પ્રાઇમ ફોકસ લિમીટેડની પેટાકંપની DNEG’s બ્રહ્માએ મેટાફિઝીકનું સંપાદન કર્યુ હોવાની ઘોષણા કરી
DNEG ગ્રુપનો ભાગ એવી બ્રહ્મા વીડિયો, ઇમેજ અને ઓડીયો જેવી પ્રોડક્ટ્સમાં Ai-નેટીવનો...
રાષ્ટ્રીય ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની બીબીસી અર્થ, જે તેની વિચારપ્રેરક પહેલ અને આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, તે આ મહિના માટે રાકેશ ખત્રીને તેના 'અર્થ ચેમ્પિયન' તરીકે જાહેર કરતા ગર્વ અનુભવે છે. ભારતના નેસ્ટ મેન તરીકે જાણીતા, મિ. ખત્રીએ ટકાઉ માળાઓ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીના નવીન ઉપયોગ દ્વારા પક્ષીઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પહેલથી શહેરી વિસ્તારોમાં લાખો પક્ષીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું છે.
શહેરીકરણ અને રહેઠાણના નુકશાન વચ્ચે પક્ષીઓને ઘર પૂરું પાડવાના તેમના સમર્પણથી પ્રેરિત થઈને, રાકેશને ટેટ્રા પેક, જ્યુટ અથવા તો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ માળાઓ બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતના પડકારો અને અડચણોનો સામનો કરીને, રાકેશે દ્રઢતાથી કામ કર્યું. તેના પ્રયત્નોનું ફળ મળ્યું, જ્યારે એક પક્ષીએ તેના પહેલા માળામાં નિવાસ કર્યો. ત્યારથી, તેમણે માત્ર માળાઓ બનાવવાનું જ ચાલુ રાખ્યું નથી, પરંતુ વાર્તાલાપ, પાઠ અને વર્કશોપ્સ દ્વારા પક્ષી સંરક્ષણ માટે સક્રિયપણે હિમાયત પણ કરી છે. પરિણામે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ માળાઓ બનાવવામાં આવ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય 10 લાખથી વધુ માળાઓ બનાવવાનો છે.
મિ. ખત્રીને પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ મળ્યો છે. તેમની સિદ્ધિઓને અનેક પ્રશંસાઓ સાથે વિશ્વભરમાં માન્યતા મળી છે.
મિ. ખત્રીનો વિડીયો અને ભારતના નેસ્ટમેન બનવા સુધીની તેમની સફર અહીં જુઓ.
ટિપ્પણીઓ:
રોહન જૈન, સોની AATH ના બિઝનેસ ઓપરેશન્સ હેડ અને ઈંગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સના હેડ.
"રાકેશ ખત્રીનું પક્ષી સંરક્ષણ પ્રત્યેનું સમર્પણ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો તેમનો નવીન ઉપયોગ સોની બીબીસી અર્થની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. પક્ષીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના તેમના અથાક પ્રયત્નોએ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. અમે આશા રાખીએ છીએ કે તેમની વાર્તા અન્ય લોકોને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપવા માટે પ્રેરિત કરશે."
મિ. રાકેશ ખત્રી, અર્થ ચેમ્પિયન, સોની બીબીસી અર્થ.
"સોની બીબીસી અર્થ તરફથી આ સન્માન મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા શેર કરતા પ્લેટફોર્મનો ભાગ બનવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. મારા દ્વારા બનાવવામાં આવતો દરેક માળો ટકાઉ ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે, અને મને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોનું નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે."