બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

0
20

નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે.

BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે 2.5 લાખ પરિવારોને ઘર પુરા પાડવામાં મદદ કરી છે, અને ટાયર-2 અને 3ના 15,000 લોકોને પરોક્ષ રીતે રોજગારી આપવામાં મદદ કરી છે.

આજની તારીખે, BASICની ટેક-સક્ષમ ડિસ્ટ્રીબ્યુશનએ લોન અરજીઓમાં $12bn પ્રાપ્ત કર્યા છે અને તેના ધિરાણકર્તા નેટવર્ક દ્વારા $1.1bn હોમ લોનમાં પૂરા પાડ્યા છે.

ગુજરાત, અમદાવાદ 30 સપ્ટેમ્બર 2024: બેઝિક હોમ લોન, મોર્ટગેજના વિતરણ માટેનું ફિનટેક પ્લેટફોર્મ છે,જેમણે સીરીઝ B ફંડિંગ રાઉન્ડમાં $10.6 મિલિયન (₹87.5 કરોડ) એકત્ર કર્યા છે. આ રોકાણનું નેતૃત્વ જર્મનની જાયન્ટ બર્ટેલ્સમેન્ટ  એસઇ એન્ડ કંપની KGaA ની વ્યૂહાત્મક રોકાણ બ્રાન્ચ બર્ટેલ્સમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સ (BII) દ્વારા કરવામાં આવ્યું હતું. સાથો સાથ સીઈ વેન્ચર્સ જો કે ક્રિસેન્ટ એન્ટરપ્રાઈઝનું વેન્ચર કેપિટલ પ્લેટફોર્મ છે, જો કે એક પ્રમુખ વૈશ્વિક, વિવિધ વ્યવસાય છે જેનું હેડક્વાર્ટર યુએઇમાં છે.

હાલના રોકાણકાર આશિષ કચોલિયા જે એક જાણીતા ઇક્વિટી રોકાણકાર છે, જેમણે વધુ રોકાણ કર્યું અને BASICમાં તેમનો હિસ્સો વધાર્યો. આ રાઉન્ડમાં ગૃહસ, લેટ્સ વેન્ચર, 9યુનિકોર્ન અને વેન્ચર કેટાલિસ્ટ્સ સહિતના હાલના રોકાણકારોની પણ ભાગીદારી જોવા મળી હતી. ડેક્સ્ટર કેપિટલે આ રાઉન્ડ માટે BASIC ના વિશિષ્ટ સલાહકાર તરીકે કામ કર્યું હતું.

બેઝિક હોમ લોને એકત્ર કરેલા નાણાં ભંડોળનો ઉપયોગ પોતાની હાજરીને બજારમાં વિસ્તૃત કરવા, પોતાની ધિરાણ બુક બનાવવા અને પોતાની તકનીકી ક્ષમતાઓને વધારવા માટેની યોજના બનાવી છે. ગુરુગ્રામ-મુખ્યમથકવાળા ફિનટેક સ્ટાર્ટઅપે પહેલાં ત્રણ રાઉન્ડના ફંડિંગમાં 8.7 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.

બેઝિકે તેની સ્થાપનાથી 650થી વધુ જિલ્લાઓમાં લગભગ 2,50,000 પરિવારોને તેમને પોતાના ઘર ખરીદવામાં મદદ કરી છે અને ટાયર-2 અને 3 વિસ્તારોમાં 15000 વ્યક્તિઓ માટે પરોક્ષ રોજગાર ઉભી કરવામાં મદદ કરી છે. કંપનીએ કુલ 12 બિલિયન ડોલરથી વધુની લોન અરજીઓ મેળવી છે અને તેના ધિરાણકર્તાઓના નેટવર્ક દ્વારા 1.1 બિલિયન ડોલરથી વધુની લોનનું વિતરણ કર્યું છે.

બેઝિક હોમ લોનના સીઇઓ અને કો-ફાઉન્ડર અતુલ મોંગાએ કહ્યું કે, “અમે ભારતના ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં રહેતા લાખો લોકો માટે ઘરની માલિકીને વધુ સુલભ બનાવવાની અમારી સફરમાં બર્ટેલ્સમેનને અમારા રોકાણકાર તરીકે મળવાથી રોમાંચિત છીએ.”

