બ્રિટાનિયા અને બેલ ગ્રૂપે ભારતમાં સ્થાનિક ચીઝ ઉત્પાદનની જાહેરાત કરી, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનું ઉત્પાદન કરવા અને સ્થાનિક દૂધ ખેડૂતોને સશક્ત બનાાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી કરી

0
16
  • ભારતના મહારાષ્ટ્રમાં રાંજણગાંવમાં આવેલ આ નવી ફેક્ટરી લગભગ બે વર્ષ પહેલાં શરૂ થયેલી બ્રિટાનિયા અને બેલ ગ્રુપ વચ્ચેના સંયુક્ત સાહસમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
  • દર વર્ષે આ ફેક્ટરી ભારતીય ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે 10000 ટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને સુલભ બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝનું ઉત્પાદન કરશે. આ ચીઝ પ્લાન્ટમાં જોઈન્ટ વેન્ચરમાંથી 220 કરોડનું રોકાણ કર્યું છે 
  • આ સુવિધા બ્રિટાનિયાના 3000થી વધુ સ્થાનિક ખેડૂતો સાથે મજબૂત દૂધ ખરીદી અને સહાયતા કાર્યક્રમનો લાભ લે છે

ભારત, 10 ઑક્ટોબર, 2024 – ભારતમાં ચીઝ બનાવતી અગ્રણી કંપની બ્રિટાનિયા બેલ ફૂડ્સે આજે એક મહત્વાકાંક્ષી સંયુક્ત સાહસ તરીકે સ્થાપિત થયાના લગભગ બે વર્ષ પછી પોતાની વૃદ્ધિમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સ્થાપિત કર્યું છે. કંપનીએ ભારતમાં પોતાની ચીઝ ફેક્ટરીના ઉદ્ઘાટનની જાહેરાત કરી, જે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદન માટે સમર્પિત છે, જે સ્થાનિક સ્તરે બનાવેલા ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનોની સેવા આપવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. મહારાષ્ટ્ર દૂધ ઉત્પાદન માટે ભારતમાં અગ્રણી રાજ્ય છે અને તે એક પરિપક્વ સારી રીતે સંકલિત ડેરી ઇકોસિસ્ટમ તંત્રનો દાવો કરે છે, જે તેને રાંજણગાંવમાં બ્રિટાનિયાના ડેરી ફૂડ પાર્કમાં ચીઝ ફેક્ટરીના સ્થાન માટે આદર્શ પસંદગી બનાવે છે.

સ્થાનિક દૂધ ખેડૂતોને સહાયતા અને એક મજબૂત દૂધ ખરીદ કાર્યક્રમ

આ પ્લાન્ટ એક મજબૂત દૂધ ખરીદ કાર્યક્રમની સાથે સંપૂર્ણ રીતે સંકલિત છે, પૂણે અને આસપાસના વિસ્તારોના 3,000 થી વધુ ખેડૂતો પાસેથી દરરોજ 4 લાખ લિટર 100% ગાયનું દૂધ મેળવે છે. બ્રિટાનિયાએ થોડા વર્ષોમાં દૂધ ખરીદ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યું થે અને ફેક્ટરીથી 100 કિમીની ત્રિજ્યાના વિસ્તારમાં 70  ગ્રામ-સ્તરના બલ્ક મિલ્ક કૂલર્સને  સ્થાપિત કર્યા છે, જે પુણે અને નજીકના જિલ્લાઓના 10 તાલુકાઓમાં ફેલાયેલા છે. આ પહેલ સ્થાનિક ખેડૂતોને સમર્થન આપે છે, ટકાઉ પુરવઠા શૃંખલાને સુનિશ્ચિત કરે છે અને સમુદાય અને કૃષિ વિકાસ માટે બ્રિટાનિયાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. બ્રિટાનિયાના મિલ્ક કલેક્શન સેન્ટર્સમાં અદ્યતન પરીક્ષણ ક્ષમતાઓ છે, જે સુનિશ્ચિત કરે છે કે ફેક્ટરીમાં સ્વીકારવામાં આવે તે પહેલાં કાચા દૂધની ગુણવત્તાનું સ્થળ પર 31 ગુણવત્તાના પરિમાણો અને અનલોડિંગ વખતે 20 વધારાના પરિમાણો પર મૂલ્યાંકન કરવામાં આવે છે.

પોતાના 3000થી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોના સ્થાનિક સમુદાયને મદદ કરવા માટે, બ્રિટાનિયા એક સંકલિતસહાયતા  કાર્યક્રમ ચલાવે છે, જે સંચાલન, સંવર્ધન અને પશુઓના ખોરાકના ત્રણ સ્તંભો પર કેન્દ્રિત છે. આ કાર્યક્રમ ડોર-ટુ-ડોર પશુ આરોગ્ય શિબિરો, ખેડૂત તાલીમ અને જાતિ પ્રશિક્ષણ કાર્યક્રમો, ગુણવત્તાયુક્ત ઘાસચારાના બીજનું વિતરણ અને ખેડૂતને પારદર્શક સીધી ચુકવણી સેવાઓ જેવી શ્રેષ્ઠ ફાર્મ પ્રેક્ટિસને સક્ષમ કરે છે. સર નેસ વાડિયા ફાઉન્ડેશન અને બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના પ્રયાસો હેઠળ ખેડૂત કાર્યક્રમને બ્રિટાનિયાના ગ્રામ વિકાસ અને કુપોષણના કાર્યક્રમોની સાથે સંકલિત કરાયો છે.

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ફેક્ટરીના ઉદ્ઘાટન સાથે એક નવું પગલું

બ્રિટાનિયા ડેરી સુવિધાઓ સહિત સંયુક્ત સાહસમાંથી લગભગ 220 કરોડના રોકાણ સાથે, નવી ગ્રીનફિલ્ડ ફેક્ટરી મહારાષ્ટ્રના સૌથી મોટા ફૂડ પાર્કમાં આવેલ છે. તે બ્રિટાનિયાની અત્યાધુનિક ડેરી ઉત્પાદન સુવિધામાં સંકલિત છે, જે બ્રિટાનિયા ડેરી ઉત્પાદનોની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરે છે, જેમાં હવે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ ચીઝ સહિતની પ્રોડક્ટસની સંપૂર્ણ શ્રેણી છે: સ્લાઈસ, બ્લોક્સ, સ્પ્રેડ, ડાઇસ્ડ અને ક્યુબ્સ.0

5 પ્રોડક્શન લાઇનથી સજ્જ આ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા ચેડર અને મોઝેરેલા જેવા કુદરતી ચીઝની જાતો માટે દર વર્ષે લગભગ 6000 ટન અને પ્રોસેસ્ડ ચીઝ માટે દર વર્ષે લગભગ 10,000 ટનની કુલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

આ પ્લાન્ટની સ્થાપનાથી રોજગારીની ઘણી તકો ઊભી થઇ છે, સ્થાનિક રોજગારમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને પ્રદેશના આર્થિક વિકાસમાં ફાળો આપી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે રાંજણગાંવ ખાતેની બ્રિટાનિયા મેગા ફૂડ ફેક્ટરીને અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ તરીકે માન્યતા આપીને અને બ્રિટાનિયાને કસ્ટમાઇઝ્ડ ઇન્સેન્ટિવ પેકેજ પૂરું પાડીને તેને સમર્થન આપ્યું છે. આનાથી બિસ્કિટ, કેક, રસ્ક, ક્રોઇસેન, નમકીન સ્નેકસ, વેફર્સ, ડેરી ડ્રિંક્સ અને પાઉડર તેમજ ચીઝ સહિતની બ્રિટાનિયાની સંપૂર્ણ પ્રોડક્ટસ રેન્જના નિર્માણની સુવિધાઓ સક્ષમ થઈ છે. આ સિવાય યોજનાઓ, લાઇસન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ, પાવર અને અન્ય ઘણા પરિબળો માટે રાજ્ય સરકારની મંજૂરીની ગતિએ આ સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટને ઘણો ફાયદો કરાવ્યો છે.

આ સુવિધાની ટેક્નોલોજી, જેમાં પેશ્યુરાઇઝર, બેક્ટોફ્યુઝ અને ઓટો-સ્ટાન્ડર્ડાઇઝેશન યુનિટ્સનો સમાવેશ થાય છે, ગ્રાહકોને શ્રેષ્ઠ ચીઝનો અનુભવ પૂરો પાડે છે. ચેડર, મોઝેરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું ઉત્પાદન જાણીતા વૈશ્વિક લીડર્સ પાસેથી આયાતી વિશ્વ સ્તરીય સાધનોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જે સાધનો ઉત્પાદકોના જાણીતા વૈશ્વિક નેતાઓ પાસેથી આયાત કરવામાં આવે છે. આ અદ્યતન ટેકનોલોજી અને પ્રથાઓ ઉચ્ચતમ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરે છે, જેનાથી પ્રીમિયમ ચીઝ પ્રોડક્ટસનું ઉત્પાદન શકય થાય છે જે અંતિમ ગ્રાહકોને સતત ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરે છે.

