મુંબઈ ૨૯ એપ્રિલ ૨૦૨૫: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના ધ્યાનમાં આવ્યું છે કે ‘ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ’ તરીકે ઓળખાતા અમુક પ્લેટફોર્મ તેમના વપરાશકર્તાઓ/સહભાગીઓને ટ્રેડ/વ્યવસ્થામાં પ્રવેશ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેમાં ચુકવણી અંતર્ગત ઘટનાના હા/ના પ્રસ્તાવના પરિણામ પર આધારિત હોય છે. કેટલાક કિસ્સાઓમાં, સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ સાથે સંકળાયેલા શબ્દો જેમ કે ટેક પ્રોફિટ, સ્ટોપ લોસ, ટ્રેડિંગ, વગેરેનો ઉપયોગ થવાને કારણે ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ રોકાણ પ્લેટફોર્મ જેવા દેખાઈ છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, રોકાણકારોને એ વાતની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે કે સામાન્ય રીતે, ઓપિનિયન ટ્રેડિંગ સેબીના નિયમનકારી કાર્યક્ષેત્રમાં આવતું નથી, કારણ કે જે ટ્રેડ થાય છે તે સેક્યુરીટી નથી. રોકાણકારો/સહભાગીઓએ ધ્યાન રાખવું જોઈએ કે આવા રોકાણ/સહભાગિતા માટે સિક્યોરિટીઝ માર્કેટના કાર્યક્ષેત્ર હેઠળ કોઈ રોકાણકારની સુરક્ષાનું તંત્ર ઉપલબ્ધ રહેશે નહીં.
ઓપિનિયન ટ્રેડિંગ પૂરું પાડતું કોઈપણ પ્લેટફોર્મ માન્ય સ્ટોક એક્સચેન્જ તરીકે પાત્ર ઠરી શકતું ન હોવાના કારણે અને સેબી દ્વારા નોંધાયેલ કે નિયમન કરાયેલ ન હોવાના કારણે, તેમના પર સિક્યોરિટીઝનું કોઈપણ ટ્રેડિંગ ગેરકાયદેસર છે (જો ટ્રેડ કરાયેલા કેટલાક ઓપિનિયન સેક્યુરીટી તરીકે પાત્ર ઠરે છે). આવા પ્લેટફોર્મ્સ તે કિસ્સામાં ઉલ્લંઘન માટે કાર્યવાહીનો સામનો કરવા માટે જવાબદાર છે. માન્ય સ્ટોક એક્સચેન્જોને આવા ઉલ્લંઘનો માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કિસ્સામાં પણ રોકાણકારો/સહભાગીઓને જાગૃત કરવામાં આવે છે કે તેમના ટ્રેડ માન્ય સ્ટોક એક્સચેન્જ પર ન હોવાના કારણે કોઈપણ રોકાણકારની સુરક્ષાનું યંત્ર પદ્ધતિ ઉપલબ્ધ રહેશે નહીં.
આ પ્રેસ રિલીઝનો હેતુ ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મના સંદર્ભમાં સેબીની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે.