ઉત્તર પ્રદેશ 21મી જાન્યુઆરી 2025: કોકા-કોલા ઈન્ડિયા તેની બોટલિંગ પાર્ટનર એસએલએમજી બેવરેજીસ સાથે સ્થાનિક સમુદાયો માટે હાઈડ્રેશન, ગ્રાહક સુવિધા અને આર્થિક તકોના સહજ એકીકરણ થકી દુનિયાના સૌથી વિશાળ સાંસ્કૃતિક મેળાવડામાંથી એક મહાકુંભ 2025ના અનુભવને વધુ બહેતર બનાવવા માટે સુસજ્જ છે. કંપનીનું લક્ષ્ય અર્થપૂર્ણ સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ પ્રેરિત કરવા સાથે લાખ્ખો ભાવિકો માટે કુંભમેળાનો અનુભવ વધુ બહેતર બનાવવાનું છે.
મહાકુંભનાં મેદાનોમાં મજબૂત રિટેઈલ અને વિતરણ નેટવર્ક ગોઠવીને કોકા-કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે તેના વૈવિધ્યપૂર્ણ પીણાંના પોર્ટફોલિયોને આસાનીથી પહોંચ મળે તેની ખાતરી રાખી છે. સ્થાનિક વેન્ડરો દ્વારા ચલાવવામાં આવતાં હાઈડ્રેશન કાર્ટસ, વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવેલાં કૂલર્સ અને ફૂડ કોર્ટસ અને રિટેઈલ આઉટલેટ્સ સાથે ભાગીદારીઓ સ્થાનિક વેન્ડરો, કચરો વીણતા શ્રમિકો, નાના વેપારો અને આજીવિકાને ટેકો આપીને એકંદર અનુભવ બહેતર બનાવવા સાથે વૃદ્ધિ અને રોજગારની તકો નિર્માણ કરી રહી છે.
એસએલએમજી બેવરેજીસના સાઉથ યુપી ઝોનના ઝોનલ વાઈસ પ્રેસિડેન્ટ લબાંયેંદુ મિશ્રાએ જણાવ્યું હતું કે, “એસએલએમજી બેવરેજીસ ખાતે અમને ઉત્તર પ્રદેશમાં આ પ્રતિકાત્મક સાંસ્કૃતિક ઉજવણી દરમિયાન લાખ્ખો લોકોને તાજગી પ્રદાન કરતાં પીણાં આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની ખુશી છે. અમે ગ્રાહકોને મેળા થકી સર્વ મુલાકાતીઓ માટે સંપર્ક સ્થળો નિર્માણ કરીને પીણાંના વિકલ્પો પૂરી પાડી રહ્યા છીએ. હાઈડ્રેશન કાર્ટસ થકી, વાઈબ્રન્ટ ફૂડ કોર્ટમાં ઉપલબ્ધતા કે પહેલી વાર 100 ડોર કૂલર વોલ, પ્રતિકાત્મક 3-D OOH ડિસ્પ્લેઝ, સેલ્ફી ઝોન્સ અને કૂલર વોલ્સ થકી અમે સ્થાનિક રુચિઓ સાથે જોડાણ કરવા સાથે અમારા વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોને જીવંત કર્યો છે. અમે રિટેઈલ હાજરી મહત્તમ બનાવી રહ્યા છીએ અને સપ્લાય ચેઈન કાર્યક્ષમતાની ખાતરી રાખી રહ્યા છીએ, જેથી ગ્રાહકો તાજગીપૂર્ણ અને હાઈડ્રેટેડ રહેવા સાથે સ્થાનિક વેપારોને ટેકો આપી રહ્યા છીએ અને આ ભવ્ય મેળાની એકંદર સફળતામાં યોગદાન આપી રહ્યા છીએ.”
કોકા-કોલા ઈન્ડિયા સ્થાનિક વેન્ડરો માટે નોકરીઓ નિર્માણ કરીને, કચરા વ્યવસ્થાપન પહેલો થક વેતન શ્રમિકોને ટેકો આપીને અને ફૂડ તથા બેવરેજ રિટેઈલરો માટે વેપાર વૃદ્ધિ પ્રેરિત કરીને પ્રયાગરાજની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા સાથે નાના વેપારોને સક્રિય રીતે સશક્ત બનાવી રહ્યા છીએ અને પ્રાદેશિક આર્થિક વિકાસને પોષી રહ્યા છીએ.
કોકા-કોલા ઈન્ડિયાના મહાકુંભ 2025 ખાતે સહભાગની મુખ્ય રૂપરેખાઃ
- રિફ્રેશમેન્ટ થકી સમુદાયો સાથે જોડાણ: અમારું લક્ષ્ય કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ, માઝા, ફેન્ટા કિન્લે, મિનિટ મેઈડ અને ચાર્જસ સહિત બેવરેજીસના વ્યાપક પોર્ટફોલિયો સાથે લાખ્ખો મુલાકાતીઓને રિફ્રેશ કરવાનું અને જોડવાનું છે. પ્રોડક્ટો હાઈડ્રેશન કાર્ટસ અને ફૂડ કોર્ટ એક્ટિવેશન્સ થકી દરેક 400 મીટરે પહોંચક્ષમ છે, જેથી મુલાકાતીઓ ઉત્સવ દરમિયાન રિફ્રેશ્ડ રહે તેની ખાતરી રખાય છે.
- મહાકુંભ સ્પેશિયલ એડિશન પેકેજિંગઃ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા માટે અમે ચુનંદાં બેવરેજીસ માટે મહાકુંભ થીમ્ડ પેકેજિંગ રજૂ કર્યું છે. આ વિશેશ ડિઝાઈન કોકા-કોલાના વૈશ્વિક સ્પર્શ સાથે પરંપરાને સંમિશ્રિત કરીને યાદગીરી તરીકે કામ કરે છે.
- રોમાંચક એક્ટિવેશન્સઃ ભાવિકો હાઈડ્રેશન કાર્ટસ, વાઈબ્રન્ટ ફૂડ કોર્ટ એક્ટિવેશન્સ, પ્રતિકાત્મક 3-D OOH ડિસ્પ્લેઝ, સેલ્ફી ઝોન્સ અને કૂલર વોલ્સ જેવા અજોડ અનુભવો સાથે સહભાગી થઈ શકે છે. આ એક્ટિવેશન્સ ઉત્સવનું વાતાવરણ બહેતર બનાવવા સાથે કુંભની વૈવિધ્યપૂર્ણ ક્યુલિનરી ખુશી સાથે કોકા-કોલા બેવરેજીસની ઉત્તમ જોડી દર્શાવે છે.
- હાર્દમાં સક્ષમતાઃ મોજૂદ કુંભમેળામાં કોકા-કોલા ઈન્ડિયા પેટ વેસ્ટ રિસાઈલિંગ માટે મુખ્ય સ્થળે રિવર્સ વેન્ડિંગ મશીનો (આરવીએમ), સેનિટેશન શ્રમિકો અને સ્વયંસેવકો માટે રિસાઈકલ્ડ પેટ જેકેટ્સ અને મહિલાઓના ચેન્જિંગ રૂમ્સ સંપૂર્ણપણે રિસાઈકલ્ડ મલ્ટી-લેયર્ડ પ્લાસ્ટિક કચરામાંથી નિર્માણ કરાયા છે.