ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા BNI એગોન ચેપ્ટરનો ગાંધીનગરથી થયો પ્રારંભ

0
39
ગુજરાત જુલાઈ 2024: બિઝનેસ હબ ગણાતા એવા ગુજરાતમાં BNI ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયલા લોકો માટે નેટવર્કિંગ માટે મોટું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક ચેપ્ટર ડિમાન્ડને જોતા ખૂલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર નવા ચેપ્ટરનો પ્રારંભ એવા ઉત્તર ગુજરાતની ધરતી પર થયો છે. ગાંધીનગર ઉત્તર ગુજરાતનો પ્રવેશ દ્વારા છે, અહીંથી તેની શરુઆત નવા ચેપ્ટર સાથે કરવામાં આવી હતી. આ મોટા અને શુભ પ્રસંગે  BNI એક્ઝિક્યુટીવ ડીરેક્ટર શ્રી યશ વસંત,  BNI એરીયા ડિરેક્ટર શ્રી નચિકેત પટેલ,  BNI સિનિયર લોન્ચ ડિરેક્ટર શ્રી નિલેશ સિતલાણી, લોન્ચ ડીરેક્ટર શ્રી ચેતન પટેલ તથા લોન્ચ એમ્બેસેડર અમી પંડ્યા સહીતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમને નવા મેમ્બર્સને ભવિષ્યની તકો અને નવી દિશાનું ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
આગામી સમયમાં બિઝનેસનું BNI નેટવર્ક ખૂબ જ સફળ રીતે સમગ્ર નોર્થ ગુજરાત બિઝનેસ ક્ષેત્રના ગ્રો કરી રહેલા ગાંધીનગરમાં નવી તકો લઈને ઉભરશે. 52 જેટલા BNI મેમ્બર્સ લોન્ચ સમયે હાજર રહ્યા હતા જેમનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. ગાંધીનગર તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં બિઝનેસનો વે બદલાઈ રહ્યો છે. આ વે બદલાવાનું કારણ BNI છે જેના અદભૂત અને ખૂબ જ મજબૂત નેટવર્કે બિઝનેસ ક્ષેત્રની નવી ક્ષિતિજો ખોલી દીધી છે. ગાંધીનગરમાં આગામી સમયની તકોને જોતા નવા આયામો બદલાતા BNI તેમાં નવો પ્રાણ ફૂંકશે. મેમ્બર્સને એક નવી ઉડાન ભરવાનો મોકો નેટવર્કિંગ થ્રુ મળી રહેશે. પાટણ, મેહસાણા, હિંમતનગર, ડિસા, પાલનપુર સહીતના નોર્થ ગુજરાતના મોટા શહેરોના નેટવર્કિંગના લાભની સાથે સાથે સમગ્ર દેશ અને વિશ્વમાં પણ આજે આંત્રપ્રિન્યોર અને બિઝનેસ ક્ષેત્રના ધૂરંધરોનો સાથે સહકાર મળશે. મેમ્બર્સના ઉદ્યોગ, ધંધાને હરણફાળ તરફ લઈ જવાનું કામ આ નોર્થ ગુજરાતનું એગોન ચેપ્ટર કરશે.
આ ચેપ્ટરમાં પણ મિટીંગ, બી ટૂ બી નેટવર્કિંગ, કોન્કલેવ, સેમિનારની સાથે સાથે ક્રિએટીવ એક્ટિવિટી, ફેમિલી સાથેના ગેધરીંગ સહીતના પણ આયોજનો થતા રહેશે. BNI કોમ્યુનિટીને વિસ્તારવા માટે એગોન ચેપ્ટર પોતાના ક્ષેત્રમાં વધુ દ્રશ્યતા મેળવશે. BNIના મૂલમંત્રને સાકાર કરવા નવા જોડાનાર સાહસિકોને એકબીજા સાથે પોતાના વ્યવસાય વિષે જાણકારી આપવાની તક તો મળશે જ પરંતુ BNIના ખૂબ જ જૂના અનુભવીઓનો સાથ સહકાર માર્ગદર્શન પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here