રાષ્ટ્રીય ૦૩ મે ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગની સબ-બ્રાન્ડ સીએમએફ એ આજે ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, વિજય સેલ્સ, ક્રોમા અને ભારતના તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ પર સીએમએફ ફોન 2 પ્રો માટે ઓપન સેલની જાહેરાત કરી છે, જે 5 મે, બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પહેલા દિવસે ખાસ શરૂઆતી ઓફર તરીકે, ફોન 2 પ્રો ₹16,999 (બધી ઑફર્સ સહિત) જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
સીએમએફ બાય નથિંગે તેમનો ફોન 2 પ્રો વૈશ્વિક સ્તરે 28 એપ્રિલ, 2025 ના રોજ લોન્ચ કર્યો. આ ફોનમાં ત્રણ કેમેરા છે જે આ સેગમેન્ટમાં સૌથી સારા છે, એકદમ બ્રાઇટ ડિસ્પ્લે છે અને તેની ડિઝાઇન પણ ખૂબ જ પ્રીમિયમ છે.સીએમએફ ફોન 2 પ્રો રોજિંદા ઉપયોગ માટે એક ઉત્તમ સ્માર્ટફોન છે.
સૌથી પાતળો અને હલકો સ્માર્ટફોન જે નથિંગે ક્યારેય ડિઝાઇન કર્યો નથી. ફક્ત 7.8 મીમી જાડાઈ અને 185 ગ્રામ વજન સાથે, સીએમએફ ફોન 2 પ્રો લગભગ વજનહીન છે – સીએમએફ ફોન 1 કરતા 5% પાતળો છે. તે એલ્યુમિનિયમ કેમેરા સરાઉન્ડ સાથેના સુંદર દેખાવમાં આવે છે – જે ફર્સ્ટ-જનરેશનની ડિઝાઇનમાંથી વિકસિત થયો છે – અને તેમાં સ્ટેનલેસ સ્ટીલના સ્ક્રૂ છે જે ઓથેન્ટિક નથિંગ ફીલ આપે છે અને તેની પાછળની કારીગરી દર્શાવે છે. ઉપરાંત, IP54 સાથે પાણી સામે વધુ ટકાઉપણું – સીએમએફ ફોન 1 માં IP52 હતો.
સીએમએફ ફોન 2 પ્રોમાં એક અદ્યતન ત્રણ-કેમેરા સિસ્ટમ છે, જેમાં 50 MP મુખ્ય કેમેરા છે જે તેના સેગમેન્ટમાં સૌથી મોટો સેન્સર ધરાવે છે અને સીએમએફ ફોન 1 કરતા 64% વધુ લાઈટ કેપ્ચર કરે છે. દૂરના દ્રશ્યો માટે, સેગમેન્ટમાં પહેલો 50MP ટેલિફોટો લેન્સ 2x ઓપ્ટિકલ ઝૂમ અને 20x અલ્ટ્રા ઝૂમ સુધી પ્રદાન કરે છે. અંતે, 8 MP અલ્ટ્રા-વાઇડ કેમેરો વિશાળ ફિલ્ડ ઓફ વ્યૂ પ્રદાન કરે છે, જે લેન્ડસ્કેપ્સથી લઈને સ્કાયલાઇન્સ સુધી દરેક માટે યોગ્ય છે, જ્યારે 16 MP ફ્રન્ટ કેમેરોતમારી શાર્પ સેલ્ફી ક્લિક માટે તૈયાર છે.
હવે તેની સિક્સથ જનરેશનમાં, નવા અપગ્રેડેડ મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો 5G પ્રોસેસરમાં 8-કોર CPU છે જે 2.5 GHz સુધીની ઝડપે કાર્ય કરે છે – જે હેવીમલ્ટિ-ટાસ્કર્સની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર છે. સીએમએફ ફોન 1 ની તુલનામાં 10% ઝડપી પ્રોસેસિંગ અને ગ્રાફિક્સમાં 5% સુધારા સાથે, અત્યાધુનિક કામગીરી માટે છે.
અવેલેબિલિટી, પ્રાઇસિંગ એન્ડ ઓફર્સ :
- સીએમએફ ફોન 2 પ્રોબ્લેક ,ઓરેન્જ અને લાઇટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ થશે
○ 8+128 GB – INR 17,999 (બેંક અથવા એક્સચેન્જ ઑફર્સ સહિત)
○ 8+256 GB – INR 19,999 (બેંક અથવા એક્સચેન્જ ઑફર્સ સહિત)
- 5 મેના રોજ એક ખાસ પ્રારંભિક ઑફર તરીકે, સીએમએફ ફોન 2 પ્રો 8+128 GB વેરિઅન્ટ INR 16,999 અને 8+256 GB વેરિઅન્ટ INR 18,999 (બધી ઑફર્સ સહિત) માં ઉપલબ્ધ થશે.
- દિવસ 1 એક્સચેન્જ ઑફર: INR 1,000 એક્સચેન્જ બોનસ અને INR 1,000 બેંક ઑફર (બધી અગ્રણી બેંકો પર લાગુ) સીએમએફ ફોન 2 પ્રો પર એકસાથે ઉપલબ્ધ થશે.
અવેલેબિલિટી:
- સીએમએફ ફોન 2 પ્રો 5 મે, 2025 થી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, વિજય સેલ્સ, ક્રોમા અને તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે.
સીએમએફ ફોન 2 પ્રો ની એસેસરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે.
બધી નવીનતમ માહિતી પર અપડેટ રહેવા માટે, કૃપા કરીને Instagram અને X પર Nothing ને ફોલો કરો.