મોંગાએ જણાવ્યું કે, “આ નવા રાઉન્ડના ફંડિંગ સાથે અમારું ધ્યાન અમારી પહોંચને વિસ્તૃત કરવા, અમારી તકનીકી ક્ષમતાઓને આગળ વધારવા અને ગ્રાહકો અને ઇકોસિસ્ટમની વિકસતી માંગને પૂરી કરવા માટે અનુરૂપ નાણાકીય ઉત્પાદનો રજૂ કરવા પર છે. અમે ધિરાણકર્તાઓ સાથે અમારા જોખમ-શેરિંગ FLDG (ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટી) બિઝનેસને વધુ વિસ્તૃત કરીશું, જે અમને વધુ ગ્રાહકોને મદદ કરવા અને ભારતના હાઉસિંગ ઇકોસિસ્ટમમાં વાસ્તવિક અસર પાડવા માટે ઇનોવેશન સોલ્યુશન ઓફર કરવામાં મદદ કરશે.” મોંગાને ET સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર અને 2024માં બિઝનેસવર્લ્ડ 40U40 એવોર્ડથી સમ્માનિત કરાયા છે.

બર્ટેલ્સમેન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટસના પાર્ટનર રોહિત સૂદે જણાવ્યું હતું કે: “હોમ લોનના અનુભવમાં બેઝિક હોમ લોન ક્રાંતિકારી ફેરફાર લાવી રહ્યું છે, ખાસ કરીને ટાયર 2-3 શહેરોના વંચિત, ઓછી આવક ધરાવતા ઉધાર લેનારાઓ માટે. પોતાના શ્રેષ્ઠ ટેક સ્ટેકની સાથે તેમણે ઉદ્યોગમાં એક સરળ, અનોખા અને પારદર્શક સોલ્યુશન બનાવ્યું છે અને તે 3 વર્ષથી ઓછા સમયમાં ધિરાણકર્તાઓ માટે અગ્રણી ચેનલ ભાગીદારોમાંથી એક બની ગઇ છે. અમે અનુકૂળ સરકારની નીતિઓ, વધતા ન્યુક્લિયરાઇઝેશન અને શ્રેષ્ઠ થતા સામર્થ્યના કારણે અમે આ ક્ષેત્રમાં મજબૂત પ્રગતિ જોઇ રહ્યા છીએ. અમારી આ જર્નીમાં અતુલ અને કલ્યાણ સાથે જોડાવા પર અમને ગર્વ છે.”

CE વેન્ચર્સના વાઇસ પ્રેસિડેન્ટ સુદર્શન પારીકે જણાવ્યું હતું કે, “CE વેન્ચર્સમાં અમે એવી કંપનીઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ કે ઓછી સેવાવાળા બજારોમાં  મહત્ત્તવપૂર્ણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટેકનોલોજીનો લાભ લે છે. બેઝિક હોમ લોનનો નવીન અભિગમ ટાયર 2 અને 3 શહેરો માટે હોમ લોનને સરળ બનાવે છે. ગ્રાઉન્ડ પરની કુશળતાની સાથે ટેક્નોલોજીને મિશ્રિત કરવાની તેમની ક્ષમતા પ્રભાવશાળી છે અને અમે ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાની તેમની યાત્રાનો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ.”

2020 માં સ્થાપિત BASIC હોમ લોન એ ટેક-આધારિત મોર્ટગેજ માર્કેટપ્લેસ છે જે ટાયર 2 અને 3 શહેરોમાં ઉધાર લેનારાઓ માટે હોમ લોન પ્રક્રિયાને સરળ બનાવે છે. તેના વ્યાપક એજન્ટ નેટવર્ક દ્વારા કંપની વપરાશકર્તાઓને અરજી પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન આપતી વખતે બહુવિધ ધિરાણકર્તાઓની લોનની તુલના કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

હબ-એન્ડ-સ્પોક મોડલનો ઉપયોગ કરીને BASIC એ 10 શહેરોમાં હબ સ્થાપ્યા છે અને 15,000 એજન્ટોના નેટવર્ક દ્વારા 30 શહેરોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. માત્ર ત્રણ વર્ષમાં BASIC ધિરાણકર્તાઓ માટે ટોચના ચેનલ પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે, જેણે ધિરાણકર્તાઓ સાથે ગ્રાહકોને અસરકારક રીતે મેચ કરીને 75% ના ઇન્ડસ્ટ્રી બેન્ચમાર્ક સ્થાપિત કરનાર લોગિન-ટુ-સેક્શન રેટ પ્રાપ્ત કર્યા છે.

ભારતના આવાસ ક્ષેત્રમાં પરિવર્તનકારી વિકાસ થયો છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) જેવી સાનુકૂળ સરકારી નીતિઓથી પ્રેરિત છે, જે સુલભતા અને વિકાસને પ્રોત્સાહિત કરે છે. કંપનીએ છેલ્લા 24 મહિનામાં 10 ગણી આવક વૃદ્ધિ પ્રાપ્ત કરી છે, જેનું નેતૃત્વ તેના તકનીક-સક્ષમ મોર્ટગેજ સોલ્યુશને કર્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here