B2B ગ્રાહકોને થશે મોટી બચત: એમેઝોન બિઝનેસ દ્વારા ‘ફાઇનાન્સિયલ યર એન્ડ સેલ’ની જાહેરાત

0
5

વ્યવસાયો GST ઇન્વોઇસ દ્વારા 28% સુધીની બચત કરી શકે છે, ઉપરાંત SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન દ્વારા વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે 

બેંગલુરુ ૦૬ માર્ચ ૨૦૨૫: એમેઝોન બિઝનેસ દ્વારા ‘ફાઇનાન્સિયલ યર એન્ડ સેલ’ની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ 3 થી 11 માર્ચ, 2025 સુધી ચાલશે. મર્યાદિત સમયની આ ઇવેન્ટ વ્યવસાયિક ગ્રાહકોને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ સાથે બાકી રહી ગયેલી ખરીદીઓ પૂર્ણ કરવાની પરફેક્ટ તક આપે છે. વ્યવસાયો આ સમયગાળા દરમિયાન ડેલ, HP, બોટ, JBL, પિજન અને તેના જેવી બીજી ઘણી ટોચની બ્રાન્ડ્સના લેપટોપ, ટેબ્લેટ, હેડફોન, ઓફિસ સંબંધિત ફર્નિચર અને રસોડાનાં ઉપકરણો સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ ડીલ્સનો લાભ ઉઠાવી શકે છે.

એમેઝોન બિઝનેસ ઇન્ડિયાના ડિરેક્ટર મિત્રંજન ભાદુરીએ જણાવ્યું હતું કે “ફાઇનાન્સિયલ યર એન્ડ સેલ વ્યવસાયોને મહત્વપૂર્ણ બજેટ સમયગાળા દરમિયાન સ્માર્ટ ખરીદીનું આચરણ કરવા માટે સામર્થ્યવાન બનાવે છે”. તેમણે ઉમેર્યું હતું કે, “GST આધારિત બચતની સાથે-સાથે ચોક્કસ કેટેગરીમાં આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી, અમે સંસ્થાઓને વ્યવસાયિક આવશ્યક વસ્તુઓમાં રોકાણ કરવાની સાથે-સાથે તેમના ખર્ચને ઓપ્ટિમાઇઝ કરવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ. આ અભિગમ તમામ કદના વ્યવસાયો માટે વ્યૂહાત્મક ખરીદી ભાગીદાર બનવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી તેમને દરેક ખરીદી પર ROI મહત્તમ કરવામાં મદદ મળે છે.”

વ્યવસાયો વિવિધ કેટેગરીમાં ડીલ્સનો લાભ લઈ શકે છે જેમ કે:

  • ટેકનોલોજી: ટેબ્લેટ પર 40% સુધીની છૂટ, સ્માર્ટવોચ પર 50% સુધીની છૂટ, મોનિટર પર 80% સુધીની છૂટ, પ્રીમિયમ હેડફોન પર 60% સુધીની છૂટ
  • ઓફિસ એસેન્શિયલ્સ: ઓફિસ સપ્લાય, થર્મલ પ્રિન્ટર, બારકોડ સ્કેનર અને પાવર ટૂલ્સ પર 60% સુધીની છૂટ
  • કાર્યસ્થળનું ફર્નિચર: ઓફિસની ખુરશીઓ, ડૅસ્ક અને કચરાપેટીની બેગ પર 80% સુધીની છૂટ
  • ઘર અને રસોડું: રસોડાનાં ઉપકરણો, પંખા, વેક્યૂમ ક્લિનર, વોટર પ્યૉરિફાયર અને હોમ ડેકોર પર 70% સુધીની છૂટ

ફાઇનાન્સિયલ યર એન્ડ સેલના મુખ્યઅંશો નીચે મુજબ છે:

એમેઝોન બિઝનેસ ટોચની કેટેગરીમાં સ્પર્ધાત્મક ભાવે 19 કરોડ કરતાં વધુ GST-સક્ષમ ઉત્પાદનોનો ઍક્સેસ પ્રદાન કરીને વ્યવસાયિક ગ્રાહકો માટે જરૂરી ચીજોની ખરીદી સરળ બનાવે છે. આ મેગા સેલ ઇવેન્ટ પ્લેટફોર્મ પર 16 લાખથી વધુ વિક્રેતાઓને જથ્થાબંધ ઓર્ડર સાથે વ્યવસાયોને સેવા પૂરી પાડવાની તક પણ મળે છે. સમગ્ર દેશમાં 100% પિન કોડ્સ સુધી સેવા પહોંચાડવામાં આવતી હોવાથી એમેઝોન બિઝનેસ વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે, વ્યવસાય સંબંધિત તમામ ખરીદીની જરૂરિયાતોને સમર્થન આપે છે – તેમાં જથ્થાબંધ ઓર્ડર ક્વૉટ્સથી લઈને ઘણા સરનામાં પર શિપિંગની ક્ષમતાઓ સુધીની સેવાઓ સામેલ કરવામાં આવી છે. આ સેવાઓ તેની iOS અને Android ઑપ્ટિમાઇઝ્ડ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી ઍક્સેસ કરી શકાય છે. આ સેલ ઇવેન્ટ એમેઝોન બિઝનેસ ગ્રાહકોને અદ્ભુત ડીલ્સ અને ઓફરો પર વ્યવસાયિક સપ્લાય મેળવવા માટે સક્ષમ બનાવશે, જેથી તેમના ખરીદીના ખર્ચ વધુ ઘટાડો થશે.

એમેઝોન પે લેટર સુવિધા પાત્રતા ધરાવતા ગ્રાહકોને સેલ દરમિયાન રોકડ પ્રવાહને શ્રેષ્ઠ બનાવવા માટે તાત્કાલિક ક્રેડિટના વિકલ્પો પૂરા પાડે છે. આ સિવાય મળતા લાભોમાં GST ઇનપુટ ક્રેડિટ લાભો સાથે અલગ અલગ સ્થળોએ ખરીદી અને ડિલિવરી માટે ‘બિલ ટુ શિપ ટુ’ સુવિધાનો સમાવેશ થાય છે. જથ્થાબંધ ઓર્ડર માટે, ગ્રાહકો અગાઉથી કન્ફિગર કરેલા ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરી શકે છે અને buybulk@amazon.com નો સંપર્ક કરીને વિશેષ સહાય મેળવી શકે છે.

એમેઝોન બિઝનેસના હાલના ગ્રાહકો તેમના વ્યાવસાયિક એકાઉન્ટમાં સાઇન ઇન કરીને ઇવેન્ટની વિગતો મેળવી શકે છે. નવા ગ્રાહકો https://business.amazon.in પર જઈને કોઈપણ વધારાના ચાર્જ વગર તેમનું એમેઝોન વ્યાવસાયિક એકાઉન્ટ તરત જ બનાવી શકે છે અને સેલ દરમિયાન ઉપલબ્ધ લાભો મેળવવાનું શરૂ કરી શકે છે. બિઝનેસ ગ્રાહકો મફત અને ઝડપી શિપિંગ અને કસ્ટમાઇઝેબલ મંજૂરી નીતિઓ તેમજ બજેટ કંટ્રોલ સાથેના મલ્ટિ-યુઝર એકાઉન્ટ્સ અનલૉક કરવા માટે તેમની પ્રાઇમ મેમ્બરશીપ ઍક્સેસ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here