બ્રિટાનિયા લાફિંગ કાઉની પ્રોડક્ટ્સ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ 

બ્રિટાનિયા બેલ ફૂડ્સ મળીને ભારતીય ગ્રાહકો માટે બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ પ્રોડક્ટસની શ્રેણી લઇને આવે છે – સ્થાનિક સ્વાદને અનુરૂપ ઉચ્ચ-ગુણવત્તા વાળી પ્રોડક્ટસ, સ્થાનિક સ્તરે ઉત્પાદિત અને 120 દેશોમાં વિતરિત સદી જૂની વૈશ્વિક બ્રાન્ડ દ્વારા સમર્થિત. વિશ્વભરમાં દરરોજ 20 મિલિયન લાફિંગ કાઉ ભાગોનું ઉત્પાદન થાય છે.

લાફિંગ કાઉ પ્રોડક્ટસનની સ્થાનિક પ્રાથમિકતાઓ અને પોષણ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવા માટે એક અનુકૂલિત દ્રષ્ટિકોણની સાથે ભારતીય બજારમાં સ્વીકારવામાં આવ્યા છે. સફળતાના નુસખા ખાસ કરીને ભારતીયો માટે તૈયાર 5 આવશ્યક તત્ત્વો (પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન A, D અને B12)થી સમૃદ્ધ એક અદ્વિતીય ભારતીય રેસીપી પહોંચાડવામાં છે જે ખાસ કરીને ભારતીયો માટે તૈયાર કરવામાં આવી છે. પૅકેજિંગને સુલભતા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે, સરળ વપરાશ સુનિશ્ચિત કરવા અને કડક સ્વચ્છતાના ધોરણો જાળવીને ખાદ્ય સુરક્ષાની જાળવણી કરવામાં આવી છે. 100% સ્થાનિક સામગ્રીનો ઉપયોગ ભારતીય ગ્રાહકો પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, કારણ કે આ સામગ્રીઓને હવે એક નવી ફેક્ટરીમાં સ્થાનિક સ્તરે સ્ત્રોત અને પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં ઉચ્ચ ગુણવત્તા અને ટકાઉપણું જાળવવા માટે પ્રાથમિક અને ગૌણ બંને પ્રકારની રૂપાંતર પ્રક્રિયાઓનું સાવધાનીપૂર્વક સંચાલન કરવામાં આવે છે.

આ સુવિધાના પ્રારંભ પર ટિપ્પણી કરતા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ જણાવ્યું હતું કે,બ્રિટાનિયા દૂધની ખેતી કરતા સમુદાયોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે જે અમારા વ્યવસાયના કેન્દ્રમાં છે. 3000 થી વધુ દૂધ ખેડૂતોનું સમર્થન કરતા અમારો સંકલિત ખેડૂત સહાયતા કાર્યક્રમ ટકાઉ પશુ વ્યવસ્થાપન, સંવર્ધન અને ખોરાક આપવાની પદ્ધતિઓ દ્વારા તેમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારા સંકલિત દૂધ ખરીદ કાર્યક્રમનો ઉપયોગ કરીને, અમે અમારી સપ્લાય ચેઇનના મૂળમાં ડેરી ખેડૂતોને સશક્ત બનાવીને ગુણવત્તા અને ટકાઉપણામાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છીએ. રાંજનગાંવની પસંદગી વ્યૂહાત્મક છે, કારણ કે દૂધ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ પ્રીમિયમ, સ્થાનિક રીતે મેળવેલા ડેરી ઉત્પાદનો માટે હબ બનાવવાની અમારી દ્રષ્ટિ સાથે સંરેખિત છે. અમારું માનવું છે કે નવી ચીઝ સુવિધા બ્રિટાનિયા અને બેલ ગ્રૂપની વ્યૂહાત્મક ભાગીદારી અને ઉદ્યોગમાં વૃદ્ધિ અને નવીનતાને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

