આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 ની ઉજવણી

0
12
  • ઇન્શ્યોરન્સ છેતરપિંડી વિરૂદ્ધ સાથે મળીને લડીએશ્રી વિક્રમજીત સિંહ, એચઆર, આઇએલએમ અને એડમિનિસ્ટ્રેશનના ચીફ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા

અમદાવાદ 25મી નવેમ્બર 2024: જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 માં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ઇન્શ્યોરન્સ છેતરપિંડીના ગંભીર મુદ્દાઓ અંગે વિચારવા અને તેનો સામનો કરવા માટે જરૂરી સંયુક્ત પ્રયત્નો અંગે વિચારવાની ઉત્તમ તક છે. જનરલ ઇન્શ્યોરન્સ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઑટોમોટિવ, હેલ્થકેર, કૃષિ અને સંપૂર્ણ સમાજ જેવા મોટાભાગના ઉદ્યોગો સાથે જટિલ રીતે સંકળાયેલ છે. તે વ્યક્તિઓ અને વ્યવસાયોને આવશ્યક નાણાંકીય સુરક્ષા પ્રદાન કરીને અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એ સમજવું ખૂબજ મહત્વનું છે કે, ઇન્શ્યોરન્સના ફાયદા હોવા છતાં, લોકો તેને ખરીદતાં કેમ અચકાય છે. સંયુક્ત ઇન્ડસ્ટ્રીમાં સરેરાશ પ્રીમિયમની રકમ કરતાં ક્લેઇમ માટે ચૂકવેલ રકમનો રેશિયો 100% કરતાં વધુ હોવા છતાં, લોકોને હજુ પણ ક્લેઇમની ચુકવણી બાબતે કેમ સંદેહ રહે છે, તે એક મહત્વનો પ્રશ્ન છે

આ વિરોધાભાસનું એક મુખ્ય કારણ ઇન્શ્યોરન્સ છેતરપિંડી છે, જે દર વર્ષે ભારતીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડે છે. છેતરપિંડીયુક્ત ક્લેઇમ ક્લેઇમના રેશિયોને વધારે છે, જેના પરિણામે પ્રીમિયમ ખર્ચમાં વધારો થાય છે અને વિશ્વાસમાં ઘટાડો થાય છે. આવી છેતરપિંડીયુક્ત પ્રવૃત્તિઓ ઇન્ડસ્ટ્રીના વિકાસને અવરોધે છે અને સમાજ પર પ્રતિકૂળ અસર કરે છે.

દરેક ઇન્શ્યોરન્સ કોન્ટ્રાક્ટનો મુખ્ય સિદ્ધાંત “સંપૂર્ણ સત્યનિષ્ઠા” છે, જેમાં તમામ પક્ષો દ્વારા પ્રામાણિકતાથી કાર્ય કરવાની અને સંબંધિત માહિતી જાહેર કરવાની જરૂર પડે છે. ઝડપી ક્લેઇમ પ્રોસેસિંગ અને કાર્યક્ષમ ચુકવણીઓ ક્લેઇમ કરનારને વિલંબ વગર નાણાંકીય અવરોધોમાંથી રિકવર કરવામાં, જાહેર ધારણામાં સુધારો કરવામાં અને ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લેવા બાબતે વધુ વ્યક્તિઓને પ્રેરિત કરવામાં મદદ કરે છે.

જો કે, છેતરપિંડી આ વિશ્વાસને ઘટાડે છે અને ઇન્શ્યોરરની વાસ્તવિક ક્લેઇમને કાર્યક્ષમ રીતે સંભાળવામાં અવરોધ ઊભા કરે છે. છેતરપિંડીના ભૂતકાળના અનુભવો સાથે, ઇન્શ્યોરન્સ કંપનીઓએ છેતરપિંડીની પ્રવૃત્તિઓને ટ્રૅક કરવા અને ઘટાડવા માટે સિસ્ટમ્સ વિકસિત કરી છે. તેમ છતાં, છેતરપિંડી વર્કફોર્સ અને ફાઇનાન્શિયલ રિઝર્વ જેવાં મહત્વનાં ઑપરેશનલ સંસાધનોનો ઉપયોગ કરે છે.

