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરીને ક્રિપ્ટો જ્ઞાનનું લોકશાહીકરણ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ બિટકોઈનના પાયાના સિદ્ધાંતોને લોકોને તેમની માતૃભાષામાં લોકોની નજીક લાવી લાખો લોકોને સશક્ત બનાવવાનો છે.

બિટકોઈન રેકોર્ડ તોડી આગળ વધી રહ્યો છે, તાજેતરમાં લગભગ $99,500ની તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે અને છેલ્લા. અમેરિકા દ્વારા ક્રિપ્ટો તરફી વલણ અપનાવતા અને ETFની મંજૂરી બાદ સંસ્થાકીય રોકાણોમાં વધારો થયો છે તેની સાથે જ ક્રિપ્ટો બજારમાં નવેસરથી આશાવાદ વધી રહ્યો છે. આ તકને અવગણવાનો અર્થ એ થઈ શકે છે કે વધતી જતી એસેટ ક્લાસ પર ફાયદો ઉઠાવવાનું ચૂકી જવું. જો કે નાણાંકીય નિર્ણયો હંમેશા સંપૂર્ણ જ્ઞાન અને સાવધાનીપૂર્વક સંશોધન દ્વારા સમર્થિત હોવા જોઈએ.

આ પહેલ વિશે બોલતા કોઇનસ્વિચના બિઝનેસ હેડ, બાલાજી શ્રીહરિ એ જણાવ્યું હતું કે “ બિટકોઇન વ્હાઇટપેપર એ ક્રિપ્ટો ક્રાંતિનો પાયો છે. તેને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવીને અમારો ઉદ્દેશ્ય જાગૃતતા વધારવાનો, વપરાશકર્તાઓને જ્ઞાન સાથે સશક્ત કરવાનો અને ક્રિપ્ટો અંગેની ગેરસમજોને દૂર કરવાનો છે. આ પહેલ ક્રિપ્ટો-રેડી ભારત બનાવવાના અમારા ચાલી રહેલા પ્રયાસનો એક ભાગ છે, જ્યાં ભાષા હવે વ્યાપક અપનાવવામાં અડચણરૂપ નથી.”

આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને બજારના વલણોને આંખ આડા કાન કરવાને બદલે જાણકાર નિર્ણયો લેવા માટે સશક્ત કરવાનો છે. 2021 ના યુનેસ્કોના અહેવાલમાં જાણવા મળ્યું છે કે લોકોને તેમની માતૃભાષામાં રજૂ કરવામાં આવતી માહિતીને યાદ રાખવાની સંભાવના 25-50% વધુ હોય છે. કોઇનસ્વિચ આ આંતરદ્રષ્ટિનો લાભ ઉઠાવીને ક્રિપ્ટો જ્ઞાનને એ રીતે વિતરીત કરે છે જે વધુ ઉંડાણપૂર્વક પ્રતિધ્વનિત થાય છે અને વ્યાપક દર્શકો સુધી પહોંચે છે.

2008માં ઉપનામી સતોશી નાકામોટો દ્વારા લખવામાં આવેલ ‘બિટકોઈન: અ પીઅર-ટુ-પીઅર ઈલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ’ નામનું વ્હાઇટપેપર વિશ્વના પ્રથમ ક્રિપ્ટો માટે બ્લુપ્રિન્ટ તરીકે કામ કરે છે. આ અગ્રણી દસ્તાવેજનું હિન્દી, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી, ઉર્દૂ, કન્નડ, ઓડિયા અને મલયાલમ જેવી વ્યાપકપણે બોલાતી ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરીને કૉઇનસ્વિચ જ્ઞાનના અંતરને દૂર કરવાનો અને વિવિધ સમુદાયોમાં ક્રિપ્ટોની ઉંડી સમજને વધારવાનો પ્રયાસ કરે છે.

આ વ્હાઇટપેપર કૉઇનસ્વિચ વેબસાઇટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે, જેનાથી બિટકોઇનની ઉત્પત્તિ અને કાર્યને સમજવામાં રસ ધરાવનાર કોઈપણ વ્યક્તિ માટે સરળ ઍક્સેસની ખાતરી કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here