ક્લિયર પ્રીમિયમ વોટરે “ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 6” સાથે તેનો સહયોગ જાળવી રાખ્યો

0
8

આ લીગની રોમાંચક મેચો 3 થી 8મી ડિસેમ્બર, 2024 દરમિયાન મુંબઈમાં આઇકોનિક ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે રમાશે

અમદાવાદ 26 નવેમ્બર 2024: “ક્લિયર પ્રીમિયમ વોટર” ફરી એકવાર ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 6 માટે પાવર્ડ-બાય સ્પોન્સર તરીકે કેન્દ્ર સ્થાને આવી રહ્યું છે, જે ખરેખર ખેલ પ્રતિભા, સ્પર્ધા અને ટેનિસની ભાવનાની ઉજવણી છે. આ બહુપ્રતીક્ષિત મુખ્ય મેચો 3 થી 8મી ડિસેમ્બર, 2024 દરમિયાન મુંબઈમાં આઇકોનિક ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે રમાશે.

આ ક્લિયર પ્રીમિયમ વોટર અને TPL વચ્ચે બીજું જોડાણ છે, જે ટેનિસને સમગ્ર ભારતમાં પ્રીમિયર રમત તરીકે આગળ વધારવાના તેમના સહિયારા વિઝનને મજબૂત બનાવે છે. આ સિઝનની સફર 25મી સપ્ટેમ્બર, 2024ના રોજ સહારા સ્ટાર, મુંબઈ ખાતે સ્ટાર-સ્ટડેડ ખેલાડીઓની હરાજી સાથે શરૂ થઈ હતી. જાણીતી હસ્તીઓ, રમતવીરો અને રમતગમતના ઉત્સાહીઓ એક રોમાંચક સ્પર્ધાની શરુઆત કરવા માટે ભેગા થયા હતા.

ક્લિયર પ્રીમિયમ વોટરના સ્થાપક અને સીઈઓ નયન શાહે આ જોડાણ-સહકાર વિશે કહ્યું હતું કે, “ટેનિસ પ્રીમિયર લીગ સાથે સીઝન 6 માટે અમારું સતત જોડાણ એ માત્ર ભાગીદારી જ નહીં, પરંતુ મહત્વાકાંક્ષાની ઉજવણી છે. ક્લિયર પ્રીમિયમ વોટર ખાતે, અમે શ્રેષ્ઠતાની શોધમાં ચેમ્પિયન છીએ અને ટેનિસ તેની શિસ્ત અને ગતિશીલતાના મિશ્રણ સાથે આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. હું નિશ્ચિતપણે માનું છું કે સાથે મળીને, અમે ટેનિસને એક ઉમદા ચોઈસની મુખ્ય રમતમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. આ સાથે જ તેની પહોંચને નોંધપાત્ર રીતે વધારીને આ રમત માટે ઊંડી પ્રશંસાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.”

છઠ્ઠી સિઝનમાં અવિસ્મરણીય ટેનિસ પળો જોવાં મળશે, જેમાં આઠ ગતિશીલ ટીમો બંગાળ વિઝાર્ડ્સ, બેંગલુરુ એસજી પાઇપર્સ, પંજાબ પેટ્રિઅટ્સ, હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ, ગુજરાત પેન્થર્સ, યશ મુંબઈ ઈગલ્સ, શ્રચી દિલ્હી રાર ટાઈગર્સ અને ચેન્નાઈ સ્મેશર્સ… સામેલ છે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા, સોનાલી બેન્દ્રે, તાપસી પન્નુ, રકુલ પ્રીત સિંહ અને મહેશ ભૂપતિ જેવા સુપ્રસિદ્ધ એમ્બેસેડર આ લીગમાં સ્ટાર પાવર અને પ્રેરણા લાવે છે.

ટેનિસ પ્રીમિયર લીગના સહ-સ્થાપક મૃણાલ જૈને જણાવ્યું હતું કે, “સતત ત્રીજી સીઝન માટે અમારા પાવર્ડ-બાય સ્પોન્સર તરીકે ક્લિયર પ્રીમિયમ વોટર મેળવવાથી અમે રોમાંચિત છીએ. તેમના અતૂટ સમર્થને ટેનિસ પ્રીમિયર લીગને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને અમે આ સફળ સહયોગને આગળ વધારવા માટે ખૂબજ ઉત્સાહિત છીએ. ક્લિયરની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતમાં ટેનિસના વિકાસ માટે અમારી સહિયારી દ્રષ્ટિ સાથે, અમને વિશ્વાસ છે કે સિઝન 6 અત્યાર સુધીની સૌથી વધુ રોમાંચક અને પ્રભાવશાળી હશે.”

આ વર્ષની ટીમમાં પ્રભાવશાળી ટેનિસ સ્ટાર્સ સામેલ છે, જેમાં ભારતીય દિગ્ગજ રોહન બોપન્ના અને સુમિત નાગલ સહિત, યુએસ ઓપન ડબલ્સ ચેમ્પિયન મેક્સ પરસેલ, ફ્રાંસના હ્યુગો ગેસ્ટન અને આર્મેનિયાના એલિના અવનેસ્યાન જેવી વૈશ્વિક પ્રતિભા પણ સામેલ છે. પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ ટાઇટલ માટે તેમનો પ્રયાસ, ટેનિસ પ્રેમિઓ માટે રોમાંચક ખેલ-મુકાબલો લઈને આવશે.

આ ડિસેમ્બરમાં, ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા સંચાલિત ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 6; એ રમતગમત, મનોરંજન અને સમુદાયની અસરને મિશ્રિત કરવાનું વચન આપે છે, જેનાથી તે ભારતના રમતગમત કેલેન્ડરમાં એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક આયોજન બની રહેશે.

વધુ અપડેટ્સ અને હાઇલાઇટ્સ માટે, સોશિયલ મીડિયા પર TPL અને Clear Premium Water ને ફોલો કરો. તો ચાલો આવો… આનંદ અને રોમાંચની ઉજવણી કરવા માટે તૈયાર થઈ જાઓ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here