“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

0
37

કલ્કિ 2898 એડી” ફિલ્મને લઈને કોલમિસ્ટ, પબ્લિક સ્પીકર તથા વિદ્યાર્થી એવા શાસ્વત પંડ્યાએ પોતાના વિચાર નીચે મુજબ પ્રસ્તુત કર્યા છે.

નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત પ્રભાસની ફિલ્મ, કલ્કી 2898 એડી, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને પ્રાદેશિક અવરોધોને પાર કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક બની છે. ‘રિબેલ સ્ટાર’ પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હસન અને દીપિકા પાદુકોણ સહિત સ્ટાર કાસ્ટ સાથે, આ ફિલ્મ સિનેમાપ્રેમીઓ અને દર્શકો બંને માટે અનોખો લહાવો છે. ઘણા વિવેચકો અને પ્રેક્ષકોએ તેને ‘વન્સ ઇન એ જનરેશન ફિલ્મ’ ગણાવી છે. જે દર્શાવે છે કે તેની અસર માત્ર બોક્સ-ઓફિસ નંબરોથી આગળ વધીને એક ગહન માનસિક પ્રભાવ સુધી વિસ્તરે છે.

કલ્કી 2898 એડી હિંદુ સંસ્કૃતિના અને ભારતીયોના ખોવાયેલા ગૌરવને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરે છે અને ભારતીયસંસ્કૃતિ થી પ્રેરિત વાર્તા કહેવાના અને મુખ્ય પ્રવાહના પાત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોસામે હિંદુ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરે છે. આ પ્રયાસમાં દક્ષિણ ભારતીય સિનેમામાં, ખાસ કરીને તેલુગુ સિનેમા સૌથી મોખરે છે, જે ભારતની મૂળ પરંપરાઓનુંમહિમામંડન કરવામાં જરા પણ નથી ખચખાતું.

પ્રશ્ન એ છે કે શું દક્ષિણ ભારતીય સિનેમા એ ખરેખર આવું કરવામાં સફળતા મેળવી છે?

આ પંક્તિઓનું ઉદાહરણલઈએ:

“રુધ્ર ધનુસમા સમાના સ્વધનુષ…

ટંખાના ભયમ ભ્રાન્થા સાથ્રમ…

રામમ રાઘવમ રણધીરમ રાજસમ…”

અધ્યાત્મ રામાયણમાંથી પ્રેરિતઆ પંક્તિઓRRR ફિલ્મના ક્લાઇમેક્સ દરમિયાન ગવાય છે, જે ભારતીય સંસ્કૃતિની ઉજવણી માટે ફિલ્મ નિર્માતાઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેવી જ રીતે, બાહુબલી: ધ બિગીનિંગનું “કોન હૈ વો” ગીત, જેમાં શિવ તાંડવ સ્તોત્રમની પંક્તિયો છે, તે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાઓની હિંદુ વારસો અને પરંપરાઓને પ્રેરિત કરવા પ્રત્યેની નિષ્ઠાને રેખાંકિત કરે છે.

બોલિવૂડથી, જે ઘણીવાર ઉર્દૂ અથવા વિદેશી ભાષાઓ વિના ગીતો બનાવવા માટે અચકાય છે,તેનાથી વિપરીતદક્ષિણ ભારતીય સિનેમાએ દાયકાઓથી વિશ્વ ના મંચ પર ભારત નું પ્રતિનિધિત્વ કરે છે. યુએસ અને યુરોપમાં હોલીવુડના પ્રમોશનની જેમ વૈશ્વિક મંચ પર આ ફિલ્મો એ ભારતની છબી સફળતાપૂર્વક ઉન્નત કરી છે. હનુમાન, બાહુબલી, RRR, કલ્કી 2898 એડી, કાર્તિકેય 2, અને પોનીયિન સેલવાન જેવી ફિલ્મોએ એ કરી બતાવ્યું છે જે ઓપેનહાઇમર, એર ફોર્સ વન, વ્હાઇટ હાઉસ ડાઉન, ટોપ ગન માવેરિક, ઓલિમ્પસ હેઝ ફોલન એ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા માટે કર્યુ.

