ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દર વર્ષે ફ્લ્યુ વિશ્વમાં કરોડો લોકોને અસર કરે છે. વાર્ષિક ધોરણે 1 અબજ જેટલા કેસ નોંધાય છે જેમાંથી 30થી 50 લાખ કેસ અત્યંત તીવ્રતા ધરાવતા હોય છે, જે સિઝનલ વિષમતાથી વધુ છે. ઘણી વખત સામાન્ય શરદીથી મુંજવણ થતી હોય છે, ત્યારે ફ્લ્યુ તમારા રોજિંદા જીવન અને કાર્યને ગંભીર રીતે ખોરવી શકે છે. તમારી જાતને રક્ષવા માટે રસી મુકાવવી એ અત્યંત અસરકાક માર્ગ છે, પરંતુ ઘણા લોકો સતર્કતાના અભાવે અને ગેરમાન્યતાને કારણે તેવુ કરતા નથી. ii
કામ કરતા વ્યાવસાયિકોને ખાસ કરીને ફ્લ્યુ થવાનું જોખમ રહેલુ છે. ચાહે તમે શહેરની ઓફિસમાં કે નાના શહેરમાં આવેલી ફેક્ટરીમાં કામ કરતા હોય, ફ્લ્યુ તમારી ઘર અને કાર્ય જીવન પર અસર કરી શકે છે. ઘણા લોકો માંદગી હોવા છતાં પણ કામ પર જતા હોય છે, જે તેમને ઓછા ઉત્પાદકીય બનાવે છે એટલુ જ નહી ફ્લ્યુ બીજાને પણ ફેલાવે છે. વધુમાં ડૉક્ટરની મુલાકાત, દવા અને શક્યતઃ હોસ્પિટલમાં રહેવાના ખર્ચાઓ પમ તેમાં ઉમેરાય છે.
એબોટ્ટ ઇન્ડિયાના મેડીકલ ડિરેક્ટર ડૉ. જેજો કરણકુમારએ જણાવ્યું હતુ કે ” ફ્લ્યુ કાર્યસ્થળની ઉત્પાદકતાને અસર કરી શકે છે. ભારતમાં, જ્યાં આપણી આરોગ્યસંભાળ વ્યવસ્થા પહેલાથી જ ચેપી રોગોના દબાણ હેઠળ છે, ત્યારે ફ્લ્યુના રસીકરણ અંગે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. રસીકરણ તમારા શરીરને ફ્લ્યુ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તે ફક્ત તમારી જાતને બચાવવા વિશે નથી; તે એક જાહેર આરોગ્ય પગલું છે જે ફ્લ્યુના પ્રકોપને કારણે થતી આર્થિક અને સામાજિક સમસ્યાઓને ઘટાડી શકે છે.”
ફ્લ્યુનું રસીકરણની સ્વીકાર્યતા ભારતમાં હજુ પણ પ્રારંભિક તબક્કે છે ત્યારે, વધી રહેલી સતર્કતા વધુ લોકોને તેના રક્ષણનો લાભ મળી શકે છે.
અમદાવાદ સ્થિત ચેસ્ટ ડિસીઝ, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાહુલ જાલનએ ઉમેર્યું હતુ કે, “રસી લેવી એ ફ્લ્યુથી પોતાને બચાવવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ છે. ફ્લ્યુની રસી સલામત, અસરકારક અને સૌથી સામાન્ય વાયરસ સ્ટ્રેન સાથે મેળ ખાય તે માટે દર વર્ષે અપડેટ કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ફ્લ્યુના વાયરસ પર નજર રાખે છે અને ઈન્ફલ્યુએન્ઝા ઋતુઓ માટે વર્ષમાં બે વાર રસીને અપડેટ કરે છે. દર વર્ષે ફક્ત એક જ રસી ફ્લ્યુની તીવ્રતાને ઘણી ઓછી કરી શકે છે અને ન્યુમોનિયા જેવી ગંભીર ગૂંચવણોને અટકાવી શકે છે. રસી મેળવીને, તમે ફક્ત તમારી જાતને જ સુરક્ષિત રાખતા નથી પણ તમારી આસપાસના લોકોને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરો છો.”
ભારતમાં, સૌથી સામાન્ય ફ્લ્યુ વાયરસનો પેટાપ્રકાર A(H1N1) અને A(H3N2) છે. શિયાળા અને ચોમાસા દરમિયાન ફ્લ્યુ સૌથી સામાન્ય છે અને ચેપગ્રસ્ત લોકો ખાંસી, છીંક અથવા વાત કરે છે ત્યારે નાના ટીપાં દ્વારા ફેલાય છે.
કામ પર સલામત રહેવા માટે, નિયમિતપણે તમારા હાથ ધોવા અને ખાંસી કે છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકવાની ટેવ રાખો. જો તમે અસ્વસ્થ અનુભવો છો, તો ફ્લ્યુ ફેલાતો અટકાવવા માટે ઘરે રહેવું શ્રેષ્ઠ છે. કામ પર સ્વસ્થ ટેવોનો અભ્યાસ કરવો અને દર વર્ષે રસી અપાવવી તમને અને તમારી આસપાસના લોકોને ફ્લ્યુથી બચાવવામાં મદદ કરે છે.