લાઇફ ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી

0
30

નવી દિલ્હી, 6 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન કંપની અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ જાહેર કરતા ખુશી અનુભવે છે કે તેનો અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રતિષ્ઠિત “પ્રોડક્ટ ઓફ ધ યર 2024”ના એવોર્ડથી સન્માનિત થયો છે. પ્રોડક્ટ ઓફ ધ યરની 16મી આવૃત્તિમાં મળેલું આ સન્માન અમારા ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોડક્ટ ઇનોવેશનના પ્રયાસો અને એક્સિલન્સ પ્રત્યે અવિવા ઇન્ડિયાની કટિબદ્ધતાનો પુરાવો રજૂ કરે છે.

પ્રોડક્ટ ઓફ ધ યર પ્રોડક્ટ ઇનોવેશનની કેટેગરીમાં વિશ્વનો અગ્રગણ્ય કન્ઝ્યુમર-વોટેડ એવોર્ડ છે, જે વિવિધ શ્રેણીઓમાં રહેલી શ્રેષ્ઠ અને સૌથી ઇનોવેટિવ પ્રોડક્ટ્સને સન્માનિત કરે છે. પ્રોડક્ટ ઓફ ધ યર (POY)ની પસંદગી ઊંડાણપૂર્વક સરવે મારફતે 100% ફેસ-ટૂ-ફેસ કન્ઝ્યુમર વોટિંગ થકી ઇનોવેશનની ઓળખ દ્વારા સમગ્ર ભારતમાં નેલ્સન દ્વારા હાથ ધરાતાં કન્ઝ્યુમર રિસર્ચ દ્વારા કરવામાં આવે છે. આ રિસર્ચ ભારતમાં ગ્રાહકોની જરૂરિયાતોનું સીધુ પ્રતિબિંબ રજૂ કરે છે અને એક મજબૂત પદ્ધતિ અનુસરે છે.

કંપનીને પ્રાપ્ત થયેલા આ સન્માન વિશે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અવિવા ઇન્ડિયાના સીઇઓ અને એમડી શ્રી આસિત રથે જણાવ્યું હતું કે, અમારા અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનને મળેલા પ્રોડક્ટ ઓફ ધ યરથી અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમને મળેલું આ સન્માન નિરંતર ઇનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના અમારા પ્રયાસો અને અમારા ગ્રાહકોના જીવનમાં ખરેખર પરિવર્તન લાવનારી પ્રોડક્ટ પૂરી પાડવાની અમારી કટિબદ્ધતાનો પુરાવો છે. અવિવા ઇન્ડિયા ખાતે, અમે સુખાકારી પર સર્વાંગી અભિગમ કેળવવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન માત્ર નાણાકીય સુરક્ષાની જ ખાતરી પૂરી પાડતો નથી પરંતુ મનની શાંતિ અને અમારા ગ્રાહકના ભવિષ્ય માટે સ્થિરતા પૂરી પાડીને સમગ્રલક્ષી સુખાકારી મેળવવામાં પણ સહાયતા કરે છે. અમે અમારા ગ્રાહકોનો તેમણે દર્શાવેલા વિશ્વાસ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારતીય પરિવારોને અદ્રિતીય મૂલ્ય અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે કટિબદ્ધતા દર્શાવીએ છીએ. તમામ વિજેતાઓને અભિનંદન!”

વિજેતાની જાહેરાત અંગે જણાવતાં પ્રોડક્ટ ઓફ ધ યરના સીઇઓ રાજ અરોરાએ જણાવ્યું હતું કે, અમે લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રોડક્ટ ઓફ ધ યર એવોર્ડ જીતવા બદલ અવિવા ઇન્ડિયાને મળેલી સ્વીકૃતિ બદલ ખુશી અનુભવીએ છીએ. આ સ્વીકૃતિ અવિવા ઇન્ડિયાની ઇનોવેટિવ પ્રોડક્ટ પૂરી પાડવાની અને ગ્રાહક-કેન્દ્રિત નાણાકીય ઉપાયો પૂરા પાડવાની કટિબદ્ધતા રેખાંકિત કરે છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવવા બદલ અમે અવિવા ઇન્ડિયા ટીમને અભિનંદન પાઠવીએ છીએ.”

અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન પોલિસીધારકોને સુરક્ષા અને અનુમાન કરી શકાય તેવી નિયમિત આવક પૂરી પાડવા માટે ડિઝાઇન કરેલી પ્રિમિયર લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે. આ પ્લાન બીજી પોલિસી વર્ષગાંઠથી  શરૂ કરી શકાતી ગેરેન્ટેડ ચૂકવણી ઓફર કરીને લાંબા ગાળા માટે નાણાકીય સ્થિરતા અને મનની શાંતિની ખાતરી પૂરી પાડે છે. ફ્લેક્સિબલ પ્રિમિયમ પેમેન્ટ વિકલ્પો અને આકર્ષક લાભો સાથે તે નિવૃત્તિ આયોજન, બાળકોના શિક્ષણ અને લાંબાગાળે સંપતિના સર્જન સહિત ભારતીય પરિવારોના વૈવિધ્યપૂર્ણ નાણાકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન અવિવાની ઇનોવેટિવ સિગ્નેચર સિરિઝનો ભાગ છે જેમાં આજીવન નિવૃત્તિ આવક માટે અવિવા સિગ્નેચર મંથલી ઇન્કમ પ્લાન, માર્કેટ લિંક વેલ્થ ક્રિએશન માટે અવિવા સિગ્નેચર ઇન્વેસ્ટમેન્ટ પ્લાન – પ્લેટિનિયમ અને તેમની દેખરેખમાં ચાલતા ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન અવિવા સિગ્નેચર 3D ટર્મ પ્લાનનો સમાવેશ થાય છે. અવિવા ઇન્ડિયા લાંબા ગાળે ગ્રાહક કેન્દ્રિત અને ઇનોવેટિવ પ્રોડક્ટ પોર્ટફોલિયો મારફતે તેમના ગ્રાહકોની જરૂરિયાતો સંતોષતી સેવાઓ પૂરી પાડીને આવા વધુ એવોર્ડ્સ જીતવાનો વિશ્વાસ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here