બિયોન્ડ નંબર્સ: ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ સ્પોર્ટ્સ દ્વારા કેવી રીતે વર્ક-લાઇફ બેલેન્સને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે

0
5

ગુજરાત, અમદાવાદ ૨૫ એપ્રિલ ૨૦૨૫: આજના તણાવપૂર્ણ વ્યાવસાયિક જીવનમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે એક તાજગીભર્યો અને આનંદદાયક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC), જેની શરૂઆત દોઢ વર્ષ પહેલાં રોજિંદા કામકાજના ભારને હળવો કરવાના એક સામાન્ય વિચારથી થઈ હતી, તે હવે વ્યાવસાયિકો માટે એક ગતિશીલ અને પ્રેરણાદાયક ફિટનેસ મુવમેન્ટ્સબની ગઈ છે.

દર ગુરુવારે સાંજે, જ્યારે શહેરનો સૂરજ આથમતો હોય છે અને ઓફિસો ખાલી થતી હોય છે, ત્યારે 40થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કોઈ સેમિનાર કે કોન્ફરન્સ માટે નહીં, પરંતુ બોક્સ ક્રિકેટની રમત માટે એકઠા થાય છે. પરંતુ CCC માત્ર ક્રિકેટ વિશે નથી. તે ફિટનેસ, મિત્રતા અને મનોરંજન વિશે છે.

આજે, CCC માત્ર ક્રિકેટ સુધી સીમિત નથી. ક્લબ હવે બોક્સ ક્રિકેટ, પિકલબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ગ્રાઉન્ડ ક્રિકેટ અને વધતા જતા રનર્સ ક્લબ સહિત 7 વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી ધરાવે છે. ભલે તમે રમતગમતમાં નવા હો કે અનુભવી ખેલાડી, CCC દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તેમની અંદરના ખેલાડીને ફરીથી જીવંત કરવાની તક આપે છે.

CCCની દરેક ઇવેન્ટ બાળપણની રમતોને ફરીથી માણવાની, સ્ક્રીનની દુનિયાથી દૂર રહેવાની અને હળવા તેમજ એનર્જેટિક વાતાવરણમાં સમાન વિચારધારા ધરાવતા પ્રોફેશનલ્સ સાથે નેટવર્કિંગ કરવાનો એક મોકો છે. અહીં, બેલેન્સ શીટ બેલેન્સ ટ્રેનિંગને મળે છે, અને જ્યાં ઓવર અને રેલી વચ્ચે નેટવર્કિંગ થાય છે.

આ ક્લબ ફક્ત ફિટનેસ જ નહીં – પણ એક વાઇબ્રન્ટ કોમ્યુનિટી બિલ્ડ પણ કરી રહી છે. તેથી જો તમે CA છો અને તણાવ દૂર કરવા, ફિટ રહેવા અને રમવાનો આનંદ પાછો લાવતી મુવમેન્ટનો ભાગ બનવા માંગતા હો, તો ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ તમારા માટે જ છે.

રમતમાં જોડાઓ. ગેંગમાં જોડાઓ. ચાલો નંબર્સની દુનિયાથી આગળ વધીને લાઈફને ચેમ્પિયન બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here