નવરાત્રિની ભવ્યતાઃ કોકા-કોલાએ ગુજરાતમાં સૌથી વિશાળ માનવ ફોટો મોઝેક નિર્માણ કર્યું

0
21

કોકા-કોલાએ માસ્ટરપીસ નિર્માણ કરવા માટે હજારો ભક્તો અને ઉત્સવના સહભાગીઓને એકત્ર કર્યા

નેશનલ 15 ઓક્ટોબર 2024 | આ નવરાત્રિમાં કોકા-કોલાએ દીવાલ પર સૌથી વિશાળ ફોટો મોઝેક સાથે એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નવ દિવસના ઉત્સવ દરમિયાન સર્વ ક્ષેત્રના સહભાગીઓએ આ અતુલનીય સમુદાયની કળાકૃતિમાં યોગદાન આપીને એકતા, ઉજવણી અને એકત્રપણાનો જોશ દર્શાવ્યો હતો. બ્રાન્ડ લોગો નિર્માણ કરવા તેમનાં વ્યક્તિગત પોર્ટ્રેઈટ્સના આ વિશાળ ફોટો મોઝેક સાથે આ પહેલ ગ્રાહકોના આદાનપ્રદાન કરેલા અવસરો અર્થપૂર્ણ અને યાદગાર રીતે સંવર્ધન કરવાની તાજગીપૂર્ણ રીત છે.

નવરાત્રિ દરમિયાન ઊર્જા, નૃત્ય અને ભક્તિથી વાતાવરણ સમૃદ્ધ બન્યું હતું ત્યારે કોકા-કોલાના ઈન્સ્ટોલેશનમાં આકર્ષક ફોટો બૂથ્સનો સમાવેશ થતો હતો, જેમાં સહભાગીઓએ તેમની સેલ્ફી લીધી હતી, જેને મોઝેકના વાઈબ્રન્ટ લેઆઉટમાં જોડવામાં આવી હતી. એઆઈ- પાવર્ડ ફેસ રેકગ્નિશન અને ઈન્ટરએક્ટિવ ક્યુઆર કોડ્સ સાથે દરેક નાગરિક કોકા-કોલાનો પ્રતિકાત્મક લોગો અને પારંપરિક ઉત્સવનાં તત્ત્વો સાથે પ્રદર્શિત કળાકૃતિમાં તેમના પિક્ચર લોકેટ કરી શક્યા હતા.

“અમે નવરાત્રિ દરમિયાન વિશાળ માનવી ફોટો મોઝેક નિર્માણ કરવા માટે આ ઐતિહાસિક પ્રવાસે નીકળ્યા છીએ ત્યારે અમે આ વિક્રમ સ્થાપવા સાથે એકત્રપણાના જોશની ઉજવણી પણ કરી હતી, જે ઉત્સવોની વ્યાખ્યા કરે છે. કોકા-કોલા હંમેશાં અવસરો અને યાદગાર ઉજવણીને નવી ઊંચાઈએ લઈ જાય છે, જે પહેલમાં અમારી સાથે જોડાયેલા દરેકના અમે આભારી છીએ, જ્યાં દરેક પોર્ટ્રેઈટે પોતાની વાર્તા કહી હતી અને દરેક સ્મિતે ઉત્સવના જાદુમાં ઉમેરો કર્યો હતો,” એમ ધ કોકા-કોલા કંપનીના ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટ ખાતે કોકા-કોલા કેટેગરી માટે માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર કૌશિક પ્રસાદે જણાવ્યું હતું.

આ મોઝેકની દરેક ટાઈલમાં વ્યક્તિગતોએ દાખલ કરેલો તહેવારનો જોશ છલકાય છે, જે જીવનના યાદગાર અવસરો ઊજવવા માટે કોકા-કોલાનો મજબૂત ભરોસો અને કટિબદ્ધતા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here