ઇન્શ્યોરન્સ છેતરપિંડીમાં કેટલાક સામાન્ય પ્રકાર હોય છે, જે સારા સંબંધોને પ્રભાવિત કરે છે, નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • પૂર્વનિર્ધારિત અકસ્માત: છેતરપિંડી કરનારાઓ જાણીજોઈને વાહનના નુકસાન અને વ્યક્તિગત ઈજાઓ માટે ખોટા ક્લેઇમ ફાઇલ કરવા માટે અકસ્માતનું કારણ બને છે. જ્યારે પોતાની આવકમાં ઘટાડો થાય ત્યારે કેટલાક લોકો પોતાની જ ફૅક્ટરીમાં આગનો અકસ્માત ઊભો કરી શકે છે. આવા અકસ્માત ઊભા કરવા માટે તેમનો ઉદ્દેશ્ય તેમના નુકસાનની ભરપાઇ કરવાનો અને ઇન્શ્યોરન્સ ક્લેઇમનો લાભ લેવાનો હોય છે.
  • ફેન્ટમ બિલિંગ: એક છેતરપિંડીયુક્ત પ્રથા છે, જેમાં હેલ્થકેર પ્રદાતાઓ દર્દીને ક્યારેય પ્રદાન કરવામાં આવી ન હોય તેવી સર્વિસ માટે શુલ્કનું બિલ બનાવે છે અથવા તેમાં વધારો કરે છે. આનો ઉપયોગ મોટાભાગે ઇન્શ્યોરન્સ લાભોનો દુરુપયોગ કરવા માટે થાય છે, જેના કારણે પ્રદાતાને ખોટો નાણાંકીય લાભ મળે છે, જ્યારે ઇન્શ્યોરર અને દર્દી બંનેના ખર્ચમાં વધારો થાય છે.
  • નકલી પૉલિસીઓ: અપરાધીઓ અધિકૃત ઇન્શ્યોરન્સ કંપની તરીકે ઓળખ આપે છે અને નકલી પૉલિસી વેચે છે, જે અસ્તિત્વમાં ન હોય તેવી અથવા અમાન્ય પૉલિસી માટે પ્રીમિયમ જમા કરે છે. વાસ્તવિક કવરેજ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓના વિશ્વાસનો દુરૂપયોગ કરે છે. આ પૉલિસીઓ છેતરપિંડીયુક્ત હોવાથી, તેમની પાસે કોઈ કાનૂની માન્યતા નથી હોતી, જે પીડિતોને વાસ્તવિક કવરેજ આપતી નથી અને ઘણીવાર તેઓ ક્લેઇમ કરવાનો પ્રયત્ન ન કરે આ બાબતની જાણ થતી જ નથી.
  • અસ્તિત્વમાં ન હોય તેવું નુકસાન: ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ ઈરાદાપૂર્વક નુકસાન કરીને અથવા ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીની સ્થિતિને ખોટી રીતે વર્ણવીને ક્લેઇમની રકમમાં વધારો કરે છે, જેથી ઉચ્ચ ચુકવણી પ્રાપ્ત કરી શકે. 

છેતરપિંડીના ભોગ બનવાથી બચવા માટે, ગ્રાહકે આ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ:

  • પૉલિસીની અધિકૃતતાની ચકાસણી કરો: ઇન્શ્યોરન્સ મધ્યસ્થીના માન્ય લાઇસન્સ માટે પૂછો અને તેમની અધિકૃતતાની પુષ્ટિ કરો. અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અને પૉલિસીની અધિકૃતતાની ચકાસણી કરવા માટે કંપનીનો સંપર્ક કરો.
  • ચૅનલ તપાસો: વિશ્વસનીય સ્રોતોમાંથી પૉલિસી ખરીદો. જો ઑનલાઇન ખરીદતા હોય તો, તો ઇન્શ્યોરરના અધિકૃત વેબસાઇટ ડોમેનને ચકાસો, કારણ કે છેતરપિંડીકર્તાઓ ગ્રાહકોને છેતરવા માટે ઘણીવાર નકલી વેબસાઇટ બનાવે છે. ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટના ડોમેનને ચકાસો અને સુરક્ષિત ‘https’ વેબસાઇટનો ઉપયોગ કરો.
  • એમ્પેનલ્ડ સર્વિસનો ઉપયોગ કરો: ક્વૉલિટી કેર અને ડિસ્કાઉન્ટેડ દરો માટે પેનલમાં શામેલ હૉસ્પિટલો અને મોટર ગેરેજની સર્વિસ મેળવો.
  • સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ પસંદ કરો: સ્પષ્ટ ટ્રાન્ઝૅક્શન ટ્રેલ બનાવવા માટે ઇન્શ્યોરરને સીધા ચેક, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ઑનલાઇન પદ્ધતિઓ દ્વારા ચુકવણી કરો.

સતર્ક ગ્રાહકો છેતરપિંડીની ઘણી ઘટનાઓને રોકી શકે છે, ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ છેતરપિંડીની પ્રવૃત્તિઓને શોધવા અને રોકવા માટે ફોરેન્સિક સાયન્સ, ડેટા એનાલિટિક્સ અને ઍડવાન્સ્ડ ટેક્નોલોજીનો પણ લાભ લે છે. ઇન્ડસ્ટ્રી સરકાર, નિયમનકારો અને સંસ્થાઓ જેમ કે Information Bureau (IIB), VAHAN, UIDAI, RTO, CCTNS, કોર્ટના રેકોર્ડ અને મેડિકલ કાઉન્સિલ સાથે મળીને છેતરપિંડીને શોધવા, જોખમની ઓળખ કરવા અને નિવારણને વધારવા માટે આ સમસ્યાને ઉકેલવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. આ એકત્રીકરણ ઇન્શ્યોરરને વહેલી ક્લેઇમ નોટિફિકેશન પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે, જેનાથી ઝડપી સેટલમેન્ટ થશે અને મુકદ્દમામાં ઘટાડો થશે.

માહિતગાર અને સાવચેત રહીને, ગ્રાહકો છેતરપિંડીથી પોતાને સુરક્ષિત કરી શકે છે. ઇન્ડસ્ટ્રીના પ્રયત્નો સાથે મળીને આપણે વધારે સુરક્ષિત અને વિશ્વસનીય ઇન્શ્યોરન્સ વાતાવરણ બનાવી શકીએ છીએ. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ છેતરપિંડી સામે લડવા અને વાસ્તવિક ગ્રાહકોને તેઓ લાયક સુરક્ષા અને લાભો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે હિસ્સેદારો સાથે સતત નવીનતા અને સહયોગ દ્વારા મજબૂત અને પારદર્શક ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી જાગૃતિ સપ્તાહ 2024 ની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો સતર્ક રહેવાની અને છેતરપિંડીનો સામનો કરવા માટે એકસાથે કામ કરવાની પ્રતિજ્ઞા લઇએ, જે દરેક માટે સુરક્ષિત અને વધુ વિશ્વસનીય ઇન્શ્યોરન્સ પરિદૃશ્યની ખાતરી કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here