“મારા પરિવારની બંને બાજુ પ્રત્યક્ષ રીતે આઝાદીની લડતમાં સંકળાયેલી હતી,” ફ્રીડમ એટ મિડનાઈટમાં ફાતિમા ઝીણાનું પાત્ર ભજવતી ઈરા દુબે ખૂલીને વાત કરે છે

0
19

અમદાવાદ 12 નવેમ્બર 2024: ભારતની આઝાદાની લડત પડદા પર જીવંત બની રહી છે ત્યારે બહુપ્રતિક્ષિત સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટ રાષ્ટ્રના ઈતિહાસને આકાર આપનારી ઊથલપાથલ મચાવનારી ઘટનાઓમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. આ સિરીઝ સાથે સંકળાયેલા દરેક કલાકારોને અલગ અને અજોડ રીતે નિકટતા મહેસસ થાય છે.

ઈરા દુબે ઝીણાની બહેન ફાતિમા ઝીણાની ભૂમિકા ભજવી રહી છે. તે આ સમયકાલીન ડ્રામાના મહત્ત્વ પર ઈનસાઈટ્સ આપતાં કહે છે, “બાળપણથી હું અમારા પરિવારના ઈતિહાસના રેસા સાથે ગૂંથાયેલી ભારતની આઝાદીની ચળવળની અંગત, ઓછી જ્ઞાત વાર્તાઓ સાંભળતી આવી છું. મારા પરિવારની બંને બાજુઓ આઝાદીની લડત સાથે સંકળાયેલી હતી. મારા નાના રેલવે માટે કામ કરતા હતા. તેઓ મૃતદેહોથી ભરેલી ટ્રેન ભારતમાં આવી તે ભયાવહ દ્રશ્યનું વર્ણન કરે છે. તેનો ભાઈ પંડિત નેહરુના સમકાલીન ચળવળ માટે સમર્પિત હતા અને તેમની કટિબદ્ધતાના સંકેત તરીકે ખાસ ખાદી પહેરતા હતા. મારા દાદા બે વાર જેલમાં ગયા હતા અને ખુદ ગાંધીજી મારી પરદાદીના ઘરમાં રહ્યા હતા, જ્યારે તેમના ભાઈ કાજ માટે જેલમાં ગયા હતા. આ યાદો મારી અંદર ઊંડાણથી સમાયેલી છે અને ભૂતકાળને જીવંત બનાવવા જવાબદારીનું મજબૂત ભાન મને કરાવે છે.

લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક પર આધારિત ફ્રીડમ એટ મિડનાઈટમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોહરા, રાજેન્દ્ર ચાવલા, આરીફ ઝકરિયા, મલિશ્કા મેંડોંસા, રાજેશ કુમાર, કે સી શંકર, લ્યુક મેકગિબ્ની, કોર્ડેલિયા બુગેજા, એલિસ્ટેર ફિન્લે, એન્ડ્રયુ ક્યુલમ અને રિચર્ડ તેવરસન સહિતના પ્રતિભાશાળી કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Produced by Emmay Entertainment (Monisha Advani & Madhu Bhojwani) in association with StudioNext, this series boasts a stellar team behind the scenes, with Nikkhil Advani at the helm as showrunner and director.

એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી ફ્રીડમ એટ મિડનાઈટના શોરનર અને ડાયરેક્ટર તરીકે નિખિલ અડવાણીએ સૂત્રો સંભાળ્યા છે.

ફ્રીડમ એટ મિડનાઈટ 15મી નવેમ્બરથી ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here