અવિવા ઇન્ડિયાએ સ્થાયી વિકાસ અને નવીનીકરણ પર કેન્દ્રીત નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળાના સક્ષમ નાણાકીય પરિણામો જાહેર કર્યા

0
5
  • નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં 63 કરોડનો નફો નોંધાવ્યો, જે ગત વર્ષના 50 કરોડ કરતાં 25%નો વધારો સૂચવે છે
  • નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 13% વધીને 14,636 કરોડ થઈ
  • સોલ્વન્સી રેશિયો નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ છ માસિકગાળાના 189%થી વધીને 194% થયો
  • અવિવા સિગ્નેચર પ્રોડક્ટ્સે નફાકારકતા વધારી અને ગ્રાહકો, વિક્રેતાઓ અને શૅરધારકો સાથે વિશ્વાસનું નિર્માણ કર્યું

 

નવી દિલ્હી 29 નવેમ્બર 2024: અવિવા ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-2025ના પ્રથમ છ માસિકગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં મહત્વના મેટ્રિક્સમાં સ્થિર પ્રગતિ દર્શાવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24માં ₹90 કરોડના સક્ષમ કાર્યદેખાવ પર આધાર રાખીને કંપની તેની વ્યૂહાત્મક પહેલ, ગ્રાહક-કેન્દ્રી નવીનીકરણો અને સંચાલનની કાર્યક્ષમતાથી પ્રેરિત થઈને આ સીમાચિહ્નને પાર કરવા તરફ અગ્રેસર છે, જે માર્કેટમાં તેની મજબૂત સ્થિતિ અને નાણાકીય સ્વાસ્થ્યને જાળવી રાખશે. 

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 13% વધીને ₹14,636 કરોડ થઈ છે, જે સમજદારીપૂર્વકના ફન્ડ મેનેજમેન્ટ અને રોકાણકારોના વધતા જઈ રહેલા વિશ્વાસને દર્શાવે છે. વધુમાં 10 હજાર પૉલિસી દીઠ ફરિયાદો નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસિકગાળામાં 10.3થી ઘટીને નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં 8.8 થઈ જવાની સાથે વેચાણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, જે અવિવા ઇન્ડિયાની ગ્રાહકોના અનુભવને સુધારવાની કટિબદ્ધતા પર પ્રકાશ પાડે છે.

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળા માટેનું ગ્રોસ રિટન પ્રીમિયમ (જીડબ્લ્યુપી) ₹548 કરોડ રહ્યું હતું, જે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસિકગાળામાં ₹546 કરોડની સરખામણીએ ફ્લેટ વૃદ્ધિ દર્શાવે છે, જેની સાથે તેની સંચાલનની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે સુધરી છે. ઓપેક્સ-ટુ-જીડબ્લ્યુપી રેશિયો ગત વર્ષના 30%થી ઘટીને 27% થઈ ગયો છે, જે કૉસ્ટ ઑપ્ટિમાઇઝેશન અને સંસાધનોના સુવ્યવસ્થિત થયેલા મેનેજમેન્ટને દર્શાવે છે.

અવિવા ઇન્ડિયાની પ્રોડક્ટ મિક્સ સુરક્ષા પર વધતા જઈ રહેલા ફૉકસને પ્રતિબિંબિત કરે છે, જેમાં પ્રોટેક્શન પ્રોડક્ટનો હિસ્સો નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસિકગાળાની સરખામણીએ વધી રહ્યો છે. આ બાબત પોતાના પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરવાની અને ગ્રાહકોની વિકસિત થઈ રહેલી જરૂરિયાતોને પૂરી કરવાની અવિવા ઇન્ડિયાની વ્યૂહરચનાની સાથે સુસંગત છે.

ગ્રાહકોના વિશ્વાસનો મહત્વનો સૂચકાંક ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો 98.98% રહ્યો હતો, જેના પગલે વિશ્વસનીયતા અને પૉલિસીધારકો પ્રત્યેની કટિબદ્ધતા માટે અવિવા ઇન્ડિયાની પ્રતિષ્ઠા વધુને વધુ સુધરી છે.

કંપનીએ 63 કરોડનો નફો કર્યો હતો, જે ગત વર્ષના આ જ સમયગાળામાં થયેલા ₹50 કરોડના નફાથી 25%નો વધારો સૂચવે છે. સોલ્વન્સી રેશિયો નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ છ માસિકગાળાના 189%થી વધીને 194% થયો છે, જે નાણાકીય સ્થિરતા અને પૉલિસીધારકો પ્રત્યેની મજબૂત કટિબદ્ધતાને સૂચવે છે. કંપનીની નેટ વર્થ 16% વધીને ₹749 કરોડ થઈ છે.

અવિવા ઇન્ડિયાના વ્યાપક વિતરણ નેટવર્કમાં 5,600થી વધારે તાલીમબદ્ધ ઇન્શ્યોરન્સ પ્રોફેશનલો અને સમગ્ર દેશમાં આવેલા 52 ઑફિસોમાં વ્યાપક હાજરીનો સમાવેશ થાય છે, જેની મદદથી કંપની તેના ગ્રાહકોના વૈવિધ્યસભર બેઝને અસરકારક રીતે સેવા પૂરી પાડી શકે છે.

નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં કંપનીએ હાંસલ કરેલી નાણાકીય સિદ્ધિઓ અને બિઝનેસના કાર્યદેખાવ અંગે પોતાના વિચારો રજૂ કરતાં અવિવા ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી અસિત રથે જણાવ્યું હતું કે, ‘નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ છ માસિકગાળો અવિવા ઇન્ડિયાની સ્થિતિસ્થાપકતા, અનુકૂલનક્ષમતા અને તમામ હિતધારકો – ગ્રાહકો, વિક્રેતાઓ અને શૅરધારકોને શ્રેષ્ઠ મૂલ્ય પૂરું પાડવા પર અમારા સ્થિર ફૉકસનો પુરાવો છે. ગ્રાહકો પર કેન્દ્રીત અમારા સિગ્નેચર ઉત્પાદનો અને સંચાલનની કાર્યક્ષમતાથી પ્રોત્સાહિત નફાકારકતામાં અમારી નિરંતર વૃદ્ધિ ગતિશીલ માર્કેટના માહોલમાં વિકાસ સાધવાની અમારી ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. પ્રોડક્ટ મિક્સમાં પ્રોટેક્શન પ્લાનની હિસ્સેદારીમાં વધારો અને ઓપેક્સ-ટુ-જીડબ્લ્યુપી રેશિયોમાં સુધારો અમારી નવીન પ્રોડક્ટ વ્યૂહરચનાની સફળતા તથા સમજદારીપૂર્વકની મેનેજમેન્ટ પ્રેક્ટિસ પર પ્રકાશ પાડે છે. અમે જેમ-જેમ વિકાસ સાધી રહ્યાં છીએ તેમ-તેમ અમારું વિઝન નાણાકીય વૃદ્ધિથી પણ આગળ વિસ્તરી રહ્યું છે. અમે સ્વાસ્થ્ય માટેની સારી ટેવોને પ્રોત્સાહન આપીને અને જેમના સુધી પહોંચી શકાયું નથી તેવા સેગમેન્ટ્સ માટેના સુલભ ઉકેલો તૈયાર કરીને અમારા ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અને સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ. અમારી લૉ-ટિકિટ સાઇઝના વીમા ઉત્પાદનો અને વ્યાપક ટર્મ પ્લાનનું આગામી લૉન્ચ આ કટિબદ્ધતાને બળવત્તર બનાવે છે અને વધુ સમાવેશન અને ભારતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. એકંદરે અમે એક એવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છીએ, જ્યાં દરેક ભારતીય પોતાને સક્ષમ, સુરક્ષિત અને સતત બદલાઈ રહેલા વિશ્વમાં વિકાસ સાધવા માટે સજ્જ અનુભવે.’

આગળનો માર્ગ

અવિવા ઇન્ડિયા નાણાકીય સુરક્ષા હાંસલ કરવામાં સુખાકારીની મહત્વની ભૂમિકા પર ભાર મૂકીને આગામી ત્રિમાસિકગાળામાં એક પરિવર્તનકારી બ્રાન્ડ પોઝિશનિંગ રજૂ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ પરિવર્તનનો ઉદ્દેશ્ય ગ્રાહકો અને હિતધારકોને વધુ આરોગ્યપ્રદ ટેવોને પ્રાથમિકતા આપવા પ્રેરિત કરવાનો, સાર્વત્રિક વ્યક્તિગત અને નાણાકીય સુખાકારીના કંપનીના વિઝનનો પડઘો પાડવાનો છે.

હાલમાં પાઇપલાઇનમાં રહેલા નવીન ઉત્પાદનોમાં વંચિત લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલા લૉ-ટિકિટ-સાઇઝ વીમા, સક્ષમ સુરક્ષા ઉકેલો પૂરાં પાડનાર વ્યાપક ટર્મ પ્લાન તથા ડાયાબિટીસના દર્દીઓ માટેના પ્રોટેક્શન પ્લાનનો સમાવેશ થાય છે. આ પહેલ નાણાકીય સુરક્ષાને હાંસલ કરવામાં એક વિશ્વાસપાત્ર સાથીદાર તરીકે અવિવા ઇન્ડિયાની સ્થિતિને મજબૂત કરવાની સાથે ગ્રાહકોના વિવિધ સેગમેન્ટની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવાનો છે.

અવિવાને જ્યાં આઇઆરડીએઆઈ દ્વારા લીડ ઇન્શ્યૂરર તરીકે નામાંકિત કરવામાં આવેલ છે, તે ઉત્તરાખંડ રાજ્યમાં તે વીમા અને વીમો ઉતરાવવા અંગે જાગૃતિ પેદા કરવાના તેના પ્રયત્નો ચાલું રાખશે. આ પહેલ જમીની સ્તરે સહભાગિતાને પ્રોત્સાહન આપીને, વીમાના વિશિષ્ટ ઉકેલો તૈયાર કરીને અને સમુદાયનું સશક્તિકરણ કરીને વંચિત પ્રદેશોમાં સેવા પૂરી પાડવાની અવિવાની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કેન્દ્રીત અભિગમ મારફતે અવિવાનો ઉદ્દેશ્ય રાજ્યમાં રહેલા વીમાના અંતરાલને દૂર કરવાનો, નાણાકીય સમાવેશન તથા પ્રદેશના લોકોની સુરક્ષાને વધુને વધુ પ્રોત્સાહન આપવાનો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here