કલ્કિ 2898 એડી જેવી ફિલ્મ એ વિશ્વને આપણી કથાઓ, વિચારો અને સભ્યતા જણાવવાનો પ્રામાણિક પ્રયાસ કરીને ઈતિહાસ રચ્યો છે. તે વધુ ફિલ્મ નિર્માતાઓ માટે તે જ કરવાનો માર્ગ મોકળો કરે છે, તેમને તેમની પોતાની વાર્તાઓ તેમની અનન્ય રીતે કહેવાની પ્રેરણા આપે છે અને તેમને ખાતરી આપે છે કે તેમની વાર્તાઓ પણ વૈશ્વિક કાવ્યસંગ્રહમાં સ્થાન ધરાવે છે. આવી ફિલ્મો આપણા રાષ્ટ્રને 15મી સદીના યુરોપની જેમ સાંસ્કૃતિક નવજાગૃતિ તરફ દોરી શકે છે.

હવે લાખ રૂપિયા નોસવાલ: “આવી વસ્તુઓ આપણને રોજિંદા જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે?”

જો કે આ ફિલ્મો આપણને દેખીતી રીતે પ્રભાવિત કરતી નથી, તેમ છતાં તેમની પાસે આપણી વિચારવાની, સમજવાની અને જીવવાની રીતને બદલવાની અપાર શક્તિ છે. એવા યુગમાં જ્યાં “અમેરિકન વે ઓફ લાઇફ” અને “અમેરિકન ડ્રીમ”ને સમૃદ્ધિના એકમાત્ર માર્ગ તરીકે જોવામાં આવે છે, આવી ફિલ્મો કથાને ફરીથી આકાર આપી શકે છે અને વિશ્વને “Hindu way of life” તરફ આકર્ષિત કરી શકે છે. એવા વિશ્વમાં જ્યાં ભારતીયો યુરોપિયન અને અમેરિકન ઉત્પાદનો, ખોરાક, કપડાં, સંગીત, કાર, ફિલ્મો અને ભાષાઓ માટે પણ ઝંખે છે, આવી સામગ્રી આ વલણને ઉલટાવી શકે છે અને ભારતીય ભાષાઓ, તહેવારો, પરંપરાઓ, ખોરાક, પોશાક અને ‘ઇન્ડિયન વે ઑફ લાઇફ’તરફ વિશ્વને આકર્ષિત કરી શકે છે.

નિષ્કર્ષમાં, એ છે કે, કલ્કી 2898 એડી એ ભારતનીવૈશ્વિક સોફ્ટ પાવર અને વિશ્વવ્યવસ્થાને પુન: આકાર આપતી એક ઉચ્ચ સંસ્કૃતિ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ હાંસલ કરવા માટે, દરેક ભારતીયે વિશ્વભરમાં ભારતીયતા ને ‘બ્રાન્ડ’ બનાવામાં યોગદાન આપવું જોઈએ અને તેનો પ્રચાર કરવો જોઈએ. આ સામૂહિક પ્રયાસો દ્વારા આપણું મહાન રાષ્ટ્ર તેના ખોવાયેલા ગૌરવને પુનઃપ્રાપ્ત કરી શકે છે, જેને “સોને કી ચિડિયા” તરીકે ઓળખવામાં આવે છે.

નાગ અશ્વિન ખરેખર આ શબ્દો પર જીવ્યા છે:

“ભારત કા રહને વાલા હું

ભારત કી બાત સુનાતા હું”

અંતે, આ ફિલ્મ માત્ર સિનેમેટિક સીમાચિહ્નરૂપ નથી પરંતુ એક સાંસ્કૃતિક દીવાદાંડી છે, જે વૈશ્વિક મંચ પર આપણને વધુ ઉજ્જવળ, વધુ પ્રભાવશાળી ભવિષ્ય તરફ માર્ગદર્શન આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here