વ્હોટ્સએપ પર વધુ અર્થપૂર્ણ વાર્તાલાપ નિર્માણ કરવા વેપારો માટે નવી પદ્ધતિઓ લવાઈ

0
44

અમે વેપારોને ગ્રાહકો સાથે જોડાવા મેસેજિંગનો ઉપયોગ કરવા અને વધુ કરાવી લેવા માટે મદદરૂપ થવા માટે અમારી પ્રથમ વ્હોટસએપ બિઝનેસ સમિટનું ભારતમાં આયોજન કર્યું.

અમારી નવી વિશિષ્ટતાઓ અને કાર્યક્રમો સાથે અમે ભારતમાં નાના વેપારોની વૃદ્ધિને ટેકો આપવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી.

વ્યક્ત તહેવારની મોસમ પૂર્વે લોકો સાથે અર્થપૂર્ણ અને મૂલ્યવાન જોડાણો નિર્માણ કરવા વેપારો માટે ઉત્તમ વ્યવહારો લાવી.

મુંબઈ 12 સપ્ટેમ્બર 2024: અમારી ભારતમાં પ્રથમ વ્હોટ્સએપ બિઝનેસ સમિટમાં અમે અનેક વિશિષ્ટતાઓ અને અપડેટ્સની ઘોષણા કરી, જે આગામી તહેવારની મોસમ પૂર્વે દેશભરમાં વેપારોને હાજરી નિર્માણ કરવા, તેમના ગ્રાહકો સાથે ઉત્તમ ઈન-ચેટ અનુભવ નિર્માણ કરવા અને પરફોર્મન્સ પ્રેરિત કરવા માટે મદદરૂપ થશે.

આ સમિટ વિશે બોલતાં ભારતમાં મેટાના વીપી સંધ્યા દેવનાથને જણાવ્યું હતું કે, “વ્હોટ્સએપની અનુકૂળતા અને આસાની ભારતમાં તેને પરિવર્તનના કેન્દ્રમાં મૂકીને વેપારોને વૃદ્ધિના વિચારો અને નવા મોડેલોને ઈંધણ આપવા માટે મદદ કરે છે. અમે આજે જાહેર કરેલી આ વિશિષ્ટતાઓ અને કાર્યક્રમો વેપારોને વ્હોટ્સએપ પર ઉત્તમ ગ્રાહક અનુભવો પૂરો પાડવા સાથે ડોલર દીઠ તેમનું મૂલ્ય મહત્તમ બનાવવા મદદરૂપ થવા અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”

વ્હોટ્સએપ પર સર્વ નાના વેપાર માટે મેટા વેરિફાઈડની રજૂઆત

લાખ્ખો નાના વેપારો ભારતમાં વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરે છે અને તેઓ વારંવાર અમને કહે છે કે તેઓ અનોખા તરી આવવા માગે છે અને તેમના ગ્રાહકો સાથે વિશ્વસનીયતા નિર્માણ કરવા માગે છે. હવે મેટા વેરિફાઈડ વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરતા ભારતમાં સર્વ પાત્ર નાના વેપારો માટે ઉપલબ્ધ છે. મેટા વેરિફાઈડ સાથે જે વેપારો સબ્સ્ક્રાઈબ કરવા અને તેમની વિશ્વસનીયતા દર્શાવવા માગે તેમને ઓનલાઈન તેમની બ્રાન્ડની વ્યાપ્તિ વધારવા અને તેને ગ્રાહકો સાથે ચેટ વધુ કાર્યક્ષમ બનાવવા મદદરૂપ થતા વેરફાઈડ બેજ, ઈમ્પર્સોનેશન પ્રોટેકશન, અકાઉન્ટ સપોર્ટ અને પ્રીમિયમ વિશિષ્ટતાઓ પ્રાપ્ત કરશે. આ જ બેજ તેમની વ્હોટ્સએપ ચેનલો અને બિઝનેસ પેજ પર દેખાશે, જેથી તે સોશિયલ મિડિયા અને વેબસાઈટ્સ પર શેર કરવાનું આસાન બનશે. 

વ્હોટ્સએપ બિઝનેસ એપ પર મેસેજીસ કસ્ટમાઈઝ કરો

ભારતમાં આજથી શરૂઆત કરતાં અમે વ્હોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરતા નાના વેપારો માટે તેમના ગ્રાહકોને કસ્ટમાઈઝ્ડ મેસેજીસ મોકલવા માટે ક્ષમતા રજૂ કરવાનું શરૂ કર્યું છે, જેમાં એપોઈન્ટમેન્ટની યાદગીરી, જન્મદિવસની શુભેચ્છો અથવા હોલીડે સેલ ઝડપથી અને વધુ કાર્યક્ષમ રીતે મોકલી શકશે. નવી વિશિષ્ટતાઓ ફી સાથે ઉપલબ્ધ હોઈ વેપારોને ગ્રાહકોનું નામ અને કસ્ટમાઈઝેબલ કોલ-ટુ-એકશન બટનો સાથે પર્સનલ મેસેજીસ મોકલવા સક્ષમ બનાવે છે અને મેસેજીસ કયા દિવસ અને સમયે મોકલવાના છે તેનું શિડ્યુલ બનાવવા પણ તેમને અભિમુખ બનાવે છે. 