બેલ ગ્રૂપના સીઈઓ સેસિલ બેલિયટ એ કહ્યું:મને બ્રિટાનિયા સાથે અત્યાધુનિક ચીઝ ફેક્ટરીની શરૂઆતની ઉજવણી કરવા બદલ ગર્વ છે, જે ચીઝ પર બેલની 160-વર્ષથી સંચાલિત વારસાનો લાભ ઉઠાવે છે. અમારા બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ પ્રોડક્ટસની શ્રેણીના રાષ્ટ્રીય વિતરણની વૃદ્ધિની ઉજવણી કરવાની અને અમારા પ્રોસેસ્ડ ચીઝના ત્રિકોણીય ભાગને ખાસ કરીને ભારતમાં લાખો બાળકોને ખુશ કરવા માટે વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે તેની ઉજવણી કરવાની પણ આ એક મહાન ક્ષણ છે. બેલ ગ્રૂપમાં અમારું લક્ષ્ય સ્થાનિક પોષક જરૂરિયાતોને પૂરી કરતી સુલભ પ્રોડક્ટસની સાથે અમારી ઇકોસિસ્ટમની સાથે મૂલ્યનું નિર્માણ કરે છે. અમારું લક્ષ્ય તંદુરસ્ત અને વધુ ટકાઉ ખોરાકમાં યોગદાન આપવાનું છે. હું માનું છું કે આ સંયુક્ત સાહસ દ્વારા બ્રિટાનિયા અને બેલ અને હવે આ ફેક્ટરી ખોલવાથી ભારતમાં બ્રિટાનિયા ધ લાફિંગ કાઉ સાથે અગ્રણી સ્થાન મેળવવા માટે યોગ્ય જાણકારી અને બજાર ક્ષમતાઓ હાથમાં છે.”

બ્રિટાનિયા બેલ ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી અભિષેક સિન્હા એ જણાવ્યું હતું કે, “બ્રિટાનિયા બેલ ફૂડ્સની અત્યાધુનિક ચીઝ ફેસિલિટી બેલ ગ્રૂપની વૈશ્વિક વિશેષજ્ઞતાને ભારતમાં લાવે છે, જે અત્યાધુનિક ટેક્નોલોજીને વિશ્વસ્તરીય વિનિર્માણના માપદંડની સાથે જોડે છે. આ પ્લાન્ટ પ્રીમિયમ, સ્થાનિક રીતે બનાવેલ ચીઝ પહોંચાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે જે ગુણવત્તા અને નવીનતામાં સર્વોચ્ચ માપદંડને પૂર્ણ કરે છે. આ સુવિધા બ્રિટાનિયા અને બેલ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને ભારતમાં અમારા ચીઝ બિઝનેસને વધુ મજબૂત બનાવવાની સફરને સંપૂર્ણ સંકલિત ડેરી પ્રોગ્રામ સાથે સમર્થિત કરે છે. આ સાથે અમે ભારતીય ગ્રાહકોને તેમના બદલાતા સ્વાદ અનુરૂપ એક અજોડ ચીઝનો અનુભવ કરાવવા માટે તૈયાર છીએ.’

બ્રિટાનિયા અને બેલના સંયુક્ત સાહસને બે વર્ષ પૂર્ણ થયા
ડિસેમ્બર 2022 માં જાહેર ભારતની અગ્રણી ખાદ્ય કંપનીઓમાંથી એક બ્રિટાનિયા અને ડેરી, ફળ અને વૃક્ષો આધારિત પ્રોડક્ટસના માધ્યમથી સ્વસ્થ અને વધુ ટકાઉ ખોરાકને પ્રોત્સાહન આપવા માાટે પ્રતિબદ્ધ વૈશ્વિક ખાદ્ય અગ્રણી બેલની વચ્ચે સંયુક્ત સાહસે બે ઉદ્યોગ અગ્રણીઓને એક દ્રષ્ટિકોણની સાથે એકજૂથ કર્યા- બધા માટે સ્વસ્થ અને વધુ ટકાઉ ખોરાક પૂરો પાડવા માટે

મજબૂત સંકલિત દૂધ ખરીદ કાર્યક્રમ અને અત્યાધુનિક ઉત્પાદન સાધનો સાથે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે. બેલ ગ્રૂપની વૈશ્વિક નિપુણતા અને સ્થાનિક ડેરી ઉદ્યોગ અને અગ્રણી વિતરણ અંગે બ્રિટાનિયાની સમજ સાથે ચીઝ પ્લાન્ટ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનને ચિહ્નિત કરે છે જે વ્યવસાયને ઝડપથી વિકાસ કરવાની મંજૂરી આપે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here