વ્હોટ્સએપ ભારત યાત્રા

નાના વેપારો વૃદ્ધિ અને નવી ઊંચાઈ હાંસલ કરવા વ્હોટ્સએપની જરૂર શા માટે છે તે જાણે છે ત્યારે મોટા ભાગના વેપારીઓ એપની અસલ સંભાવના મહત્તમ કઈ રીતે બનાવવી તે શીખીને વધુ ઉચ્ચ મૂલ્ય પ્રેરિત કરી શકે છે. વ્હોટ્સએપ માટે અનોખી પહેલમાં અમે ટૂંક સમયમાં જ ભારતમાં વ્હોટ્સએપ ભારત યાત્રા પણ રજૂ કરી રહ્યા છીએ, જ્યાં અમે નાના વેપારોને ઓન-ગ્રાઉન્ડ, વ્યક્તિગત તાલીમ પૂરી પાડવા ભારતનાં વિવિધ ટિયર 2 અને 3 શહેરોમાં જઈશું. અમે માનીએ છીએ કે નાના વેપારો યોગ્ય ડિજિટલ કુશળતાઓ સાથે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને સુપરચાર્જ કરી શકે છે અને તેથી આ પહેલના ભાગરૂપે અમે નાના વેપારોને તેમના વ્હોટ્સએપ બિઝનેસ અકાઉન્ટ્સ સ્થાપવા, કેટલોગ નિર્માણ કરવા તાલીમ આપીશું અને વ્હોટ્સએપને ક્લિક કરતી એડ્સ સ્થાપિત કઈ રીતે કરી શકાય તે વિશે પણ માહિતગાર કરીશું. અમે અમારી વેબસાઈટ પર રિસોર્સ સેન્ટર પણ નિર્માણ કરીશું, જે આ વેપારો માટે ઝડપી પહોંચનું ટ્યુટોરિયલ સેન્ટર તરીકે કામ કરશે. 

વેપારો માટે ઉત્તમ વ્યવહારો

લોકો અન્ય ચેનલોની જેમ તેમનું વ્હોટ્સએપ ઓવરલોડ નહીં થઈ જાય એવું ચાહે છે, જેથી તેઓ જેમની કાળજી કરે અને જેમને સાંભળવા માગે તે લોકો અને વેપારો તરફથી મહત્ત્વપૂર્ણ મેસેજીસ ચૂકી નહીં જાય. આથી જ અમે વેપારોને લોકો સાથે અર્થપૂર્ણ અને મૂલ્યવાન જોડાણ વધારવામાં મદદરૂપ થવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. વેપાર કસ્ટમ ફ્લો નિર્માણ કરતા હોય કે હોલીડે સેલ માટે મેસેજિંગ કેમ્પેઈન ચલાવતા હોય વ્હોટ્સએપપર તેમને સફળ બનાવવા માટે મદદરૂપ થવા ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે.

  • ગ્રાહકોને જોઈએ તે મેસેજીસ મોકલો અને ડિલિવરી પર સમયસર અપડેટ હોય કે હોલીડે સેલ માટે કુપન હોય, મોકલવામાં આવતા દરેક પ્રકારના મેસેજ માટે ગ્રાહકોની પરવાનગી લેવી જોઈએ.
  • ગ્રાહકોને ક્યારે અને શું મેસેજીસ મોકલવા જોઈએ તે વિચારપૂર્વક કરવું જોઈએ- વિષય રેખા અને પ્રીવ્યુનું લખાણ મેસેજની સુસંગતતાનો સ્પષ્ટ સંકેત આપે અને તે મોકલવામાં આવે ત્યારે વિચારપૂર્વકના હોવા જોઈએ- ખાસ કરીને તમારા ગ્રાહકો સાંજના સમયે તમારી પાસેથી સાંભળવાનું પસંદ નહીં કરી શકે.
  • શું કામ કરે છે અને શું નથી કરતું તે જાણવા માટે સ્ટાટ્સનો ઉપયોગ કરોઅમે વેપારોને દરો વાંચવા જેવી મૂળભૂત માહિતી પૂરી પાડીએ છીએ, જેથી તેઓ શું કામ કરે છે અને શું નથી કરતું તે જોઈ શકે. આનાથી ઓવરલોડ ટાળવા માટે ગ્રાહકોને મેસેજિંગ માટે યોગ્ય સાતત્યતા નક્કી કરવામાં મદદ થઈ શકે છે.
  • ગ્રાહકોને સાંભળો ગ્રાહકો ઘણી બધી સારી બાબતો હોઈ શકે તે કહેનાર પ્રથમ હોઈ શકે છે. આથી તેઓ સેલ અથવા પ્રમોશન વિશે વેપારો પાસેથી સાંભળવાનું પસંદ કરે ત્યારે પણ તેઓ દિવસ કે સપ્તાહમાં ઘણી વાર સાંભળવા માગતા નહી હોઈ શકે. આથી જ અમે એપમાં યોગ્ય ટૂલ્સ નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે, જેથી લોકો પ્રાપ્ત કરવા માગે અને તેઓ તે કેટલી વાર પ્રાપ્ત કરવા માગે તો મેસેજીસના પ્રકાર પર ફીડબેક પણ પૂરા પાડી શકે છે.

ભારતમાં તહેવારની મોસમ ચાલુ થઈ રહી છે ત્યારે અમે માનીએ છીએ કે નવી અપડેટ્સ સાથે ઉત્તમ વ્યવહારો વેપારોને તેમનું વેચાણ વધારવા અને વૃદ્ધિ ઝડપી બનાવવા માટે સશક્ત બનાવશે. આ નાવીન્યપૂર્ણ સમાધાનનો લાભ લઈને વેપારો તહેવારના ધસારાનો લાભ લઈ શકે અને સફળતા માટે નવી તકો ઝડપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here